આ પાંચ લોકો ને ભૂલથી પણ ન ખાવું જોઈએ પપૈયું ક્યાંક તમે તો આમાં શામિલ નથી ને ?

ઘણા ફળો માર્કેટ માં એવા જોવા મળે છે કે જેને જોતાજ તરત મોઢામાં પાણી આવી જાય છે.પણ કેટલાક લોકો ને એવા ફળો થી દુર રહેવું જોઈએ,કારણ કે તેના માટે મોસમી ફળ વરદાન નહીં પણ શાપ સ્વરૂપ હોય છે.ગરમી ના મોસમ માં પપૈયું બધા ને ખાવું જોઈએ.પણ કેટલાક લોકો માટે પપૈયું ખાવું અભિશાપ સ્વરૂપ બને છે.એવામાં આ લોકો ને પપૈયા થી હંમેશા માટે દૂર રહવવું જોઈએ તો ચાલો જાણીએ કે કોના કોના માટે પપૈયું અભિશાપ સ્વરૂપ છે.ચાલો જાણીએ કે આજના લેખ માં વિશેષ શુ છે.

પપૈયા માં મેગ્નેશિયમ,પોટેશિયમ,નિયાસીન,પ્રોટીન અને કેરોટીન સાથે પ્રાકૃતિક ફાઈબર ઉપલબ્ધ હોય છે જે શરીર માટે ખુબજ ફાયદાકારક છે.પણ અમુક લોકો ને આનાથી સદાય માટે દૂર રહેવું જોઈએ કારણ કે જો તેઓ પપૈયું ખાશે તો તેના સ્વાસ્થ્ય ને જોખમ ઉભું થઈ શકે છે.આમ જોઈએ તો પપૈયુ ખાવાની સલાહ ડોકટરો પણ આપે છે,પણ સાથે સાથે અમુક લોકો ને ડોકટરો પપૈયું ના ખાવાની સલાહ પણ આપે છે.કારણ કે તેમાં ઉપસ્થિત અમુક ગુણો એ લોકો માટે હાનિકારક નીવડે છે.તો ચાલો જોઈએ કે આ લિસ્ટ માં કોણ કોણ શામિલ છે.કે જેઓ ને પપૈયું બિલકુલ ના ખાવું જોઈએ.

1.સગર્ભા સ્ત્રીઓ

ગર્ભવતી મહિલાઓ એ ભૂલથીપણ પપૈયું ના ખાવું જોઈએ.ગર્ભવતી મહિલાઓ જો પપૈયું ખાશે તો તેને ગર્ભવાત થવાની શક્યતાઓ રહે છે.એવામાં ગર્ભવતી મહિલાઓ એ પપૈયું થી દુર રહેવું જોઈએ,કારણ કે પપૈયા માં ઉપસ્થિત તત્વ ગર્ભપાત માં સહાયક થાય છે,એવામાં ગર્ભવતી મહિલાઓ એ તેનું ધ્યાન રાખવું જોઈએ.

2.કિડની સ્ટોન

આમજોઈએ તો પપૈયું તો બધાજ રોગો દૂર કરે છે,પણ એક રીસર્ચ માં વાત સામે આવી છે કે પપૈયું ખાવાથી કિડની સ્ટોન નું જોખમ વધી જાય છે.એવામાં પપૈયું એવા લોકો ને તો બિલકુલ ના ખાવું જોઈએ જેઓને કિડની ની બીમારી હોય,કારણ કે કિડની માં સ્ટોન વધારે સ્પીડ થી વધે છે.એવામાં કિડની ના દર્દીઓ માટે આ સમસ્યાઓ નું પ્રમાણ વધી જાય છે એટલા માટે કિડની ના દર્દીઓ એ પપૈયા થી દુર રહેવું.

3.સ્તનપાન દરમિયાન

જ્યારે મહિલાઓ પોતાના બાળકો મેં સ્તનપાન કરાવે છે ત્યારે એ દરમીયાન મહિલાઓ એ ભૂલ થી પણ પપૈયું ના ખાવું જોઈએ.બાળક પેદા થાય ત્યારે થી લઈ ને એક વર્ષ સુધી માતા એ પપૈયું ના ખાવું જોઈએ,કારણ કે આમ કરવાથી તમારા બાળક માં ખરાબ અસર પડી શકે છે.તેને આગળ જઈ ને કોઈન કોઈ બીમારીનો સામનો કરવો પડી શકે છે.એવામાં આ સમય માં તમારે પપૈયુ ના ખાવું જોઈએ.

4.બ્લડ પ્રેશર ના દર્દી

બ્લડ પ્રેશર ના દર્દી માટે એક પણ પપૈયું ખતરનાખ સાબિત થાય છે.એવામાં જેઓ નું બ્લડ પ્રેશર લો અથવા હાઈ રહેતું હોય એવા લોકો ને પપૈયું ના ખાવું જોઈએ.કારણ કે બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે પપૈયું કોઈ અભિશાપ થી ઓછું નથી.પપૈયું ખાવાથી બ્લડપ્રેશર ના દર્દીઓ ને ખુબજ નુકસાન પહોંચે છે.

5.ઝાડા માં ક્યારેય નહિ

જે લોકો ને ઝાડા થઈ ગયા હોય,તેઓ એ પપૈયા નું સેવન કોઈપણ સંજોગો માં ન કરવું જોઈએ.ઝાડા દરમિયાન જો તમે પપૈયા નું સેવન કરશો તો એ ખુબજ નુકસાન પહોંચાડી શકે છે.આનાથી જાડા માં વધારો થાય છે.એટલુંજ નહીં જે લોકો ને હૃદય ની સમસ્યા છે તેને પણ પપૈયા નુ સેવન બંધ કરવું જોઈએ જો તેઓ આવું ન કરે તો પપૈયું તેનું લોહી પાતળું કરે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.