રસ્તા અકસ્માત માં ઘાયલ લોકો માટે ‘ફ્રી ઓટો એમ્બુલન્સ’ ચલાવે છે આ 76 વર્ષીય સરદારજી

કોઈ નો જીવ બચાવવાથી મોટી સેવા કંઈ નથી હોઈ શકતી. હા ઘણી વખત લોકો એટલા કઠોર દિલ બની જાય છે કે તેમની આંખો ની સામે જો કોઈ વ્યક્તિ તડપી તડપી ને મારી પણ રહ્યો હશે તો તે તેની મદદ કરવાની જગ્યાએ આગળ નીકળી જશે. આપણે આજકાલ તે સમાજ માં રહીએ છીએ જ્યાં જો કોઈ વ્યક્તિ દુર્ઘટના નો શિકાર થઇ જાય તો તેનો વિડીયો બનાવવા 10 લોકો ઉભા થઇ જશે પરંતુ તેની મદદ એ એક પણ આગળ આવી જાય તો બહુ મોટી વાત હોય છે. એવામાં આજે અમે તમને 76 વર્ષ ના એક એવા માણસ થી મળવવા જઈ રહ્યા છીએ જે વગર કોઈ અંગત સ્વાર્થે દુર્ઘટના ના શિકાર થયેલ લોકો ની મદદ મફત માં કરે છે.

આ છે 76 વર્ષીય હરજિંદર સિંહ. દિલ્લી ના રહેવા વાળા હરજિંદર પહેલા ટ્રાફિક વાર્ડન ની ભૂમિકા પણ નિભાવી ચુક્યા છે. આ દરમિયાન તેમને ઘણા એવા મામલા દેખ્યા છે જ્યાં લોકો રસ્તા દુર્ઘટના ના કારણે દમ તોડી દેતા હતા કારણકે તેમને સમય પર કોઈ મદદ નહોતી મળી શકતી. હરજિંદર ને આ દેખીને બહુ દુખ થતું હતું. એવામાં તેમને પોતાની અંગત મફત ઓટો એમ્બુલન્સ ની સેવા શરુ કરી દીધી. હરજિંદર ની પાસે પોતાનો એક ઓટો છે. તે પોતાનું કામ અઠવાડિયું પૂરું થયા પછી ઓટો માં ઇંધણ ભરે છે અને દિલ્લી ના રસ્તાઓ માં મદદ આપવાના ઈરાદા થી નીકળી પડે છે. તે વધારે કરીને તે જગ્યાઓ માં ફરે છે જ્યાં દુર્ઘટના ના મામલા વધારે હોય છે.

હરજિંદર જણાવે છે કે “બહુ બધા મામલાઓ માં લોકો રસ્તા પર ફક્ત તેથી મરી જાય છે કારણકે તેમને સમય પર મદદ નથી મળી શકતી. લોકો ઉભા રહે છે અને તેમને મરતા દેખે છે. હું તે લોકો ની જેમ નથી બનવા માંગતો.”

તે આગળ કહે છે “તેની શરૂઆત ત્યારે થઇ જયારે એક વખત મેં એક એક્સીડેન્ટ થતો દેખ્યો. ત્યારે હું તે ઘાયલ વ્યક્તિ ને સીધી નજીક ની હોસ્પિટલ લઇ ગયો. બસ ત્યાર થી લઈને અત્યારે સુધી મેં ક્યારેય પાછળ વળીને નથી દેખ્યું અને જયારે પણ મને કોઈ એવો મામલાઓ દેખાય છે હું મદદ જરૂર કરું છું.”

એટલું જ નહિ હરજિંદર એ first aid કોર્સ માં સર્ટીફીકેટ પણ લઇ રાખ્યું છે. એવામાં જો જરૂરત હોય તો તે કોઈ પણ ઘાયલ વ્યક્તિ ને જગ્યા પર જ પ્રાથમિક મેડીકલ ઈલાજ આપી દે છે. તેના સિવાય તે જરુરતમંદ લોકો ને મફત માં ડાયાબીટીસ ની ગોળીઓ પણ આપે છે. હરજિંદર ની બધી સેવાઓ ફ્રી જ હોય છે. તેમના આ નેક કામ એ દિલ્લી ના ઘણા લોકો નું ધ્યાન આકર્ષિત કર્યું છે. જે પણ તેમના વિષે સાંભળે છે પ્રશંસા કર્યા વગર રહી નથી શકતા. તેમના કામ થી ઈમ્પ્રેસ થઈને ઘણા લોકો એ પોતાના સોશિયલ મીડિયા પર તેમની આ કહાની અને ફોટા પણ શેયર કર્યા છે.

હરજિંદર એ પોતાના ઓટો પર મોબાઈલ નંબર પણ લખી રાખ્યો છે. એવામાં તમારે પણ જો દિલ્લી માં ક્યાય કોઈ દુર્ઘટના થતી દેખાઈ દે છે તો તમે તેમને કોલ કરી શકો છો. જો તે આ એરિયા ના આસપાસ હશે તો જરૂર હેલ્પ કરશે. તેના સિવાય તમે સ્વયં પણ જો કોઈ અકસ્માત થતો દેખો તો તે વ્યક્તિ ની મદદ માટે આગળ આવી શકો છો.

આજે હરજિંદર જેવા લોકો ના કારણે જ આજે માણસાઈ જીવે છે. આપણા દેશ ના તેમના જેવા બીજા પણ લોકો ની જરૂરત છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: