ચહેરા માટે અમૃત છે એલોવેરા,જણો તેને લગાવવા ની રીત..

એલોવેરા નું સેવન – પોતાના ચહેરા ને દાગ થી મુક્ત સાથે સાથે ખીલ તેમજ મસા થી દૂર રાખવા માટે અને સુંદર બનાવવા માટે તમે ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કર્યો હશે.જોકે કેટલાક ઘરેલુ નુસ્ખાઓ એવા પણ હશે કે જેના દ્વારા તમે તમારી સુંદરતા પર ચાર ચાંદ લગાવી શકો છો.પોતાના ચહેરા ને આકર્ષક બનાવી શકો છો.

એલોવેરા એક એવી ઔષધિ છે જે આપણા બધા પ્રકાર ના સ્વાસ્થ્ય ની પૂરતી સંભાળ રાખે છે.

એલોવેરા નું સેવન કરવાથી પેટ સાથે જોડાયેલી બધીજ સમસ્યા ઓ દૂર થઈ જાય છે તે વાળ ની સમસ્યાઓ નો પણ રામબાણ ઈલાજ છે.સાથે સાથે તમારા ચહેરા ને દાગ રહિત અને સુંદર રાખવા માટે ઉપયોગી છે.

એલોવેરા જેલ ને તમે તમારી ત્વચા પર લગાવીને તમે તમારા ચહેરા ને સુંદર અને દાગ રહિત બનાવી શકો છો.તેના ફાયદા અનેક છે અને તેને લગાવવાની રીત પણ અનોખી અને સહેલી છે.

ચાલો જાણીએ કે કેવી રીતે શરીર પર લગાવવા માં આવે છે એલોવેરા..

1.એલોવેરા તમારી સ્કિન માટે નેચરલ ઔષધિ તરીકે કામ કરે છે.તેને ત્વચા પર લગાવવાથી ત્વચા પર નમી આવી જાય છે સાથે જ ત્વચા ને પોષણ પણ મળે છે.જો તમને કોઈપણ પ્રકાર ની એલર્જી નથી તો તમે ત્રણ પ્રકારે એલોવેરા જેલ નો ઉપયોગ કરી શકીએ છીએ.

2.તમે તમારી ત્વચા માં નિખાર લાવવા માંગતા હોય તો એના માટે એલોવેરા જેલ નો ઉપયોગ સુધી સારો રહેશે.આના માટે એલોવેરા જેલ નો ઉપયોગ પ્રકૃતિ તરફથી સૌથી મોટી ભેટ છે.તે તમારી સ્કિન પર ની ધૂળ માટી તેમજ ઓઇલ ને સાફ કરવા માટે ઉપયોગી છે.તેનાથી તમારી સ્કિન ગ્લો કરવા લાગે છે.

3.એન્ટી ઇજિંગ ગુણ થી ભરપૂર એલોવેરા માં ઇન્ટીઓક્સિડન્ટ ની માત્રા ઉપસ્થિત હોય છે.જે તમારા ચહેરા પર ની કરચલીઓ ને હટાવવા માં ખુબજ મદદ કરે છે.એલોવેરા જેલ ના નિયમિત ઉપયોગ થી તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાય શકો છો.

4.ત્વચા સૂકી રહેતી હોય તો એનાથી પણ છુટકારો મેળવવા મહત્વ નું યોગદાન ધરાવે છે.

5. ચહેરા ને ખીલ મુક્ત અને દાગ વગર બનાવવા માં એલોવેરા રામબાણ નું કામ કરે છે.

6. ચહેરા માંથી મેકઅપ હટાવવા માટે એલોવેરા જેલ નો ઉપયોગ ખુબજ સારો હોય છે.આનાથી સ્કિન ને કોઈ પણ પફકરનું નુકસાન થતું નથી.

7. શરીર ના સ્ટ્રેચ માર્ક ને હટાવવા માટે પણ એલોવેરા ઘણી હદ સુધી મદદગાર નીવડે છે.એટલા માટે એલોવેરા જેલ માં ગુલાબજળ મેળવીને તેનો ઉપયોગ કરવો ફાયદા કારક ફહે છે.

8. ઘાવ અથવા કઈક લાગ્યા ના નિશાન ને ઠીક કરવા માટે એલોવેરા જેલ ખુબજ અસરકારક સાબિત થાય છે.

9. ફાટી ગયેલ એડી ને એલોવેરા જેલ મુલાયમ અને સુંદર બનાવે છે

10. હોઠો ને મુલાયમ અને ગુલાબ જેવા સુંદર બનાવવા માં પણ એલોવેરા નો હાથ હોય છે.

ચહેરા પર કેવી રીતે લગાવવું એલોવેરા જેલ..

1.ચહેરા પર જો મસા ના નિશાન અથવા તલ ના નિશાન છે તો એના માટે લીમડા ના વૃક્ષ ની છાલ ના રસ માં એલોવેરા જેલ ને મેળવીને લગાવવાથી ઘણા દાગ ગાયબ થઈ જશે.

2. ફેસ ને ચમકદાર બનાવવામાટે 1 ચમચી મધ,1 ચમચી દૂધ અને થોડું એવું ગુલાબજળ ની સાથે ચપટી એક હળદર મેળવીને તેમાં એલોવેરા જેલ ભેળવીને લગાવવાથી ચહેરો સુંદર દેખાય છે.

3.ચહેરા ને સુંદર બનાવવામાટે અજમો,તુલસી ના પાન અબે મધ સાથે થોડું એલોવેરા જેલ નાખી ને લગાવો.

4.ત્વચા પર ના કાળા દાગ દૂર કરવા માટે લીંબુ ની છાલ ને પીસી ને તેમાં એલોવેરા જેલ ભેળવીને ત્વચા પર લગાવો.

5. સ્કિન ના બીજા દાગ દૂર કરવા માટે એલોવેરા જેલ માં ટામેટું મેળવી ને તેને મિક્સ કરી અને લગાવવાથી સારો ફાયદો મળે છે.

6.ઓઈલી સ્કિન થી છુટકારો મેળવવા માટે એલોવેરા જેલ માં ચણા નો લોટ ભેળવી અને તેમાં ચપટી હળદર નકહી ને લગાવવાથી તેમાં પણ રાહત મળશે.

એલોવેરા નું સેવન – સ્કિન સાથે જોડાયેલ કોઈપણ સમસ્યા હોય એલોવેરા હંમેશા રામબાણ ઈલાજ કરે છે.બસ જરૂરત છે ખાલી તેનો ઉપયોગ કરવાની.ઉપર જણાવેલ ઉપાયો પ્રમાણે જો તમે એલોવેરા નો ઉપયોગ કરશો તો તમને સ્કિન સબંધીત બધીજ મુશ્કેલીઓ થી રાહત મળશે.તમે સુંદર અને લાંબા સમય સુધી યુવાન દેખાશો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.