તુલસી ના પાન ને દૂધ માં મેળવી ને પીવાથી થાય છે મોટા લાભ,ઘણી જાનલેવા બીમારીઓ થી આપે છે રક્ષણ

હિન્દૂ ધર્મ માં તુલસી ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે.લોકો તુલસી ના છોડ ને તેના ઘર ના આંગણે લગાવે છે અને તેની નિયમિત રૂપે દેખરેખ સાથે પૂજા કરે છે.એવું માનવામાં આવે છે કે તુલસી ના છોડ ની પૂજા કરવાથી જીવન ની બધીજ સમસ્યાઓ નો નાશ થાય છે અને ઘર માં સુખ સમૃદ્ધિ માં પણ વધારો થાય છે.તુલસી નો છોડ આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘણો લાભદાયી છે.શુ તમે જાણો છો કે તુલસી ના છોડ ના પાન ને દૂધ માં મેળવી ને પીવાથી ઘણી બીમારીઓ નો રામબાણ ઈલાજ મળી શકે છે.

આજે અમે તમને આ લેખ ના માધ્યમ થી તુલસી ના પાન ને દૂધ મા મેળવી ને પીવાથી ક્યાં ક્યાં ફાયદા મળી શકે છે એના વિશે જાણકારી આપવા જઇ રહ્યા છીએ.

ચાલો જાણીએ તુલસી ના ફાયદાઓ

તણાવ ને કરે છે ઓછો

આજકાલ ના સમય માં વ્યક્તિ ની જીવનસરણી અવ્યવસ્થિત થઈ ગઈ છે.ભાગદોડ ભરેલી જિંદગી માં માણસ ને માનસિક તણાવ નો સામનો કરવો પડે છે પરંતુ જો તમે ગરમ દૂધ માં તુલસી ના પાન ઉમેરી ને તેનું સેવન કરશો તો તમારો તણાવ ડૂર થશે તે સ્ટ્રેસ હોર્મોન ને નિયંત્રિત કરીને ડિપ્રેશન થી રક્ષા કરે છે.જેના કારણે માણસો માં તણાવ તેની જાતે જ ઓછો થઈ જાય છે.જો તમને પણ આવા પ્રકાર ની સમસ્યા રહેતી હોય તો તમે તુલસી ના પાન ને દૂધ માં મેળવી ને તેનું સેવન અવશ્ય કરો આ સિવાય જો તમારા માથા માં સતત દુખાવો રહેતો હોય તો તે તેમાં પણ લાભ આપે છે.

શ્વાસ સબંધિત રોગો માં છે ફાયદાકારક

જો કોઈ વ્યક્તિ ને અસ્થમા અથવા કોઈપણ પ્રકારના શ્વાસ સબંધિત રોગો હોય તો તેને સવાર ના સમયે તુલસી ના પાન અને દૂધ નું સેવન કરવું જોઈએ.તુલસી અને દૂધ માં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો જોવા મળે છે.જેના કારણે તમારી બીમારી થોડાજ સમય માં ઠીક થવા લાગશે.આ સિવાય તુલસી વાળું દૂધ એ તાવ ને પણ જડપ થી ઠીક કરી નાખે છે.તેમાં ઉપસ્થિત ઇફલેમેટ્રી તત્વો તમારા તાવ ને ઝડપ થી ઠીક કરવામાં મદદ કરે છે સાથે તમારા શરીર માં શક્તિ નો વધારો થાય છે.

તાવ ના ઈલાજ માં ફાયદાકારક

તુલસી માં ખુબજ શક્તિશાળી જંતુનાશક એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીબાયોટિક ગુણધર્મો જોવા મળે છે જે તાવ નો ઈલાજ કરવામા સહાયતા કરે છે.એનાથી મલેરિયા જેવા તાવ નો તાત્કાલિક ઈલાજ મેળવી શકાય છે.આયુર્વેદ માં તાવ થી પીડિત લોકો ને તુલસીપત્ર નો રસ પીવા ની સલાહ આપવામાં આવી છે.જે વ્યક્તિ ને તાવ હોય તેને અડધા લીટર પાણી માં થોડા તુલસોપત્રો અને ઈલાયચી પાવડર મેળવી ને ઉકાળી લેવું અને જ્યારે તે ઉકળી ને અડધું થઈ જાય ત્યારે તેમાં દૂધ અને ખાંડ મેળવી ને સાન્દ્ર બનાવવું અને તેનું સેવન દર 2 થી 3 કલાક ના અંતરે કરવું જોઈએ.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.