3 કુર્તા અને 1 સાયકલ વાળા IIT પ્રોફેસર ની હૃદયસપર્શી કહાની…અવશ્ય વાંચો અને ગમે તો share કરો..

આલોક સાગર ક્યારેક આરબીઆઇ ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ના પ્રોફેસર પણ રહી ચુક્યા છે અને હવે છે મધ્યપ્રદેશ ના દુરદરાજ આદિવાસી ગામો ના હીરો.

IIT દિલ્લી થી એન્જીનીયરીંગ, માસ્ટર્સ ડિગ્રી અને હ્યુસ્ટન થી પીએચડી કરી ચૂકેલા આલોક સાગર પાછળ 32 વર્ષો થી મધ્યપ્રદેશ ના દુરદરાજ આદિવાસી ગામો માં રહી રહ્યા છે, પરંતુ જિંદગી ના બધા આરામ છોડીને તે એવું કેમ કરી રહ્યા છે?

આલોક સાગર પોતાનો પૂરો દિવસ બી એકઠું કરવા અમે તેને આદિવાસીઓ ની વચ્ચે વિતરિત કરવામાં લગાવે છે. તેમને ઘણી ભાષાઓ ની સાથે જ ગ્રામીણ ક્ષેત્ર માં આદિવાસીઓ દ્વારા ઉપયોગ કરવા વાળી બોલીઓ પણ બોલતા આવડે છે.

સરળ નથી હોતું, બધા એશો આરામ છોડીને અભાવો ની જિંદગી જીવવી. એક તરફ જ્યાં દુનિયા નો દરેક વ્યક્તિ ધન-દોલત બંગલો-ગાડી ની પાછળ ભાગી રહ્યા છે, ત્યાં આલોક સાગર જેવા લોકો પણ છે, જે જો ઇચ્છે તો કંઈ પણ બની શકતા હતા, કેટલા પણ પૈસા કમાઈ શકતા હતા, પરંતુ તેમને મુશ્કેલો થી ભરેલું જીવન પસંદ કર્યું અને સૌથી સારી વાત કે તે પોતાના આ નિર્ણય થી સંતુષ્ટ અને ખુશ છે.

આઇઆઇટી દિલ્લી થી એન્જીનીયરીંગ માં ડિગ્રી ની સાથે માસ્ટર્સ ડિગ્રી અને હ્યુસ્ટન થી પીએચડી કરવા વાળા આલોક સાગર પૂર્વ આઇઆઇટી પ્રોફેસર છે. સાથે જ તે આરબીઆઇ ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન ના પ્રોફેસર પણ રહી ચુક્યા છે અને હવે 32 વર્ષો થી મધ્યપ્રદેશ ના દૂરદરાજ આદિવાસી ગામો માં રહે છે. ત્યાં રહેતા તે ત્યાં ના લોકો ને ઉત્થાન માં પોતાની મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે. કોઈ પણ પ્રકારના લાલચ અને જરૂરત ને એક તરફ છોડીને તે પુરી રિતે આદિવાસીઓ ના ઉત્થાન માટે સમર્પિત છે.

આઇઆઇટી દિલ્લી માં ભણાવતા આલોક એ ભારતીય રિઝર્વ બેન્ક ના પૂર્વ ગવર્નર, રઘુરામ રાજન સહિત ઘણા વિદ્યાર્થીઓ ને તૈયાર કર્યા હતા. પ્રોફેસર ના પદ થી રાજીનામુ આપ્યા પછી, આલોક એ મધ્યપ્રદેશ ના બેતુલ અને હોશંગાબાદ જિલ્લાઓ માં આદિવાસીઓ માટે કામ કરવાનું શરૂ કર્યું. પાછળ ના 26 વર્ષો થી તે 750 આદિવાસીઓ ની સાથે એક દુરદરાજ ના ગામ કોછમુ માં રહી રહ્યા છે, જ્યાં ના તો વીજળી છે અને ના પાક્કા રસ્તા સિવાય એક પ્રાથમિક વિદ્યાલય ના.

આલોક નું પૂરું જીવન નેક સારા કામો થી ભરેલું છે. તેમની સાદગી તેમના વ્યક્તિત્વ ને પ્રેરણાદાયક બનાવે છે. હજુ સુધી આલોક એ આદિવાસી જગ્યાઓ માં કુલ 50,000 થી વધારે વૃક્ષો લગાવ્યા છે અને તેમનો વિશ્વાસ છે કે લોકો જમીની લેવલ પર કામ કરીને દેશ ને સારી સેવા આપી શકે છે. એક અંગ્રેજી ન્યુજપેપર ની સાથે પોતાના ઈન્ટરવ્યૂ માં વાત કરતા આલોક કહે છે કે, ‘ભારત માં લોકો એટલી બધી સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે, પરંતુ તે લોકો ની સેવા કરવા અને કંઈક સારું કામ કરવાની ની જગ્યાએ પોતે પોતાને સૌથી વધારે બુદ્ધિમાન અને બેસ્ટ સાબિત કરવામાં લાગેલા છે.’

દેશ દુનિયા ની વાતો છોડીને આલોક ખામોશી થી પોતાનું કામ કરી રહ્યા છે. પાછળ ના વર્ષે બૈતુલ જિલ્લો ચૂંટણી દરમિયાન સ્થાનીય અધિકારીઓ ને તેમના પર સંદેહ થયો અને તેમને બૈતુલ થી ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું. ત્યારે આલોક એ જિલ્લા પ્રશાસન ની સામે પોતાની વિભિન્ન શૈક્ષીક યોગ્યતા ની લાંબી સૂચિ નો ખુલાસો કર્યો. પત્રિકા ના મુજબ અધિકારી ત્યારે આશ્ચર્યચકિત રહી ગયા, જયારે સત્યાપિત કરવા પર તેમની બધી યોગ્યતા સાચી મળી.

અલોક ની સાદગી તેમના જીવન ને ખરેખર પ્રેરણાદાયક બનાવે છે. આલોક ની પાસે ફક્ત ત્રણ કુર્તા અને એક સાયકલ છે. તે પોતાનો પૂરો દિવસ બી એકઠા કરવા અને તેને આદિવાસીઓ ની વચ્ચે વિતરિત કરવામાં લગાવે છે. આલોક ઘણી ભાષાઓ ની સાથે જ ક્ષેત્ર માં આદિવાસીઓ દ્વારા ઉપયોગ કરવા વાળી જુદી-જુદી બોલીઓ બોલી શકે છે. ‘શ્રમિક આદિવાસી સંગઠન’ થી બહુ નજીક જોડાયેલા આલોક પોતાનો વધારે સમય આદિવાસીઓ ના ઉત્થાન માટે કામ કરતા વિતાવે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

 

Tags: