જીવતા જીવો અને માણસો પણ જઈ શકે છે આસમાન ના રસ્તે સીધા સ્વર્ગ !

સ્વર્ગ નો રસ્તો – હર કોઈ એ જાણવા માંગે છે ને સ્વર્ગ કેવું હશે?
જીવતો માણસ સ્વર્ગ પર જઈ શકે છે?ક્યાં છે સ્વર્ગ નો રસ્તો?
બધા જ માણસો જીવતા સ્વર્ગ જવા માંગે છે.પણ આ વાત ખુબજ ઓછા લોકો ને ખબર છે કે માણસ પણ એના આખા શરીર સાથે આસમાન ના રસ્તે થી સીધો સ્વર્ગ પર જઈ શકે છે.

શુ તમે જાણવા માંગો છો કે સ્વર્ગનો રસ્તો ક્યાં છે? એ વાત કોઈ કલ્પના કે ભ્રમ નથી પણ સત્ય છે કે જીવતો માણસ પણ સ્વર્ગ માં જઇ શકે છે.તે જગ્યા નું નામ છે સ્વરગારોહી જ્યાં પહોંચતા પહાડો ના ઉપરથી આસમાન પર મોટી ત્રણ સીડીઓ દૂરથી દેખાઈ છે.હવે તમે એ જાણવા આતુર હશો કે આ સ્વરગારોહી છે ક્યાં?

સ્વર્ગ નો રસ્તો

સ્વરગારોહી ની યાત્રા ઉત્તરાખંડ માં બદ્રીનાથ ધામ થી કરવામાં આવે છે.સ્વરગારોહી જાવા માટે બર્ફીલા અને પહાડી રસ્તાઓ માંથી જવું પડે છે.આ સ્વર્ગ જાવા માટે નોએજ રસ્તો છે જ્યાંથી પાંચ પાંડવો અને દ્રૌપદી સ્વર્ગ માં જવા માટે ગયા હતાં.પણ રસ્તા માં એક એક કરીને બધાનું મૃત્યુ થયું હતું.
છેલ્લે યુધિષ્ઠિર અને એક કૂતરા સાથે જીવતા શરીર સાથે સ્વર્ગ માં ગયા હતા.

તે સ્વર્ગનો રસ્તો આજે પણ છે અને રસ્તા માં કોઈ મળે કે ના મળે સાથ આપે કે ના આપે પણ કુતરાઓ માણસો નો સાથ આપવા માટે આવીજ જય છે.

કહેવામાં આવે છે કે આ કુતરાઓ ક્યાંથી આવે છે એ કોઈ ને ખબર નથી પણ યુધિષ્ઠિર સાથે જે કૂતરો ગયો હતો એ સ્વયં યમરાજ હતા જે યુધિષ્ઠિર ની પરીક્ષા લેવા આવ્યા હતા અને યુધિષ્ઠિરે કૂતરા વગર સ્વર્ગ માં જવા નો ઇનકાર કર્યો કારણ કે આ યાત્રા માં એક એક કરીને બધા એ યુધિષ્ઠિર નો સાથ છોડી દીધો હતો.

પણ તે કૂતરાએ યુધિષ્ઠિર નો સાથ છેલ્લે સુધી આપ્યો એટલા માટે યુધિષ્ઠિર કૂતરા ની સાથે જ સ્વર્ગ માં જવા માંગતા હતા.અને પછી ખબર પડી કે એ કૂતરા ના સ્વરૂપ માં સ્વંયમ યમરાજ હતા કે જે તેની પરીક્ષા લેવા આવ્યા હતા.

અને આજે પણ યાત્રા માં છેલ્લે કુતરાઓ માણસો નો સાથ આપે છે.

આ વાત સત્ય અને પ્રમાણિત છે કે જો તમારે સ્વર્ગ નો રસ્તો જોવો હોય તો તમે સ્વરગારોહી ની યાત્રા કરી શકો છો.

Story Author: Team  Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: