બે ગરીબ ઓટોવાળા ને મળ્યું સોના થી ભરેલ લાવારીસ બેગ, પછી જે થયું તે કોઈ એ નહોતું વિચાર્યું

આજ ના જમાના માં ઈમાનદાર લોકો ઓછુ જ મળે છે. ખાસ કરીને જ્યારે વાત લાખો રૂપિયા ની હોય છે તો કોઈ નું પણ ઈમાન ડગમગી જાય છે. દરેક લોકો અહીં એક બીજા ને લુટવામાં જ લાગી રહે છે. આજકાલ લોકોના શોખ પણ એટલા છે કે દરેક લોકો જલ્દી થી જલ્દી અમીર બનવાનું સ્વપ્ન દેખે છે. એવામાં જો કોઈ ને છપ્પડ ફાડીને પૈસા મળી જાય તો ખરેખર તેની ખુશી નું ઠીકાના નહિ રહે. વિચારો જો તમારા રસ્તા માં સોના થી ભરેલ એક બેગ મળી જાય તો તમારું રીએક્શન શું થશે? ખરેખર બહુ બધા લોકો ખુશ થઇ જશે અને તે સોના ને ચુપચાપ પોતાના ઘર ની તિજોરી માં રાખી લેશો. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જેનું સોના થી ભરેલ બેગ ખોયું હશે તેના ઉપર શું વીતી રહી હશે. હવે બાકી લોકો ને તો ખબર નહિ પરંતુ પુણે ના બે ઈમાનદાર રીક્ષા વાળા એ આ વખતે જરૂર વિચાર્યું.

(Symbolic Picture)

થયું આ છે કે પુણે ના રેલ્વે સ્ટેશન ના નજીક પાર્કિંગ બુથ માં એક બેગ પડેલ હતું. એવામાં સવારીઓ નો ઈન્તેજાર કરી રહેલ બે ઓટો ચાલક અતુલ ટીલેકર અને ભારત ભોસલે ની નજર આ બેગ પર પડી. જ્યારે આ બન્ને એ બેગ ને ખોલી તો તેમાં બહુ બધું સોના થી ભરેલ હતું. એવામાં બન્ને એ પોતાની ઈમાનદારી નો પરિચય આપ્યો અને કોઈ લાલચ વગર બેગ ને સીધું પોલીસ સ્ટેશન લઈ ગયા. અહી પોલીસ એ બેગ ને તેના અસલી માલિક દીપક ચિતરાલા ને સોંપી દીધું. જણાવી દઈએ કે દીપક એ પણ પોતાના બેગ ના ખોઈ જવાની રીપોર્ટ નોંધાવીને રાખી હતી. એવામાં તેની કિસ્મત સારી હતી કે આ બેગ બે ઈમાનદાર ઓટો વાળા ના હાથે લાગ્યું. જો બેગ કોઈ અન્ય લાલચી ને મળતું તો તેમનું લાખો રૂપિયા નું નુક્શાન થઇ જતું. સુત્રો ની માનીએ તો બેગ ના અંદર જે સોનું હતું તેની કિંમત લગભગ 7.5 લાખ રૂપિયા હતી.

જો તમે આ બન્ને ઈમાનદાર ઓટો ચાલક થી ઈમ્પ્રેસ થયા છે તો જરાક ઠહેરી જાઓ. હવે અમે તમને એક બીજી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા પછી તમારા મન માં આ બન્ને ઓટો વાળા માટે ઈજ્જત વધારે વધી જશે. જ્યારે બેગ ના અસલી માલિક ના સોના થી ભરેલ પોતાની બેગ પાછી મળી ગઈ તો તે બહુ ખુશ થયા. તેને આ ખુશી માં બન્ને ઓટો ચાલકો ને કેટલાક પૈસા આપવા ઈચ્છે. પરંતુ બન્ને જ ઓટોવાળા એ આ પૈસા ને લેવાથી ઇનકાર કરી દીધો. તેનાથી આ સાફ જાહિર થાય છે કે આ બન્ને સાચે ઈમાનદાર છે. તેમને તો બેગ ના માલિક થી ઇનામ થી મળવા વાળા પૈસા નું પણ કોઈ લાલચ નહોતું. તેમને કોઈ અંગત સ્વાર્થ વગર આ બેગ પાછા કરી. આ પોતાના માં બહુ મોટી વાત છે.

ત્યાં સોશિયલ મીડિયા પર પણ આ બન્ને ઓટો વાળા ની બહુ પ્રશંસા થઇ રહી છે. લોકોનું કહેવું છે કે જો આજ ના જમાના માં દરેક લોકો એવા ઈમાનદાર બની જાય તો દુનિયા બહુ ખુબસુરત બની જશે. પછી કોઈ ને સામાન ખોવાનો કોઈ ડર નહિ રહે. હા કડવી સચ્ચાઈ તો આ છે કે આજ ના કળયુગ માં આ પ્રકારના ઈમાનદાર લોકો બહુ ઓછા દેખવા મળે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: