7 કિમી લાંબી લાગી ગઈ પંગત, હનુમાનજી નો પ્રસાદ પરોસવા માટે લગાવવા પડ્યા 10 હજાર લોકો

  • News

મંગળવાર ના દિવસે ઇન્દોર શહેર માં એક એવા ભોજન નું આયોજન કરવામાં આવ્યું જેવું આજ થી પહેલા ક્યારેય પણ કોઈ એ પણ નહિ દેખ્યું હોય. આ ભોજન માં 7 કિમી લાંબા રસ્તા પર સામે-સામે બે લાઈનો માં બેસીને લગભગ 1000000 લોકો એ ખાવાનું ખાધું. ભોજન પરોસવાની જવાબદારી 10000 લોકો એ સંભાળી હતી. લોકો ને ભોજન પરોસવા માટે ગાડીઓ નો ઉપયોગ કરવામાં આવ્યો. આ ભોજન માં બજરંગબલી નો પ્રસાદ ગ્રહણ કરવા માટે ઇન્દોર શહેર માં રહેવા વાળા દરેક વ્યક્તિ સામેલ થયા. સૌથી ખાસ વાત આ છે કે આ ભોજન બપોર થી લઈને રાત્રે મોડા સુધી ચાલ્યું અને સવાર થવા સુધી રસ્તાઓ ના પહેલા ની જેમ સાફ સુથરા કરી દેવામાં આવ્યા. તેનાથી પહેલા ઇન્દોર માં આ પ્રકારનું મહાભોજન નું આયોજન નહોતું કરવામાં આવ્યું. તેના સિવાય પુરા દેશ માં પણ આ પ્રકારના મહાભોજન નું આયોજન થતા ક્યાય પણ નથી દેખવામાં આવ્યું.

અહીં 7 કિલોમીટર લાંબી પંગત માં બેસીને લોકો એ હનુમાનજી નો પ્રસાદ ગ્રહણ કર્યો. ભોજન ના આયોજક આ દાવો કરી રહ્યા છે આ ભોજન માં લગભગ 10,00000 થી પણ વધારે લોકો એ ભોજન કર્યું છે. બજરંગબલી ના પ્રસાદ ને ગ્રહણ કરવા માટે લોકો હજાર હજાર ના ઝુંડ માં આવી રહ્યા હતા અને ભોજન ગ્રહણ કરવા માટે રસ્તા ના કિનારે રાહ જોઇને ઉભા હતા. ભોજન ની વ્યવસ્થા માં લાગેલ હજારો લોકો ભાગી ભાગીને લોકો ને હનુમાનજી નો પ્રસાદ વહેંચવામાં લાગેલ હતા. 7 કિલોમીટર લાંબા રસ્તા પર એક સાથે પંગત માં બેસેલ લોકોને ઈરીક્ષા, બાઈક, લોડીંગ રીક્ષા જેવા વાહન થી ભોજન પરોસવામાં આવી રહ્યું હતું. આ ભોજન ને બનાવવા માટે 2000 ડબ્બા શુદ્ધ ઘી, 1000 ક્વિન્ટલ લોટ, 1000 ક્વિન્ટલ ખાંડ, 500 કિલો શાકભાજી, 500 ક્વિન્ટલ બેસન, 500 કિલો મસાલા નો ઉપયોગ કરવામાં આવતો હતો.

હનુમાનજી ની આ પ્રતિમા નું નિર્માણ કરાવવામાં 14 વર્ષ લાગ્યા. હનુમાનજી ની આ પ્રતિમા 72 ફૂટ ઉંચી છે અને આ પ્રતિમા ને અષ્ટ ધાતુ થી બનાવવામાં આવે છે. હનુમાનજી ની અષ્ટ ધાતુ થી બનેલ પ્રતિમા ની પ્રાણ પ્રતિષ્ઠા માટે 9 દિવસીય અનુષ્ઠાન રાખવામાં આવ્યું હતું. આ અનુષ્ઠાન ના મહા પ્રસાદ ના રૂપ માં 10 લાખ લોકો ને ભોજન કરાવીને આ કાર્યક્રમ નું સમાપન થયું. પ્રસાદ ને ગ્રહણ કરવા માટે ઇન્દોર ના સાથે સાથે ઉજ્જૈન, દેવાસ, રાઉં અને આસપાસ ના શહેરો થી પણ લોકો સામેલ થવા આવ્યા હતા. લોકો ને પાણી પીવડાવવાની જવાબદારી સ્થાનીય લોકો એ સંભાળી રાખી હતી. લોકો એ પોતાના ઘર અને દુકાનો ના બહાર પાણી ની મોટી મોટી કેન રાખેલ હતી. ભોજન ના કારણે ઇન્દોર શહેર માં હજારો ઘર માં ખાવાનું ના બનાવવામાં આવ્યું.

લોકો પોતાના પુરા પરિવાર ના સાથે હનુમાનજી ના મહાપ્રસાદ ને ગ્રહણ કરવા માટે આ આયોજન માં સામેલ થયા. 7 કિલોમીટર લાંબા રસ્તા માં લોકો એ પોતાની સુવિધા ના મુજબ નજીક ના સ્થાનો પર ભોજન ગ્રહણ કર્યું. ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય મહાસચિવ ઇન્દોર ના રહેવા વાળા કૈલાશ વિજયવર્ગીય પણ આ આયોજન થી જોડાયેલ હતા. વિજયવર્ગીય એ આજ થી 16 વર્ષ પહેલા પીત્રેશ્વર હનુમાનજી ના રૂપ માં આ મૂર્તિ ની સ્થાપના નો પ્રણ લીધો હતો. કૈલાશ વિજયવર્ગીય એ જણાવ્યું કે મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા થઇ જવા સુધી તેમને જે અન્ન ગ્રહણ ના કરવાનો સંકલ્પ લીધો હતો તે પણ પૂરો થયો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: