લગ્ન માં દુલ્હા ઘોડી પર કેમ ચઢે છે, જાણો તેનાથી જોડાયેલ માન્યતાઓ અને કારણો

ભારતમાં લગ્ન કોઈ તહેવાર થી ઓછુ નથી હોતું. અહીં દરેક ધર્મ અને જાતી ના પોતાના અલગ રીવાજો હોય છે. સામાન્ય રીતે ઉત્તર ભારત માં થવા વાળા લગ્ન માં એક બહુ જ કોમન રીવાજ છે. જ્યારે પણ કોઈ છોકરા ના લગ્ન થાય છે તો તે દુલ્હા બનીને છોકરી ના ઘરે ઘોડી પર સવાર થઈને જ જાય છે. આ ઘોડી ના પાછળ અને આગળ છોકરા ના સંબંધી અને મિત્ર ચાલે છે. આ દરમિયાન ઘોડી ને બહુ સારી રીતે સજાવવામાં આવે છે. પછી બેન્ડ બાજા અને નીચે ગીતો ની સાથે દુલ્હા પોતાની દુલ્હનના ઘરે જાય છે. આ પ્રક્રિયા ને જાન માં લઇ જવાનું પણ કહેવામાં આવે છે. તમે લોકો એ પણ ઘણી વખત દુલ્હા ને ઘોડી ચઢતા દેખ્યા જ હશે. એવામાં શું ક્યારેય તમારા મન માં આ વિચાર આવ્યો છે કે આ દુલ્હા લગ્ન ના સમયે ઘોડી પર જ કેમ બેસે છે? આજે અમે તમને આ વાત ના પાછળ ના કારણો થી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ.

લગ્ન માં દુલ્હા ની ઘોડી પર ચઢવાથી જોડાયેલ ઘણી બધી માન્યતાઓ છે. સૌથી પહેલું કારણ આ છે કે હિંદુ ધર્મ અને સંસ્કૃતિ માં ઘોડા હમેશા થી જ મહત્વપૂર્ણ રહ્યા છે. અશ્વમેઘ યજ્ઞ હોય કે શ્રીકૃષ્ણ દ્વારા અર્જુન નો રથ ચલાવવાનો હોય. એક પ્રકારે ઘોડા ચલાવવાનો આ અર્થ પણ થાય છે કે તે વ્યક્તિ એ પોતાના બાળપણ નો ત્યાગ કરી દીધો છે અને હવે તે વયસ્ક બનીને જવાબદારીઓ ને સંભાળવાની પોઝીશન માં આવી ગયોં છે. આ કામ પછી તેના જીવન નો એક નવો અધ્યાય શરુ થાય છે. ઘોડા ચલાવવાનું આ વસ્તુ ને દર્શાવે છે તેથી લગ્ન માં પણ દુલ્હા ને ઘોડી પર બેસાડવામાં આવે છે.

હવે બહુ બધા લોકો ના મન માં આ પણ વિચાર આવશે કે દુલ્હા ઘોડી પર જ કેમ બેસે છે? ઘોડા પર બેસાડવામાં શું મુશ્કેલી છે? અસલ માં ઘોડી ઘોડા ની તુલના માં વધારે ચંચળ હોય છે. એવામાં તેને કાબુ માં રાખવાનું પણ મુશ્કેલ થઇ જાય છે. તેથી લગ્ન માં ઘોડી નો ઉપયોગ કરીને આ દર્શાવવામાં આવે છે કે દુલ્હા આજ થી દરેક મુશ્કેલ પરિસ્થિતિ માટે રેડી છે. બસ આ કારણ છે કે ઘોડા ની જગ્યા એ લગ્ન માં ઘોડીઓ જ બોલાવવામાં આવે છે.

પંજાબી લગ્ન માં તો ઘોડી ને બહુ વધારે સજાવવામાં આવે છે. આ સજાવટ ના દરમિયાન ઘોડી ની પૂંછડી માં ‘મૌલી’ બાંધવાનો રીવાજ પણ છે. સાથે જ લગ્ન માં દુલ્હા ની બહેન ઘોડી ને ચણા પણ ખવડાવે છે. તેના સિવાય ઘોડા રાજા-મહારાજા ના જમાના માં શૌર્ય અને વીરતા નું પ્રતિક પણ હતા. સુરવીર લોકો હંમેશા ઘોડા ની સવારી કરતા જ નજર આવતા હતા. બસ આ કેટલાક કારણો છે જેના કારણે લગ્ન માં દુલ્હા ને ઘોડી પર બેસાડવામાં આવે છે.

તેમ તો હવે જમાનો ઘણો બદલાઈ ગયો છે. એવામાં ઘણા લોકો ઘોડી પર બેસવાનું પસંદ નથી કરતા. તેના કારણે આ છે કે લગ્ન માં ઉપયોગ થવા વાળી ઘોડી ની સાથે આ દરમિયાન બહુ ફીઝીકલ અને ઈમોશનલ અત્યાચાર થાય છે. એક વખત તમે ઘોડી ને સજાવ્યા વગર દેખજો તેના શરીર પર તમને ઘા ના ઘણા નિશાન દેખવા મળી જશે. આ લગ્ન માં ઘોડી ને સજાવવાના કારણ થી પડે છે. તેના સાથે જ ફટાકડા અને બેન્ડ બાજા ના અવાજ થી આ જાનવર ના ઉપર નકારાત્મક પ્રભાવ પણ પડે છે. લગ્ન માં ઘોડી પર થવા વાળા અત્યાચાર ના સંબંધ માં તમને ઘણા વિડીયો અને ફોટા મળી જશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: