ઇઝરાયલની ભારત માટે ઓફર,સુરક્ષા માટે જે વસ્તુની જરૂર છે તે ઉપલબ્ધ કરાવીશુ.

ભારતના મિત્ર દેશ ઇઝરાયેલે પણ ત્યાં સુધી કહ્યું છે કે ભારતને સુરક્ષા માટે જે વસ્તુની જરૂર છે તેને અમે ઉપલબ્ધ કરાવીશુ.

પલ્લવામામાં થયેલી આતંકવાદી હુમલા પછી ભારતને આતંકવાદ સામે વિશ્વભરના દેશોનો ટેકો મળી રહ્યો છે.ભારતના મિત્ર દેશ ઇઝરાયલે ભારતને ખાસ કરીને આતંકવાદ વિરુદ્ધ પોતાની જાતને બચાવવાની,વિના શરત મદદની તક આપી છે કે તેની મદદની “કોઈ સીમા નથી.”ઇઝરાઇલની આ ખાતરી આ વધતી માંગની પૃષ્ઠભૂમિમાં ખુબજ મહત્વપુર્ણ છે કે સરકાર આતંકવાદી હુમલાઓનો સામનો કરવા ઇઝરાયેલ પદ્ધતિ પર વિચાર કરે. ઇઝરાયેલના નવનિયુક્ત એમ્બેસેંડર ડૉ રોન મલ્કાની ટિપ્પણી એક પ્રશ્નના જવાબમાં આવી કે તેમનો દેશ આતંકવાદથી પીડિત ભારતની કઇ મર્યાદા સુધી મદદ કરશે.

ગુરુવારે જમ્મુ કાશ્મીરમાં એક ભીષણ આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ આતંકવાદી હુમલાને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદએ અંઝામ આપ્યો હતો. આ આતંકવાદી હુમલા પછી,આ માગમાં ભાર મૂકાયો છે કે સરકારને આતંકવાદની વિરુદ્ધમાં અભિયાન માટે ઇઝરાઇલ દ્વારા અનુસરવામાં આવતી પધ્ધતિનો ઉપયોગ કરવો જોઇએ. નોંધનીય છે કે ઇઝરાઇલી સેના ચોક્કસ અને ઝડપી કાર્યવાહી માટે દુનિયાભર મા જાણીતું છે.

મલ્કાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, “ભારતને પોતાની સુરક્ષા માટે જે જરૂરી છે,તેની કોઈ સીમા અમારા માટે નથી. અમે અમારા નજીકના મિત્ર ભારતને ખાસ કરીને આતંકવાદની વિરુદ્ધ બચાવમાં મદદ કરવા તૈયાર છીએ કારણ કે આતંકવાદ વિશ્વની સમસ્યા છે,નહીં કે ભારત અને ઇઝરાયલની. ”

તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વને સહકાર કરીને આતંકવાદથી લડવું જોઇએ અને તેને સમાપ્ત કરવો જોઈએ. તેમણે કહ્યું, “તેથી, અમે ભારતની મદદ કરીએ છીએ, અને માહિતી વહેંચીએ છીએ,અને અમારી તકનીક પણ વહેંચી છે કારણ કે આમે ખરેખર અમારા મહત્વપૂર્ણ મિત્રની મદદ કરીએ છીએ.”

મલ્કા પહેલા ઇઝરાઇલની લશ્કરી સેવામાં હતા અને ત્યાંથી ” ફૂલ કર્નલ ” થી પદથી નિવૃત થયા. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તેમને જણાવ્યું હતું કે ભારત એક “મહત્વપૂર્ણ સાથી, ખૂબ જ મહત્વપૂર્ણ મિત્ર છે અને મજબૂત સંબંધો માટે સહયોગ કરવો જોઇએ…અને માહીતી નુ આદાનપ્રદાન કરવુ જોઇએ.”

તેમણે કહ્યું કે ભારતને મજબૂત બનાવીને,ઇઝરાઇલ વૈશ્વિક સ્થિરતામાં મદદરૂપ થાય છે કારણ કે વૈશ્વિક સ્થિરતામાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા છે. “અમે માત્ર વિશ્વ ને જીવવા માટે એક સારી જગ્યા બનાવવા માટે આમ કરી રહ્યા છીએ.”

પલ્વામામા હુમલા બાદ બાદ મલ્કાએ પણ ટ્વિટ કર્યું હતું કે ઇઝરાઇલ પુલવામામાં ત્રાસવાદી હુમલાની નિંદા કરે છે અને આ મુશ્કેલ સમયમાં તે તેના ભારતીય મિત્રો સાથે ઊભા છે.તે સી.આર.પી.એફ. જવાનના પરિવાર, ભારતના લોકો અને ભારત સરકાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: