રોજ અખરોટ ખાવાથી શરીરને મળે છે આ અદ્ભુત લાભો

રોજ અખરોટનુ સેવન કરવું આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને આ ખાવાથી ઘણા બધા રોગોથી મુક્તિ મળે છે.અખરોટ પર ઘણા બધા સંશોધન કરવામાં આવ્યા છે અને આ સંશોધનમાં જોવા મળ્યું છે કે જે લોકો રોજ એક અખરોટનું સેવન કરે છે તેમના બ્લડ પ્રેશર ઓછુ રહે છે.અખરોટ ખાવાથી ક્યાં ક્યાં ફાયદા શરીરને મળે છે,તે આ રીતે છે.

અખરોટ ખાવાથી થતા લાભો –

બ્લડ પ્રેશર ઓછું રહે છે

અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ અખરોટ પર એક સંશોધન કર્યું હતું અને આ સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જે લોકો આ ડ્રાય ફુટનો વપરાશ કરે છે તેમનુ બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.ઉપરાંત,અખરોટમાં ઓમેગા -3 ફેટી એસિડ પણ જોવા મળે છે જે બ્લડ પ્રેશરનુ જોખમ ઘટાડે છે. તેથી જે લોકોને પણ બ્લડ પ્રેશરની સમસ્યા છે તે લોકો અખરોટનુ સેવમ કરે. જોકે ઉનાળાના સમયે તમે અખરોટ ને પાણીમાં પલાળીને ખાઅો.

ડાયબીટીઝ થી બચવા

બ્લડ પ્રેશરની જેમ જ ડાયબીટીઝના દર્દીઓ માટે પણ અખરોટ ફાયદાકારક હોય છે અને તે ખાવાથી ટાઇપ ટુ ડાયબીટીઝ દુર થાય છે.એક સંશોધન પ્રમાણે,જો અઠવાડિયામાં બે વખત 28 ગ્રામ અખરોટ ખાવાથી ટાઇપ ટુ ડાયબીટીઝ હોવાની સંભાવના ઓછી થાય છે.

ગર્ભવતી સ્ત્રીઓ માટે ફાયદાકારક

ગર્ભવતી સ્ત્રીઓને અખરોટ ખાવાની સલાહ ડૉક્ટર દ્વારા ચોક્કસપણે આપવામાં આવે છે કારણ કે તેમાં પોલીયનસેચ્યુરેટેડ ફેટી એસીડ (પુફા) હોય છે અને તેને ખાવાથી શરીરમાં શક્તિ મળે છે,સાથે સાથે ગર્ભમાં અંદર બાળકનો વિકાસ પણ સારો થાય છે. તેથી ગર્ભવતી સ્ત્રીઓને રોજ ઓછામાં ઓછું 5 થી 10 ગ્રામ જથ્થામાં અખરોટ જરુર ખાવુ જોઇએ.

કોલેસ્ટ્રોલ ને નિયંત્રિત રાખવા માટે

ઘણા લોકોને એવું લાગે છે કે અખરોટ ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે.જો કે આ ખોટી ધારણા છે.કારણ કે અખરોટ ખાવાથી કોલ્સ્ટ્રેસ્ટ્રોલનુ સ્તર નિયંત્રિત કરી શકાય છે.વાસ્તવમાં તેમાં માઇક્રો-ન્યુટ્રિએન્ટ્સ સારી માત્રામાં મળી આવે છે જેના કારણે અખરોટ ખાવાથી કોલોસ્ટ્રોલ સ્તર સારુ રહે છે.

હદય ની કાળજી માટે

અખરોટની અંદર આલ્ફા લિનોલેનિક એસીડ હાજર હોય છે અને તેની મદદથી શરીરમાં લોહી જામતુ નથી,અને નરમ રહે છે અને આમ થવાથી હૃદય સંબંધિત બીમારીઓ દુર થાય છે.તેથી તમે રોજ એક અખરોટ ખાવું શરૂ કરો.

મગજને ઝડપી બનાવે છે

અખરોટ મગજ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે અને તેને ખાવાથી મગજ ઝડપી કામ કરે છે. અખરોટની અંદર વિટામિન બી અને ફોલેટ્સ હાજર હોય છે અને તેમની મદદથી જ યાદશક્તિ વધે છે.

વાળ માટે ફાયદાકારક

અખરોટના તેલથી જો વાળની ​​માલિશ થાય, તો વાળ મજબૂત બને છે અને વાળ ખરતા બંધ થાય છે. તેથી જે લોકોના પણ વાળ નબળા હોય છે અથવા તો ઘણા ઓછા હોય છે તે લોકો અખરોટના તેલથી વાળની ​​માલીશ કરે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.