સર્જીકલ સ્ટ્રાઈક 2: ભારત-પાક માં યુદ્ધ ના હાલત, બન્ને માં બોલાવવામાં આવી છે આપાત બેઠક

બીજી સર્જીકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન બોખલાઈ ગયું છે અને હવે તે કોઈ પણ એક્શન માં આવી શકે છે જેની તૈયારી તે એક મીટીંગ માં કરી રહ્યું છે.

પુલવામાં થયેલ આતંકી હુમલા પછી ભારતીય એરફોર્સ એ પાકિસ્તાન પર એક બીજી સર્જીકલ સ્ટ્રાઈક કરી દીધી છે. આ સર્જીકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાની સીમા પર ખલબલી મચી ગઈ છે અને તે ભારત પર કાર્યવાહી કરવા માટે આપાતકાલીન મીટીંગ બોલાવી લીધી છે. ભારત ની દરેક કાર્યવાહી નો જવાબ આપવા માટે તૈયાર હોવાનો દાવો કરવા વાળા પાકિસ્તાન ને આ હુમલા પછી કંઈ નથી સમજ આવી રહ્યું. ભારત એ પોતાના 40 જવાનો ની શહાદત નો બદલો એક બીજી સર્જીકલ સ્ટ્રાઈક કરીને લીધો છે અને એવામાં પાકિસ્તાન નું બોખલાવું વ્યાજબી છે. સર્જીકલ સ્ટ્રાઈક 2 પછી ભારત-પાક માં યુદ્ધ ના હાલાત વધતા નજર આવી રહ્યા છે. હવે દેખવાનું એ છે કે પાકિસ્તાન નો આગળ નો વાર કેવો થાય છે?

સર્જીકલ સ્ટ્રાઈક 2 પછી ભારત-પાક માં યુદ્ધ ના હાલાત

ભારતીય એરફોર્સ એ પાકિસ્તાન માં ઘૂસીને જેશ-એ-મુહમ્મદ ના આતંકી કેમ્પ પર હુમલો કરી દીધો. ભારત ની Air Strike નું આંકલન કરવા અને આગળ ની રણનીતિ નક્કી કરવા માટે પાકિસ્તાન એ એક ઈમરજન્સી મીટીંગ બોલાવી જેમાં સુત્રો ના મુજબ એક ગંભીર મુદ્દા પર વાતચીત થઇ રહી છે. ભારત સર્જીકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન ના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી એ આ ઈમરજન્સી મીટીંગ બોલાવી જેમાં પાકિસ્તાન પર ભારત દ્વારા કરેલ બીજી સર્જીકલ સ્ટ્રાઈક નું આંકલન કરવામાં આવશે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક માં પાકિસ્તાન ભારત ની આ સર્જીકલ સ્ટ્રાઈક નો જવાબ આપવા માટે રણનીતિ બનાવવા પર ચર્ચા કરી શકે છે. આ વાત ને ધ્યાન માં રાખીને ભારતીય સેનાઓ અને સીમા પર તૈનાત અર્ધસૈનિક બળો ને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી એ ઇસ્લામાબાદ માં સ્થિત વિદેશ મંત્રાલય માં આપાત બેઠક બોલાવી અને આ બેઠક માં પૂર્વ સચિવ અને રાજનયિક ના સિવાય સેનાઓ ના અધિકારી હાજર હશે. મીડિયા રીપોર્ટ ના મુજબ આ હુમલા થી 200 થી વધારે આતંકીઓ ના માર્યા જવાની આશા જણાવવામાં આવી રહી છે. હા આ હુમલા થી થયેલ તવાહી નો હજુ સુધી કોઈ અધિકારીક પુષ્ટિ નથી કરવામાં આવી.

આ રીતે આપ્યો બીજી સર્જીકલ સ્ટ્રાઈક ને અંજામ

પાકિસ્તાન ના સિવાય ભારત માં પણ આગળ ની રણનીતિ માટે એક વિશેષ બેઠક પીએમ આવાસ પર ચાલી રહી છે. આ બેઠક માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની નેતૃત્વ માં કેબીનેટ કમિટી અને સિક્યોરીટી ની બેઠક થઇ રહી છે. એવી ખબર આવી કે ભારતીય વાયુ સેના એ મંગળવાર ની સવારે લગભગ 3.30 વાગે સીમા પાર કરીને પાક અધિકૃત કશ્મીર (POK) અને આસપાસ ના કેટલીક જગ્યાઓ પર ભારી બમબારી કરી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે પાક પર 1000 કિલો વિસ્ફોટક બોમ પાડવામાં આવ્યો છે. તેનાથી પાકિસ્તાન માં ભારી તબાહી મચી છે.

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના નિવાસ સ્થાન 7 લોકકલ્યાણ માર્ગ પર કેબીનેટ કમિટી ઓન સિક્યોરીટી ની બેઠક માં પીએમ મોદી ની સાથે રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ, નિર્મલા સીતારમણ, અરુણ જેટલી અને અજીત ડોવાલ હાજર છે. આ મીટીંગ માં આગળ ની બધી રણનીતિ ને ધ્યાન માં રાખીને વાતચીત થઇ રહી છે અને એવું જ પાકિસ્તાન પણ કરી રહ્યું છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: