જાણો એ મુસ્લિમ મહિલા વિશે કે જે પારા થી બનાવે છે શિવલિંગ..

હિંદુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજાના મહત્વ વિશે કોઈને જણાવવાની જરૂર નથી. 33 કરોડ હિન્દૂ ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવતાઓ છે, જેની સમગ્ર દેશમાં પૂજા થાય છે માન્યતા અનુસાર કેટલાક એવા દેવતાઓ પણ છે જેમને માત્ર ભારતમાં જ નહિ પરંતુ અન્ય દેશોમાં પણ પૂજા કરવામાં આવે છે. તેમાંના એક ભગવાન શિવ છે. વિશ્વના અન્ય દેશોમાં પણ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આજે પણ, ઘણા દેશોમાં તેમના મંદિરો આવેલા છે, જે ખૂબ જ પ્રાચીન છે.

શ્રાવણ મહિનાનો પ્રારંભ થવાનો છે આ મહિનો ભગવાન શિવનો મનપસંદ મહિનો છે. તેઓ આ મહિનામાં ભગવાનની ઉપાસના કરવાથી ભગવાન ખૂબ જ ખુશ થાય છે. આ મહિનામાં ભગવાન શિવની ઉપાસના ગમે તે કરતો હોય,ભગવાન તરત જ તેમની ઇચ્છા પૂર્ણ કરે છે. લોકો આ મહિનામાં ભગવાન શિવની પૂજા સાથે સોમવાર ની ઉજવણી પણ કરે છે. ભારતમાં ભગવાન શિવનાં ઘણા પ્રસિદ્ધ મંદિરો છે. બનારસ માં ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર છે.તે ભગવાન શિવ ની નગરી તરીકે જાણીતું છે.

બનારસ ન લોકો આલમઆરા ને નંદીની કહી ને બોલાવે છે.

ભારત માં વિવિધતા ખુબજ વધારે જોવા મળે છે અહીં કોઈ ધર્મ અને જાતિઓ ના લોકો મળી ને પ્રેમ થી રહે છે.ધાર્મિક સદભાવના નું આ ઉદાહરણ શિવ નગરી બનારસ માં પણ જોવા મળ્યું છે.આજે અમે તમને ત્યાંની એક મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે મુસ્લિમ હોવા છતાં પણ ભગવાન શિવ ની મૂર્તિ બનાવે છે.આના કારણે જ લોકો તેને નંદીની ના નામે ઓળખે છે.જાણકારી અનુસાર બનારસ ના પ્રહલાદ ઘાટ પાસે રહેતી મહિલા આલમઆરા ને લોકો નંદીની ના નામે બોલાવે છે.

પાછલા 15 વર્ષ થી બનાવે છે પારામાંથી શિવલિંગ

તમને જાણી ને હેરાની થશે કે નંદીની પારા માંથી શિવલિંગ બનાવવા નું કામ કરે છે.પારા માંથી શિવલિંગ બનાવવા માટે તેને પહેલા કઠણ પદાર્થ માં ફેરવવો પડે છે.ત્યાર પછી તેને યોગ્ય ઢાળ માં ઢાળી ને શિવલિંગ નો આકાર આપવામાં આવે છે.નંદીની અનુસાર તેઓ પાછલા 15 વર્ષો થી પારા માંથી શિવલિંગ બનાવવા નું કામ કરી રહી છે.હિન્દૂ ધર્મ ની માન્યતાઓ અનુસાર પારો એ ભગવાન શિવ નો જ અંશ છે.આનાથી જ બ્રહ્માંડ ની રચના કરવામાં આવી છે.જાણકારી પ્રમાણે નંદીની ના પતિ પહેલા ઓટો ચલાવવાનું કામ કરતા હતા.પછી તેઓ એ તે કામ છોડી દીધું હતું.

પારા માંથી 2.5 કવીંટલ સુધી ના શિવલિંગ બનાવી ચુકી છે નંદીની

કામ છોડ્યા પછી તેઓ કૈક એવું કામ શોધવા લાગ્યા જે કોઈ બીજું ના કરતું હોય.પતિ ની આ જીદ ના કારણે ઘણા વર્ષો વીતી ગયા પણ કામ ન મળ્યું.પરિવાર ની આર્થિક સ્થિતિ પણ ઘણી બગડી ગઈ.તેઓ એ જણાવ્યું કે એક વાર એક બાબા તેઓ ની ઘરે આવ્યા અને તેઓ એ પારા માથી શિવલિંગ બનાવવાની સલાહ આપી.ત્યારબાદ તેઓ આજ કામ કરવા લાગ્યા.તેણી જણાવે છે કે તેણે 16 ગ્રામ થી લઈ ને 2.5 કવીંટલ સુધી નું શિવલિંગ બનાવ્યા છે.તેના બનાવેલા શિવલિંગ ભારત માં જ નહીં પણ વિદેશો માં પણ જાય છે.શ્રાવણ ના પવિત્ર માસ માં તેના દ્વારા બનેલા શિવલિંગ ની માંગ વધી જાય છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: