પીપળાના પાન નું સેવન તમારા સ્વાસ્થ્ય માટે છે વરદાન,તેના ફાયદા જાણી ને આશ્ચર્ય પામશો.

પીપળાનું વૃક્ષ એક માત્ર એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સીજન આપે છે અને આપણે જીવતા રેહવા માટે ઓક્સિજન લેવો ખૂબ જ જરૂરી છે.પીપળાના પાન સ્વાસ્થ્ય માટે લાભદાયી છે.આયુર્વેદ અનુસાર પીપળાના વૃક્ષ નો દરેક ભાગ ઔષધીય ગુણધર્મોથી સમૃદ્ધ છે.તેનો ઉપયોગ પ્રાચીન સમયથી ઘણા રોગોને દૂર કરવા માટે થાય છે.કારણ કે પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓ પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેસતા હતા.આ ઉપરાંત,ગૌતમ બુદ્ધને પીપળાના વૃક્ષ નીચે બેસી ને જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પીપળા ને બહુ ગુણકારી માનવામાં આવે છે.આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવા માટે પીપળાના પાનનો ઉપયોગ થાય છે.આ ઉપરાંત, હૃદયની ઘણી બીમારીઓથી રક્ષણ માટે પીપળાના પાન ખૂબ ફાયદાકારક સાબિત થયા છે.આજે,અમે તમને આ લેખ દ્વારા પીપળાના પાન થી થતાં ફાયદા વિષે માહિતી આપવા જઇ રહ્યાં છીએ.

ચાલો જાણીએ પીપળાના પાન થી થતાં ફાયદા વિષે.

દાંત માટે છે ફાયદાકારક.

જો તમે તમારા દાંતને તંદુરસ્ત અને સફેદ રાખવા માંગો છો, તો તે માટે તમે તમારા દાંત સાફ કરવા માટે પીપળાના દાતણનો ઉપયોગ કરો.જો તમે પીપળાના દાતણથી તમારા દાંતને સાફ કરો છો તો તેનાથી તમારા દાંતની પીડા દૂર થશે. તમે આ માટે 10 ગ્રામ પીપળાની છાલ અને 2 ગ્રામ કાળા મરીને પીસી ને દાંત માટેનું મંજન બનાવી શકો છો.જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તમને દાંતની સમસ્યાઓથી રાહત મળશે.

હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘટશે.

જો તમે હૃદય સંબંધિત બીમારીઓથી દૂર રહેવા ઇચ્છતા હોવ તો તમે પીપળાના 15 તાજા લીલાં પાંદડા સારી રીતે ગ્લાસમાં ઉકાળો.ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધા ના રહી જાય તેના પછી ઠંડુ કરી ને ગાળી લો.આ કાઢાને દિવસ માં 3 વાર પીવો.જો તમે આવું કરો છો તો હૃદય સંબંધિત રોગોનું જોખમ ઘટે છે.

શરદી ઉધરસ કરે છે દૂર.

મોસમના પરિવર્તન થી થતી શરદી ઉધરસને દૂર કરવા માટે પીપળાના પાન ખૂબ ફાયદાકારક છે. આ માટે પીપળાના 5 પાનને દૂધ સાથે ઉકાળી લો.હવે તેમાં ખાંડ ઉમેરીને સવાર- સાંજ પીવાથી રાહત મળે છે.

અસ્થમામાં ફાયદાકારક.

અસ્થમાની સમસ્યાઓ ધરાવતા લોકો માટે પીપળા નું વૃક્ષ એ અચૂક ઔષધિ છે.આ માટે,પીપળાની છાલનો અંદરનો ભાગ બહાર કાઢી ને તેને સૂકવવું પછી તે સુકાઈ ગયા બાદ તેનું ચૂર્ણ બનાવો અને આ ચૂર્ણને પાણી સાથે અસ્થમા ધરાવતા વ્યક્તિઓ એ પીવાથી ખૂબ લાભ થશે.

રક્તસ્ત્રાવ માં અસરકારક.

જે લોકો ને આંખમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય તે લોકો પીપળાના કાચા પાન તોડી લે અને તેનો રસ કાઢી ને તેના અમુક બુંદ નાક માં નાખવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.