આ સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા પર લસણ નું સેવન કરવાનું હોય છે જોખમી

લસણ ને તંદુરસ્તી માટે ગુણકારી માનવામાં આવે છે પરંતુ ઘણી વખ્ત લસણ નું સેવન કરવાથી શરીર પર ખરાબ પ્રભાવ પડે છે. જે લોકો ને પણ નીચે જણાવેલ તબિયત થી જોડાયેલ સમસ્યાઓ રહે છે, તે લોકો ને લસણ નું સેવન બિલકુલ ના કરવું જોઈએ અને તેને ખાવાથી દુરી રાખવી જોઈએ.

આ સ્થિતિઓ માં ના કરો લસણ નું સેવન

એસીડીટી થવા પર ના ખાઓ લસણ

એસીડીટી ની સમસ્યા થવા પર લસણ નું સેવન ના કરવું જોઈએ. લસણ ખાવાથી એસીડીટી વધારે વધી શકે છે અને પેટ માં બળતરા ની ફરિયાદ થઇ શકે છે. તેથી જો તમારે એસીડીટી ની સમસ્યા રહે છે તો તમે લસણ નું સેવન ના કરો.

ડાયેરિયા ના દરમિયાન ના ખાઓ લસણ

ડાયેરિયા ની બીમારી થવા પર તમે લસણ નું સેવન કરવાનું બંધ કરી દો અને કોઈ પણ ખાવાની વસ્તુ માં તેને ના નાંખો. ડાયેરીયા થવા પર જો લસણ નું સેવન કરવામાં આવે છે તો તબિયત વધારે ખરાબ થઇ શકે છે અને પેટ પર ખરાબ અસર પડે છે.

એનીમિયા ના દર્દીઓ માટે જોખમી

એનીમિયા એટલે શરીર માં લોહી ની કમી થવા પર તમે તેનું સેવન ના કરો. એવું માનવામાં આવે છે કે જે લોકો માં લોહી ની કમી હોય છે જો તે લસણ નું સેવન કરે તો તેમનું હિમોગ્લોબીન નથી વધી શકતું. તેથી જે લોકો પણ એનીમિયા થી પીડિત છે તે લોકો લસણ નું સેવન ના કરો અને શરીરમાં જયારે લોહી નું સ્તર બરાબર થઇ જાય તેના પછી જ લસણ ખાવાનું શરુ કરો.

લો બ્લડ પ્રેશર માં ના ખાઓ લસણ

લો બ્લડ પ્રેશર થવા પર શરીર માં નબળાઈ આવી જાય છે અને શરીર દરેક સમયે થાકેલ રહે છે. એટલું જ નહિ ઘણી વખત તો ચક્કર આવવાની ફરિયાદ પણ થઇ જાય છે. જો તમને પણ લો બ્લડ પ્રેશર રહે છે તો તમે લસણ નું સેવન ના કરો. લસણ ખાવાથી રક્તચાપ ઓછો થઇ જાય છે. તેથી હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે લસણ ને બરાબર માનવામાં આવે છે જયારે લો બ્લડ પ્રેશર ના દર્દીઓ ને તેનું સેવન ના કરવું જોઈએ.

ગર્ભાવસ્થા માં ના ખાઓ લસણ

ગર્ભવતી મહિલાઓ માટે લસણ નું સેવન કરવાનું ઘાતક સાબિત થઇ શકે છે અને તેને ખાવાથી ગર્ભ માં ઉછરી રહેલ શિશુ પર ખરાબ અસર પડે છે. તેથી ગર્ભવતી મહિલાઓ ને લસણ નું સેવન કરવાથી બચવું જોઈએ અને લસણ ના વગર બનેલ ખાવાનું ખાવું જોઈએ.

આંખો માં થાય છે બળતરા

ઘણા લોકો ને લસણ નથી પચતું અને તેનું સેવન કરવાથી તેમને આંખો માં બળતરા ની ફરિયાદ થઇ જાય છે. તેથી જે લોકો ને સામાન્ય રીતે આંખો માં બળતરા ની ફરિયાદ રહે છે તે લોકો પણ તેનું સેવન ના કરો. તેના સિવાય જે લોકો ને પેટ માં બળતરા રહે છે તો તે પણ લસણ નું સેવન ના કર્યા કરો.

લસણ તબિયત માટે ફાયદાકારક હોય છે અને તેને ખાવાનું ઉત્તમ માનવામાં આવે છે. હા આગળ ની વખત તમે જયારે પણ લસણ નું સેવન કરો તો ઉપર જણાવેલ વાતો ને જરૂર ધ્યાન માં રાખો અને તેનું સેવન ત્યારે કરો જયારે તમને ઉપર જણાવેલ કોઈ પણ સમસ્યા ના હોય.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.