અચાનક થી આ દિગ્ગજ ખેલાડી એ લીધો સન્યાસ, ટીમ માં નહોતી મળી રહી જગ્યા

ટીમ ઇન્ડિયા ના પૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણ એ ક્રિકેટ ના બધા ફોર્મેટ થી સન્યાસ ની ઘોષના કરી દીધી છે. જણાવી દઈએ કે ઈરફાન પઠાણ ક્યારેક ટીમ ઇન્ડિયા ના પ્રમુખ સ્વીંગ બોલરો માંથી એક હતા. તેમને ઇન્ડિયા માટે 29 ટેસ્ટ, 120 વનડે અને 24 ટી-20 મેચ રમ્યા છે. ઈરફાન પઠાણ એ ઇન્દીય્ન્ન ટીમ ને ઘણા ખાસ મુકાબલા માં જીત અપાવી. પરંતુ હવે 35 વર્ષીય ઈરફાન એ ક્રિકેટ ના બધા ફોર્મેટ થી સન્યાસ લઇ લીધો છે. તેમના ભવિષ્ય ની યોજના ની વાત કરવામાં આવે તો પાછળ ના 2 વર્ષ થી તે કોમેન્ટ્રી થી જોડાયેલ છે તો નિશ્ચિત રૂપ થી તેના પર તે ફોકસ કરી શકે છે. તેના સિવાય તે વિદેશો માં ફ્રેન્ચાઈજી ક્રિકેટ માં ઉપલબ્ધ રહી શકે છે.

જણાવી દઈએ કે 2018 માં તેમને પોતાના હોમ ટીમ બરોડા નું પ્રતિનિધિત્વ કર્યું હતું. અને આ વર્ષે જમ્મુ કશ્મીર ટીમ ના સાથે મેંટોર ના રૂપ માં પણ જોડાયેલ હતા. ઈરફાન પઠાણ છેલ્લી વખત ટીમ ઇન્ડિયા માટે 8 વર્ષ પહેલા એટલે 2012 માં ઉતર્યા હતા. ત્યાં તે કોલંબો માં ટી-20 વર્લ્ડ કપ ના મુકાબલે સાઉથ આફ્રિકા ના સામે રમ્યા હતા. તેના સિવાય ઘરેલું ક્રિકેટ માં તે 2019 માં જમ્મુ કશ્મીર ટીમ ને પ્રતિનિધિત્વ કરતા દેખાયા હતા. જ્યારે આ વર્ષે થયેલ આઈપીએલ ની નીલામી થી પહેલા તેમને પોતાને નીલામી પુલ થી હટાવી લીધા હતા.

ઈરફાન ડાબા હાથ ના સ્વીંગ બોલર હતા. તેમની બોલિંગ માં ગતી નહોતી. પરંતુ તે હંમેશા જમણા હાથ ના બેટ્સમેનો માટે પરેશાની બનતા હતા. ડાબા હાથ ના બેટ્સમેનો માટે તેમની સ્વીંગ ક્ષમતા સ્વાભાવિક હતી. આ સ્વભાવ એ તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માં તરત સફળતા અપાવી. તેમને 2003 માં ઓસ્ટ્રેલીયા ના સામે એડીલેડ ટેસ્ટ માં પોતાનું ડેબ્યુ કર્યું હતું. અને તેના પછી થી તે ક્યારેય પાછળ વળીને ના દેખ્યું. પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શન થી હંમેશા પોતાના ફેંસ નું દિલ જીતતા હતા. તેમના ઓલરાઉન્ડર રમત ને દેખતા તેમની તુલના કપિલ દેવ થી પણ કરવામાં આવી. બધાને એવું લાગી રહ્યું હતું કે ભારત ને તે ઓલરાઉન્ડર મળી ચુક્યા છે, જેની બધાને શોધ હતી. જે ઓલરાઉન્ડર ની જગ્યા કપિલ દેવ ના પછી થી ખાલી થઇ ગઈ હતી. તે ઈરફાન પઠાણ ભરતા દેખાઈ રહ્યા હતા.

ઈરફાન પઠાણ એ પોતાના સન્યાસ નું એલાન કરતા કહ્યું- આજે હું બધા પ્રકારના ક્રિકેટ થી સન્યાસ લઇ રહ્યો છું. આ મારા માટે ભાવુક સમય છે. પરંતુ આ એવો સમય છે જે દરેક ખિલાડી ની જિંદગી માં આવે છે. હું એક નાની જગ્યા થી છું. પરંતુ મને સચિન તેન્દુલકર અને સૌરવ ગાંગુલી જેવા મહાન ખિલાડીઓ ની સાથે રમવાની તક મળી. જેની દરેક લોકો ને તમન્ના હોય છે. આગળ તેમને કહ્યું કે જો હું પાછળ વળીને દેખું છું તો ઘણા ક્ષણ યાદગાર છે, મેથ્યુ હેડન ના રૂપ માં પહેલી આંતરરાષ્ટ્રીય વિકેટ તેમાંથી એક છે. મને પદાર્પણ કરવા પર જે કેપ મળી હતી, તે પણ ખાસ સમય હતો. આ મારા દિલ ના સૌથી નજીક છે, કારણકે તમે આ કેપ માટે પૂરી મહેનત કરતા હોય. ઈરફાન એ પોતાના ટેસ્ટ હેટ્રિક ને પણ યાદ કરી, પરંતુ તેમને કહ્યું કે હું અંગત રીતે આ હેટ્રિક ની વાત નથી કરતો, કારણકે અમે તે મેચ હારી ગયા હતા.

જણાવી દઈએ કે ઈરફાન પઠાણ 2007 ના વર્લ્ડ કપ વિજેતા ટીમ નો ભાગ હતા. તે વર્લ્ડ કપ ફાઈનલ મેચ ના મેન ઓફ દ મેચ પ પસંદ કરવામાં આવ્યા હતા. તેમને 29 ટેસ્ટ માં 1105 રન અને 110 વિકેટ લીધી જ્યારે 120 વનડે માં 1544 રન અને 173 વિકેટ લીધી છે. તેમના સિવાય 24 ટી-20 મેચો માં 172 અને 28 વિકેટ લીધી છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: