15 વર્ષ ની છોકરી એ તોડ્યો સચિન નો 30 વર્ષ જુનો રેકોર્ડ, મેદાન માં બુમો પાડતી હતી- ‘સચિન સચિન’

ભારતીય ક્રિકેટ ને દિવસે દિવસે નવું સ્તર મળતું જઈ રહું છે, જેમાં આવ્યા દિવસે નવા સિતારા ઉભરીને સામે આવી રહ્યા છે. પછી ભલે વાત પુરુષ ક્રિકેટ ટીમ ની હોય કે પછી મહિલા ક્રિકેટ ટીમ ની. બન્ને જ ક્રિકેટ ટીમ વિશ્વ પટલ પર ભારત નું નામ રોશન કરી રહી છે. આ સિલસિલા માં આજે અમે વાત મહિલા ક્રિકેટ ટીમ ની કરીશું, જેના એક ખિલાડી એ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર નો રેકોર્ડ તોડી દીધો છે. હા તે ખિલાડી નું નામ શફાલી વર્મા છે, જેમની ઉંમર ફક્ત 15 વર્ષ છે. એટલું જ નહિ, 15 વર્ષ ની શફાલી વર્મા એ સચીન તેંદુલકર નો વર્ષો જુનો રેકોર્ડ તોડી નાંખ્યો.

શફાલી વર્મા એ ના ફક્ત સચિન તેંદુલકર નો રેકોર્ડ તોડી ચુક્યો છે, પરંતુ તેમને હિટમેન ને પણ પાછળ છોડ્યું છે. જણાવી દઈએ કે શફાલી વર્મા 9 વર્ષ ની ઉંમર માં મેદાન માં ઉભી થઈને સચીન સચિન બુમો પાડતી હતી, જેના પછી હવે 15 વર્ષ ના ઉંમર માં સચિન જેવા જજ્બા અને જોશ તેમાં દેખવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે શફાલી વર્મા એ ઇન્ટરનેશનલ મેચ રમતા પોતાનું પહેલું અર્ધશતક જડ્યું, જેના પછી પૂરી દુનિયા તેમની દીવાની થઇ ગઈ અને દરેક લોકો તેમના નામ ની માળા જપી રહ્યા છે.

તુટ્યો સચિન નો 30 વર્ષ જુનો રેકોર્ડ

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકર એ 30 વર્ષ પહેલા ઈંટરનેશનલ લેવલ પર સૌથી નાની ઉંમર માં અર્ધશતક બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરીને રાખ્યું હતું, જે સમયે તેમની ઉંમર 16 વર્ષ હતી, એવામાં હવે શફાલી એ 15 વર્ષ ની ઉંમર માં સચિન નો ત્રીસ વર્ષ જુનો રેકોર્ડ બ્રેક કરી દીધો. જણાવી દઈએ કે શફાલી વર્મા ની ઉંમર અત્યારે ફક્ત 15 વર્ષ છે, જેમને 49 બોલ માં 73 રન ની શાનદાર પારી રમી. એટલે સાફ છે કે ભારતીય મહિલા ટીમ ને એક સચિન મળી ગઈ છે, જે એક લાંબી પારી રમવાના ઈરાદા થી મેદાન માં આવી છે.

શફાલી વર્મા એ ના ફક્ત સચિન નો રેકોર્ડ તોડ્યો પરંતુ તેમને રોહિત શર્મા નું સૌથી નાની ઉંમર માં ટી-20 માં 50 રન બનાવવાનો રેકોર્ડ પણ તોડી દીધો, જેના પછી તે પહેલી ભારતીય ની ગઈ, જેમને ટી-20 માં સૌથી નાની ઉંમર માં 50 રન બનાવ્યા. જણાવી દઈએ કે શફાલી વર્મા ને ક્રિકેટ બાળપણ થી જ પસંદ હતું. જેના કારણે તે સચિન તેંદુલકર ને રમતા ખુબ દેખતી હતી અને તેમને ચીયર્સ કરવા માટે તે મેદાન માં પણ જતી હતી, પરંતુ અહીં સુધી પહોંચવાનું સફર તેમના માટે સરળ નહોતું.

મીડિયા રીપોર્ટસ ની માનીએ તો શફાલી વર્મા ને ક્રિકેટ એકેડેમી માં દાખલો નહોતો મળી રહ્યો, કારણકે તે એક છોકરી હતી, એવામાં તેમના માટે અહીં સુધી પહોંચવાનું બહુ મોટી વાત છે. શફાલી વર્મા એ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું કે તેમના પિતા ઇચ્છતા હતા કે તેમની દીકરી ઇન્ટરનેશનલ લેવલ પર ક્રિકેટ રમ્યા, જે હવે પૂરું થઇ ચુક્યું છે. એટલે સાફ છે કે શફાલી વર્મા ના હાથો માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ નું ભવિષ્ય ઉજ્જવળ દેખાઈ આવી રહ્યું છે અને તેમના ફેંસ તો આ ઈચ્છે છે કે તે ભારત ની બીજી સચીન બની જાય.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: