ચૂંટણી ના વાતાવરણ માં Facebook એ કોંગ્રેસ ને આપ્યો ઝટકો, પાર્ટી થી જોડાયેલ 687 પેજ હટાવવામાં આવ્યા

Facebook એ લોકસભા ચૂંટણી ના વાતાવરણ માં કોંગ્રેસ ને મોટો ઝટકો આપ્યો છે. તેને કોંગ્રેસ થી જોડાયેલ 687 પેજો ને હટાવી દીધા છે. તેને આ કદમ કેમ ઉઠાવ્યું છે આવો જાણીએ તે કારણો ને…

Facebook એ સોમવારે કહ્યું કે તે સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ થી દેશ ની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ થી જોડાયેલ 687 પેજો અને એકાઉન્ટ નું હટાવી દીધું છે. ફેસબુક નું કહેવું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પેજો ને અપ્રમાણિક સૂચનાઓ આપવામાં આવી રહી હતી. તેની સાથે જ આ પેજો પર ફર્જી રીતે ઇન્ટરેક્શન પણ વધારવામાં આવી રહ્યું હતું.

જણાવી દઈએ કે દેશ માં 30 કરોડ થી વધારે યુજર્સ છે. ફેસબુક ના મુજબ, તેની જાંચ માં મેળવ્યું છે કે લોકો એ ફર્જી ખાતો નો ઉપયોગ કર્યો અને પોતાના કન્ટેન્ટ ને ફેલાવવા અને પોતાની પોસ્ટ પર ઈન્ટરેક્શન મેળવવા માટે ઘણા ગ્રુપો ને સામેલ કર્યા. આ પોસ્ટ માં સ્થાનીય ખબરો સામેલ છે. આ નહિ આ પોસ્ટ ના માધ્યમ થી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપા) જેવા રાજનીતિક વિરોધીઓ ની આલોચના કરવામાં આવી છે.

ફેસબુક એ જણાવ્યું કે આ પેજો ના એડમીન અને એકાઉન્ટ્સ દ્વારા મુખ્ય રીતે લોકલ ન્યુઝ ની સાથે રાજનૈતિક મુદ્દા શેયર કરવામાં આવે છે. તેમાં ઉમેદવારો ના વિચાર પણ સામેલ છે.આ પેજો પર પ્રતિદ્વંદી પાર્ટી ભાજપા ની આલોચના કરવામાં આવે છે. ફેસબુક એ આ પણ કહ્યું કે અમે મેળવ્યું છે કે આ એકાઉન્ટ કોંગ્રેસ ની આઈટી સેલ થી જોડાયેલ છે. ઉદાહરણ માટે ફેસબુક દ્વારા બે પોસ્ટ શેયર કરવામાં આવી છે. આં પોસ્ટ માં મોદી ના વિકાસ કાર્યોની આલોચના કરવામાં આવી છે જયારે કોંગ્રેસ પાર્ટી ના અધ્યક્ષ રાહુલ ગાંધી ને સમર્થન આપવાની વાત કહેવામાં આવી છે.

હટાવવાનું આ જણાવ્યું કારણ…

ફેસબુક ના સાઈબર સિક્યોરીટી પોલીસી ના હેડ નાથાનીયલ ગ્લેચીયર એ જણાવ્યું કે 687 ફેસબુક પેજ અને એકાઉન્ટ્સ અપ્રમાણિક વ્યવહાર માં લિપ્ત હતા જેના કારણે તેમને ઓટોમેટેડ સીસ્ટમ ના દ્વારા હટાવવામાં આવ્યું. આ કામ માં જોડાયેલ લોકો પોતાની ઓળખાણ છુપાવવા માટે ફેક એકાઉન્ટ્સ ના સહારો લેતા હતા. આ લોકો પેજ ફોલો કરવા વાળા ને ગુમરાહ કરતા હતા. આ પેજો અને એકાઉન્ટ્સ ને હટાવવા ના પાછળ આ કારણો મુખ્ય હતા.

પ્લેટફોર્મો નો દુરપયોગ થવાને લઈને આપવામાં આવી હતી ચેતવણી

ભારત સરકાર એ હાજર લોકસભા ચૂંટણી ને મદ્દેનજર સોશિયલ મીડિયા ની આ દિગ્ગજ કંપની ને તેના પ્લેટફોર્મ નો દુરપયોગ થવા પર કડક કાર્યવાહી ની ચેતવણી આપી હતી. સરકાર એ કહ્યું હતું કે જો કંપની ના પ્લેટફોર્મ ના દ્વારા દેશ ની ચૂંટણી પ્રક્રિયા ને પ્રભાવિત કરવાનો કોઈ પણ પ્રયાસ કરવામાં આવ્યો તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસ એ કહ્યું, રીપોર્ટ ની સત્યતા ની કરશે જાંચ

ફેસબુક ની તરફ થી સામે આવેલ નિવેદન પછી કોંગ્રેસ નેતા મનીષ તિવારી એ કહ્યું કે અમે તે સમાચાર રીપોર્ટ પર પ્રતિક્રિયા નથી આપી રહ્યા, જે અત્યારે અત્યારે આવી રહી છે અમારે રીપોર્ટ ની સત્યતા ની જાંચ કરવી પડશે કે શું કોઈ ફેસબુક પેજ છે, જે અમારાથી જોડાયેલ છે….

ભાજપા એ જણાવ્યું ‘ઐતિહાસિક ઘટનાક્રમ’

ભાજપા એ ફેસબુક ની તરફ થી ઉઠાવેલ કદમ ને ‘ઐતિહાસિક’ જણાવ્યું છે. ભાજપા નેતા અને કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ એ કહ્યું કે આજે એક ઐતિહાસિક ઘટનાક્રમ સામે આવ્યો. એવા એકાઉન્ટ્સ ના માલિકો ને કોઈ ખબર નહોતી. આ ફેક એકાઉન્ટ હતા. તેમનો ઉપયોગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના સામે જુઠ્ઠું ફેલાવવા માટે કરવામાં આવ્યો હતો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: