PAK થી છીનવ્યું MFN પદ, પુલવામાં હુમલા પછી મોદી સરકાર ના 5 મોટા નિર્ણય

Pulwama attack તમને જણાવી દઈએ કે CCS ની બેઠક પછી વિત્ત મંત્રી અરુણ જેટલી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ એ મીડિયા ને સંબોધિત કર્યા. અરુણ જેટલી એ કહ્યું કે CCS એ પુલવામાં હુમલા ની સમીક્ષા કરી અને તેના પર ચર્ચા કરી, બેઠક માં બે મિનીટ નું મૌન રાખવામાં આવ્યું.

જમ્મુ-કશ્મીર ના પુલવામાં થયેલ આતંકી હુમલા પર કેન્દ્ર ની નરેન્દ્ર મોદી સરકાર એ મોટો નિર્ણય લીધો છે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની અગુવાઈ માં થયેલ સુરક્ષા મામલાઓ ની કેન્દ્રીય કેબીનેટ ની બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો છે કે પાકિસ્તાન થી મોસ્ટ ફેવર્ડ નેશન નું પદ પાછુ લઇ લીધું છે. ગુરુવારે થયેલ પુલવામાં હુમલા માં કુલ 40 જવાન શહીદ થયા હતા. આતંકી હુમલા પછી થી જ દેશભર માં ગુસ્સો છે.

CCS ની બેઠક માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સિવાય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, વિત્ત મંત્રી અરુણ જેટલી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સામેલ થયા. આ બેઠક માં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે…

1. પાકિસ્તાન થી મોસ્ટ ફેવર્ડ નેશન નું પદ પાછુ લઇ લેવામાં આવ્યું છે. એટલે અત્યાર સુધી પાકિસ્તાન ને ભારત ની સાથે ટ્રેડ કરવામાં જે છૂટ મળે છે, તે બંધ થઇ જશે.

2. વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાન ને અલગ અલગ કરવા માટે બધા દેશો થી વાત કરશે. દુનિયા ની સામે પાકિસ્તાન ના આતંકપરસ્તી ચહેરા નો પર્દાફાશ કરવામાં આવશે.

3. 1986 માં ભારત એ સંયુક્ત રાષ્ટ્ર માં આતંકવાદ ની પરિભાષા બદલવા માટે જે પ્રસ્તાવ પણ આપ્યો હતો. તેને પાસ કરાવવા માટે પૂરી કોશિશ કરવામાં આવશે. આ પ્રસ્તાવ ને પાસ કરાવવા માટે અન્ય દેશો પર દબાવ બનાવવામાં આવશે.

4. ગૃહ મંત્રી રાજનાથ સિંહ શનિવાર એ સર્વદલીય બેઠક કરશે. આ બેઠક માં રાજનાથ સિંહ પુલવામાં હુમલા પર વિપક્ષી પાર્ટીઓ થી વિસ્તાર માં ચર્ચા કરશે.

5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ આતંકવાદ ના સામે ખુલ્લી જંગ છેડી દીધી છે. તેમને કહ્યું કે આતંકવાદી બહુ મોટી ભૂલ કરી ચુક્યા છે. તેમને સેના ને ખુલી છૂટ આપી છે.

જેટલી-નિર્મલા એ કરી મીડિયા થી વાત

તમને જણાવી દઈએ કે CCS ની બેઠક પછી વિત્ત મંત્રી અરુણ જેટલી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ એ મીડિયા ને સંબોધીત કર્યા. અરુણ જેટલી એ કહ્યું કે CCS એ પુલવામાં હુમલા ની સમીક્ષા કરી અને તેના પર ચર્ચા કરી. બેઠક માં બે મિનીટ નું મૌન રાખવામાં આવ્યું.

તેમને કહ્યું કે જે જવાનો એ શહાદત આપી છે તેમના પર દેશ ને ગર્વ છે. વિદેશ મંત્રાલય આંતરરાષ્ટ્રીય સ્તર પર પાકિસ્તાન ને અલગ-થલગ કરવા માટે બધા સંભાવિત કદમ ઉઠાવશે. બેઠક માં થયેલ બધા નિણર્યો ને બહાર નથી જણાવી શકાતા.

અરુણ જેટલી એ એલાન કર્યું કે ભારત સરકાર એ પાકિસ્તાન ને આપેલ મોસ્ટ ફેવર્ડ નેશન નું પદ પાછુ લઇ લીધું છે. પાકીસ્તાન ને કૂટનીતિક સ્તર પર ઘેરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ભારત સરકાર ની તરફ થી શનિવાર એ સર્વદલીય બેઠક બોલાવવામાં આવશે અને પુલવામાં હુમલા પર ચર્ચા કરવામાં આવશે. સર્વદલીય બેઠક ની અગુવાઈ ગૃહ મંત્રી રાજનાથ સિંહ કરશે.

Story Author- Anokho Gujju

Tags: