લોકડાઉન માં બાળકો સાથે આ શું કરી રહ્યા છે ક્રિકેટર્સ? કોઈ એ કાપ્યા દીકરા ના વાળ તો કોઈ લઇ રહ્યું છે મસાજ

કોરોના વાયરસનો પ્રકોપ રોકાવાનું નામ નથી લઈ રહ્યો. ભારતમાં અત્યાર સુધીમાં 4000 થી વધુ દર્દીઓ સામે આવ્યા છે. આ વાયરસ થી ભારતમાં અત્યાર સુધીમાં 114 લોકોનાં મૃત્યુ પણ લઇ ચુક્યા છે. કોવિડ-19 નામનો આ વાયરસ સામાન્ય ફ્લૂ કરતા ત્રણ ગણો વધારે ઝડપથી ફેલાય છે. આ જ કારણ છે કે તેનો ફેલાવો અટકાવવા દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉનને કારણે, દરેક લોકો તેમના ઘરોમાં કેદ થઈને રહી ગયા છે. પછી તે સામાન્ય માણસ છે કે મોટો સ્ટાર. એકાંતના આ સમયમાં, તમે બધાએ અત્યાર સુધી બોલીવુડ સ્ટાર્સના ઘણા વીડિયો દેખ્યા હશે, જેમાં તે ઘર માં અલગ અલગ કામ કરતા નજર આવી રહ્યા છે. હવે આજે અમે તમને ભારતીય ક્રિકેટર્સ ની અંગત લાઈફ ની કેટલીક ઝલક દેખાવા જઈ રહ્યા છીએ.

આ લોકડાઉનમાં એક બાબત સારી રીતે ચાલી રહી છે તે છે કે આપણે બધાને પોતાના પરિવાર સાથે સારો સમય પસાર કરવાની તક મળી રહી છે. આવી સ્થિતિમાં, ભારતીય ક્રિકેટરો પણ આ તકનો લાભ ઉઠાવતા પોતાના બાળકો સાથે ઘરે એક બહુ સારો સમય વિતાવવા માટે લઈ રહ્યા છે. આજે આપણે ફોટા અને વીડિયોજ દ્વારા તેમની પર્સનલ લાઈફ પર એક નજર નાંખીશું.

સુરેશ રૈના

સુરેશ રૈના આ લોકડાઉનમાં પોતાની પુત્રી ગ્રેસિયા રૈના સાથે ક્રિકેટ રમી રહ્યો છે. રૈનાની આઈપીએલ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) દ્વારા પોસ્ટ કરાયેલા વીડિયોમાં તે એક બાળક માટે બોલિંગ કરે છે, જ્યારે તેમની દીકરી ગ્રેસિયા એમ્પાયરીંગ કરતી નજર આવે છે.

શિખર ધવન

ક્રિકેટ ના જગતના ગબ્બરસિંહે એટલે કે શિખર ધવને પોતાના ટ્વિટર હેન્ડલ પર એક બહુ મજેદાર ફોટો શેયર કર્યો છે. આ ફોટોમાં તે પુત્ર જોરાવર ધવન સાથે સોફા પર બેઠા છે. તેને મીમ નું રૂપ આપતાં શિખરે ‘ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ’ કેપ્શનમાં લખ્યું છે, હકીકતમાં શિખરે પોતાના પુત્રને પણ પોતાની હેયરકટ આપી દીધો, જેના પર તેમને મજેદાર મીમ બનાવ્યો છે.

યુસુફ પઠાન

લોકડાઉન પિરિયડમાં ક્રિકેટર યુસુફ પઠાણ આરામ ફરમાવતા પોતાના પુત્રને મસાજ કેવી રીતે કરવો તે શીખવી રહ્યા છે. તેમનો આ વીડિયો માં સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

રોહિત શર્મા

View this post on Instagram

Mine ❤️

A post shared by Ritika Sajdeh (@ritssajdeh) on

શ્રેષ્ઠ બેટ્સમેન રોહિત શર્મા આ દરમિયાન પોતાની પુત્રી સમાયરા સાથે વધારે થી વધારે સમય વિતાવી રહ્યા છે. આ ફોટોમાં તેમની પુત્રી પિતાના ખોળામાં આરામ ફરમાવી રહી છે.

રુદ્ધિમાન સાહા

આપણા ઋદ્ધિમાન સાહા જી આ ફ્રી ટાઇમમાં તેમના દીકરા સાથે મસ્તી કરી રહ્યા છે. આ ફોટા માં તેમનો પુત્ર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોની

View this post on Instagram

❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

ધોની ની પુત્રી જીવા સોશિયલ મીડિયા પર કોઈ સ્ટાર થી ઓછી નથી. તેમના દરેક ફોટા અથવા વિડિઓ હંમેશા વાયરલ થતા રહે છે. આ વીડિયોમાં જીવા પપ્પા ધોની ના સાથે ઘરની સફાઇ કરાવી રહી છે.

તેમ તો તમને તેમાંથી સૌથી વધારે સારી જોડી કોની લાગી અમને કોમેન્ટ માં જરૂર જણાવો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.