પિતાનુ પાર્થિવ શરીર ઘરે પહોંચતા જ 5 વર્ષ નો છોકરો બોલ્યો – મને બંદૂક દો, આતંકીઓને છોડીશ નહીં

14 ફેબ્રુઆરી પર પુલવામા માં થયેલી ત્રાસવાદી હુમલામાં સીઆરપીએફ ના 40 થી વધુ જવાન શહીદ થઈ ગયા. સંપૂર્ણ દેશ જવાનોની શાહદત પર શૉક મનાવે છે.આ કાયરતાપુર્ણ હુમલો ત્યારે થયો જ્યારે જવાનોની ગાડીનો કાફિલા ડિપ્લોયમેન્ટ માટે બેઝ કેમ્પ જઇ રહ્યો હતો.આ હુમલા પછી દેશભરના લોકો પાકિસ્તાનની નિંદા કરી રહ્યા છે અને આક્રમણખોરો નો વિરોધ કરે છે.આમ આદમીથી લઇને બોલીવુડ તારાઓ પણ આ હુમલા પર પોત પોતાનો શોક વ્યક્ત કર્યો છે.જણાવી દઈએ કે શહિદ થયેલ જવાનો માથી 5 જવાન રાજસ્થાનના હતા. અને તેઓ માના એક હતા હેમરાજ મીના.

રાજસ્થાનના રહેવાસી હતા હેમરાજ

કોટા જીલ્લાના સાંગોદ ના વિનોદ કલા ગામના હેમરાજ મીના (43) સીઆરપીએફના 61 માં બટાલિયનમાં હતા.તે છેલ્લા 18 વર્ષથી સૈન્યમાં નોકરી કરે છે. આજે તેમનો અંતિમ સંસ્કાર તેમના ગામ વિનોદ કલા મા થયો હતો.તેમના મોટા પુત્ર અજયે તેમને મુખાગ્નિ આપી હતી.અંત્યેષ્ટિ દરમિયાન એક બાજુ જ્યાં બધા લોકો પોતાની ભાવનાઓને કબુમા કરવાનો પ્રયત્ન કરતા હતા ત્યાં તેમના 5 વર્ષના પુત્રએ ભારત માતાનો જયકાર કરીને બધાને રડાવી દીધા.શવ યાત્રા ગામ પહોંચ્યા પર શહીદના પિતા,પત્ની,પુત્ર-દીકરીઓ અને કુટુંબોએ પાર્થિવ શરીરને નમન કર્યું. ત્યાં હાજર તેમનો 5 વર્ષનો પુત્ર પણ ખૂબ રોડ્યો અને પછી ભારત માતાની જય કરવા લાગ્યો. આ જોઈ જ ત્યાં હાજર બધા લોકોની આંખો ભીની થઈ.

નાની ઉંમર માં મોટી શીખ

હેમરાજના અંતિમ સમારંભના સમયે જ્યારે લોકો ભારતના માતાની જય બોલાવતા હતા સાથે પાકિસ્તાન વિરોધી નારા લાગતા હતા ત્યારે જ અચાનક ભીડ સાથે બહાદુર પુત્ર પણ નારા લાગાવતો હતો.તે સિંહની જેમ મ ઊભો થઈ ગયો અને બોલ્યો,”પાકિસ્તાન મુર્દબાદ”.તે કદાચ આ વાતથી અજાણ હતો કે તેના પપ્પા હવે ક્યારેય ઘરે પાછા આવશે નહીં. શહીદ હેમરાજના પિતા,પત્ની, પુત્ર-દિકરીઓ અને કુટુંબોએ તેમને નમન કર્યાં અને ભીની આંખોથી વિદાય આપી. હેમરાજને તેમના મોટા પુત્ર અજય અને નાના પુત્ર રષભે મુખાગ્નિ આપી. સીઆરપીએફ અને કોટા ગ્રામીણ પોલીસની ટુકડીઓએ ગાર્ડ ઓફ હોનરનું માન આપીને 25 રાઉન્ડ ફાયર કર્યા.

5 વર્ષ નો છોકરો બોલ્યો – મને બંદૂક આપો, નહીં છોડુ આતંકીઓને

મોટા પુત્ર અજય અે કહ્યું કે તે તેને પિતાની શાહદત્ત પર ગર્વ છે.અને 5 વર્ષ ના ૠષભ ને હજી દુનિયાદારી ની સમજ નથી.તેણે જ્યારે ઘરે આવીને બધા લોકોને રડતા-કકળાટ કરતા જોયા ત્યારે કહ્યું – હું પોલીસમાં જાઇશ,અને આતંકીઓને બંદૂક થી મારીશ. મને બંદૂક અપો, આતંકીઓને છોડીશ નહીં.

મોટા ભાઈ રામવિલાસે કહ્યું કે જ્યારે હેમરાજ નાગપુરમાં તાલીમ લેવા આવ્યા હતા,તો સોમવારે થોડાક સમય માટે ગામમા આવ્યા હતા. બુધવારે જમ્મુ-કેશ્મીર પહોંચતા જ બપોર પછી તેમની શાહદત્તના સમાચાર આવ્યા.જતા સમયે હેમરાજે પત્નીને વચન આપ્યું હતુ કે તે 20 દિવસ પછી પાછો આવશે. પછા આવીને પરિવાર સાથે બહાર ફરવા જવાનું પણ વચન આપ્યું હતુ.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: