મોઢા માંથી દુર્ગંધ આવવી અને બીજા અન્ય સંકેત ગરમીમાં તમારા શરીર ની પાણી ની ઉણપ દર્શાવે છે..

મોઢા માંથી દુર્ગંધ આવવી – ગરમી માં શરીર ને એક્ટિવ રાખવા માટે જેમ બને તેમ વધારે પાણી પીવું જરૂરી છે.

આ માટે ડોક્ટરો પણ હેલ્દી રહેવા માટે 8 થી 10 બોટલ પાણી પીવાની સલાહ આપે છે.હકીકત માં ગરમી માં લુ વધી જાય છે અને એના કારણે શરીર માં પરસેવો પણ ખુબજ થાય છે.

પરસેવાથી શરીરમાંનું બધુજ પાણી નીકળી જાય છે.જેના કારણે ડી હાઇડ્રેશન ની સમસ્યા ઉત્પન્ન થાય છે.જો ગરમી માં થતી ડી હાઇડ્રેશન ની સમસ્યા ને રોકવી છે તો આ સમસ્યાને જોતા જ તરત પાણી પીવું આવશ્યક છે.

સૂકી સ્કિન

ગરમીઓ માં આપણી ત્વચા મોટેભાગે સૂકી પડી જાય છે જેમાં થોડા નખ ઘસવાથી સફેદ લીટી પડી જાય છે.આવું સ્કિન માં પાણી ની કમી ના કારણે થાય છે.જો ગરમી માં સ્કિન વારંવાર સૂકી થઈ જાય છે તો વધારે માં વધારે પાણી પીઓ.જો આમ નહિ કરો તો ત્વચા સબંધિત રોગો થવાની શકયતા છે.એટલા માટે પાણી જેમ બને તેમ વધારે પીવું.

મોઢા માંથી દુર્ગંધ આવવી

આવી રીતે મોઢું સુકાઈ જવું અને મોઢા માંથી દુર્ગંધ આવવી એ પણ પાણી ની કમી જણાવે છે.શરીર માં પાણી ની કમી આવવાથી સૌથી પહેલા મોઢું સુકાવા લાગે છે.જો વારંવાર મોઢું સુકાવા લાગે અને મો માંથી દુર્ગંધ આવવા લાગે તો સમજવું કે શરીર માં પાણી ની ઉણપ ખૂબ વધી ગઈ છે તો જેમ બને તેમ વહેલું અને વધારે પાણી પીવું.

થુંક ના આવવું

આવી રીતે જો તમારા મોમાં થુંક આવતું નથી તો પણ પાણી ની કમી નું લક્ષણ છે.થુંક ના આવવાથી મોઢામાંથી વાસ આવવા લાગે છે.થુંક એ મોઢા માં નુકસાનકારક બેક્ટેરિયા ને આવતા રોકે છે.થુંક ની કમી ના કારણે બેકટેરિયા આવે છે અને મોઢામાંથી વાસ આવવાની સમસ્યાઓ રહે છે એટલે જેવું મોમાંથી થુંક આવવાનું બંધ થાય એટલે તરત પાણી પી લેવું જોઈએ.

થકાવટ હોવી

જો તમને ગરમી માં હર સમયે થકાવટ રહેતી હોય તો એ પણ શરીર માં પાણી ની કમી ના કારણે થાય છે.હકીકત માં જ્યારે પાણી ની કમી રહે છે ત્યારે શરીર લોહી માંથી પાણી લેવા લાગે છે એટલા માટે લોહી માં ઓક્સિજન ની કમી થઈ જાય છે અને કાર્બનડાયોક્સાઇડ નું સ્તર વધી જાય છે.જેને લીધે તમે થકાવટ નો અનુભવ કરો છો.

કબજિયાત રહેવી

જો ગરમીઓ માં પેટ સાફ ના રહેતું હોય અને કબજિયાત ની સમસ્યા રહે છે તો વધારે માં વધારે પાણી પીઓ.કારણ કે ગરમીઓ માં કબજિયાત ની સમસ્યા ઓછી થતી હોય છે.એવું એટલા માટે કે ગરમીઓ માં ગરમી ના કારણે પેટ ખુદ જ સાફ થઈ જતું હોય છે.એવા માં જો કોઈ ને ગરમી માં કબજિયાત ની સમસ્યા રહે છે તો એના શરીર માં પાણી ની કમી છે.

મો માંથી દુર્ગંધ આવવી એ પણ પાણી ની કમી ના કારણે થાય છે.તો આમાના કોઈ પણ સંકેત જો ગરમીના સમય માં તમને જોવા મળે તો તરત પાણી પીઓ.કારણ કે આ બધા લક્ષણ બીમારીઓ ના મૂળ છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.