નોકરી છોડવા પર Amazon કંપની આપી રહી છે ત્રણ મહિના ની સેલેરી, સાથે મળશે લાખો રૂપિયા

નોકરી છોડવા વાળા માટે અમેઝોન કંપની લાવી છે નવી ડીલ.

એમ તો હંમેશા નોકરી મળવા પર લોકો ને પૈસા મળે છે, પરંતુ એક મશહુર કંપની નોકરી છોડવા પર લાખો રૂપિયા આપી રહી છે. હા નોકરી કરવા પર તો તમને પોતાની સેલરી મળે છે, પરંતુ અહીં નોકરી છોડવા પર તમને લાખો રૂપિયા મળી શકે છે. ખેર, તમને આ મજાક લાગી રહ્યો હશે, પરંતુ આ સચ્ચાઈ છે. અમેઝોન કંપની પોતાના કર્મચારીઓ ને નોકરી છોડવા પર લાખો રૂપિયા આપવાનું એલાન કરી ચુકી છે. હા તેના પાછળ કંપની ની પોતાની અલગ પોલીસી છે, પરંતુ જે પણ સાંભળી રહ્યું છે, તેને મજાક જ લાગી રહી છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

દુનિયા ની પ્રખ્યાત કંપની અમેઝોન એ પોતાના કર્મચારીઓ ને નોકરી છોડ્યા પછી ફ્રી સેલરી ની સાથે સાથે લાખો રૂપિયા આપવાનું એલાન કર્યું છે. કંપની આ એલાન ની સાથે પોતાના વ્યાપાર નો વિસ્તાર કરવા માંગે છે. મળેલ જાણકારી ના મુજબ, આ એલાન થી કંપની પોતાના ગ્રાહકો સુધી ડીલવરી ફક્ત એક દિવસ માં જ પહોંચાડવા માંગે છે, જેના કારણે તે ડીલવરી ના ક્ષેત્ર માં વધારે થી વધારે કર્મચારીઓ ને લાવવા માંગે છે, જેના માટે કંપની એ પોતાનો પૂરો પ્લાન પણ તૈયાર કરી લીધો છે.

7 લાખ રૂપિયા આપવામાં આવશે

મળેલ જાણકારી ના મુજબ, અમેઝોન પોતાના કર્મચારીઓ ને નોકરી છોડવા પર 2-3 મહિના ની સેલરી ની સાથે 10 હજાર ડોલર આપવાનો મુડ બનાવી ચુકી છે, જે ભારતીય રૂપિયા ના હિસાબ થી લગભગ 7 લાખ રૂપિયા સુધી મામલો પહોંચી રહ્યો છે. જણાવી દઈએ કે કંપની ઓફીસ ડ્યુટી ની જગ્યાએ ડીલવરી બીઝનેસ માં કર્મચારીઓ ને લાવવા માંગી રહી છે, જેથી વન ડે ડીલવરી નું સ્વપ્ન પૂરું થઇ જાય. એટલું જ નહિ, કંપની પોતાના કર્મચારીઓ ને પોતાનો બીઝનેસ શરૂ કરવા માટે પણ પ્રોત્સાહન આપી રહી છે. તેની સાથે જ કર્મચારીઓ ની સુવિધાઓ નું પણ ધ્યાન રાખશે.

અમેઝોન સ્માઈલ લોકો વાળી વેન આપવામાં આવશે

અમેઝોન ને ડીલવરી બીઝનેસ થી જોડવા વાળા લોકો ને અમેઝોન સ્માઈલ લોકો વાળી એક વેન આપવામાં આવશે, જેનાથી એક દ્વીઅસ માં ડીલવરી પહોંચાડવામાં આવશે. આ પ્લાન થી કર્મચારીઓ અને કસ્ટમર બન્ને ને જ ફાયદો થશે. જ્યાં એક તરફ કર્મચારીઓ ને 9 થી 5 ની ઓફીસ ની ડ્યુટી થી છુટકારો મળશે, તો ત્યાં બીજી તરફ કસ્ટમર ને જલ્દી ડીલવરી મળી જશે, જેનાથી કંપની ને બહુ જ વધારે ફાયદો મળશે અને તેનાથી તેનો વિસ્તાર પણ વધારે થશે.

ખૂણે-ખૂણે પહોંચાડી રહ્યું છે અમેઝોન

અમેઝોન પોતાની પહોંચ ધીરે ધીરે પૂરી દુનીય માં બનાવી રહ્યું છે, જેનાથી ઓનલાઇન માર્કેટિંગ ની દુનિયા માં કંપની નું નામ ઉપર ઉઠી રહ્યું છે. અમેઝોન ભારત માં ઓનલાઈન માર્કેટિંગ ના મામલા માં નંબર વન છે અને તેની ડીલવરી ધીરે ધીરે દેશ ના ગ્રામીણ જગ્યાઓ માં પણ પહોંચી રહી છે, જેથી દેશભર માં અમેઝોન પોતાના વ્યાપાર ને વધારી શકે. જણાવી દઈએ કે અમેઝોન કંપની હંમેશા પોતાના ગ્રાહકો ને મોટા માં મોટી ડીલ પર મોટી છૂટ આપવામાં વિશ્વાસ રાખે છે, જેના પર સતત કામ પણ કરી રહ્યું છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: