શું તમારા બાળકો પણ હેન્ડરાઈટીંગ છે ખરાબ તો આ રીતે સુધારો તેની આ ટેવ

આજકાલ લેપટોપ-કોમ્પ્યુટર નો ઉપયોગ વધારે થઇ ગયો છે, જેના કારણે બાળકો ને તેના પર લખવાનું સરળ થઇ ગયું છે. હા હવે બાળકો કોપી પર લખવાથી કતરાવા લાગ્યા છે, એવામાં તેમની હેન્ડરાઈટીંગ ખરાબ થઇ જાય છે. ઘણી વખત બાળકો અને અભીભાવક તેના પર ધ્યાન નથી આપતા અને તેમની હેન્ડરાઈટીંગ દિવસે દિવસે ખરાબ થવા લાગે છે. વધતી ટેકનોલોજી ના કારણે બાળકો ની કોપી કલમ માં લખવામાં કોઈ રસ નથી રહ્યો, એવામાં જો તમારું બાળક પણ તેમાંથી એક છે, તો આજે જ તેની આ ટેવ સુધારી નાંખો. જાણો હેન્ડરાઈટીંગ સુધારવા માટે ટીપ્સ.

આજે અમે તમને હેન્ડરાઈટીંગ સુધારવાના કેટલાક એવા ટીપ્સ ના વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમની મદદ થી તમે પોતાના બાળકો ની હેન્ડરાઈટીંગ સરળતાથી સુધારી શકીએ છીએ. હેન્ડરાઈટીંગ સારી ના હોવાના કારણે તમારા બાળકો ના માર્ક્સ પર ઘણો વધારે પ્રભાવ નાંખે છે, પરંતુ વધારે કરીને બાળકો આ વિચારે છે કે સારા માર્ક્સ માટે તેમને બધું યાદ હોવું જરૂરી છે, ના કે હેન્ડરાઈટીંગ ની. તેના વિપરીત જો રીસર્ચ ની માનીએ તો હેન્ડરાઈટીંગ ના કારણે તમારા બાળકો ના માર્ક્સ વધારે સારા આવી શકે છે, કારણકે એક સારી હેન્ડરાઈટીંગ ટીચર ની સામે તમારા બાળકો નો એક અલગ જ પ્રભાવ પડે છે.

હેન્ડરાઈટીંગ સુધારવા માટે ટીપ્સ

સ્ટડી ટેબલ ની ઉંચાઈ બરાબર હોય

તમારે સૌથી પહેલા તેના પર ધ્યાન આપવું જોઈએ કે તમારા બાળક જે ટેબલ પર અભ્યાસ કરી રહ્યો છે, તેની ઉંચાઈ એટલી હોવી જોઈએ કે તેમનુ બાળક કોણી રાખીને આરામ થી લખી સકે. તેના સિવાય ખુરસી પણ ઘણી આરામદાયક હોવી જોઈએ, જેમાં બાળકો પગ સરળતાથી જમીન સુધી પહોંચી શકે, નહિ તો તેનું ધ્યાન વારંવાર ભટકતું રહેશે. તેની હેન્ડરાઈટીંગ સારી થઇ જશે.

પેન્સિલ બરાબર રીતે પકડાવો

હા પોતાના બાળકો ને આ વાત ની પૂરી જાણકારી આપો કે પેન્સિલ પકડવાની સાચી રીત શું છે. જો તમારા બાળકો ને પેન્સિલ સાચી રીતે પકડવાની આવડશે તો તેની હેન્ડરાઈટીંગ સારી થઇ જશે. તમે બાળકો ને અંગુઠા અને બીજી આંગળી ની વચ્ચે માં પેન્સિલ રાખીને તેના ઉપરી ભાગ ને પકડીને લખવાનું શીખવાડો, આ રીતે પેન્સિલ પકડવાથી બાળકો ને લખવામાં સરળતા થશે અને તની હેન્ડરાઈટીંગ સારી થઇ જશે.

ન્યુ સ્ટાઈલ શીખવાડો

બાળકો ની હેન્ડરાઈટીંગ સુધારવા માટે તેને અલગ અલગ રીતો શીખવો. હા તેના માટે નોટબુક ના દરેક પાના પર એક એક આલ્ફાબેટ લખીને બાળકોને જણાવો કે તેને કેવી રીતે લખવામાં આવે છે. પછી તેને પ્રેક્ટીસ કરવાનું કહો. જો તે દરરોજ એવી પ્રેક્ટીસ કરવા લાગશે તો તેની હેન્ડરાઈટીંગ બહુ જ જલ્દી સુધરી જશે.

રાઈટીંગ પ્રોજેક્ટ્સ

જો તમારા બાળકો ની તેની હેન્ડરાઈટીંગ સારી નથી, તો એવામાં તમને તેને રાઈટીંગ પ્રોજેક્ટ્સ શીખવો. તેના માટે તમે તેને પોતાના મિત્ર ને લેટર લખવાનું કહો અથવા કોઈ સારી કવિતા લખવાનું કહો. એવું કરવાથી તેની હેન્ડરાઈટીંગ સુધારી જશે, કારણકે તેના માટે તે બહુ જ વધારે સફાઈ થી લખશે. આ હતા હેન્ડરાઈટીંગ સુધારવા માટે ટીપ્સ.

આ પણ અપનાવો

બાળકો ને વગર કટિંગ માટે લખવાનું કહો અને ઓવરરાઈટીંગ ના કહો.

બધા આલ્ફાબેટ એક જ લાઈન માં લખવાનું કહો.

શબ્દો ની વચ્ચે કેટલી જગ્યા છોડવી જોઈએ, આ પણ શીખવો.

તમને અમારો આ લેખ ‘હેન્ડરાઈટીંગ સુધારવા માટે ટીપ્સ’ કેવો લાગ્યો પોતાની સલાહ આપો અને હેન્ડરાઈટીંગ સુધારવાની આ ટીપ્સ તમને જરૂર કામ આવશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: