છેવટે કેમ આ ઘડિયાળ માં ક્યારેય નથી વાગતા 12, કારણ તમને કરી દેશે હેરાન

દરેક ઘડિયાળ એક પરફેક્ટ સમય બતાવે છે જે બધાને સાથે લઈને ચાલે છે. તમે બધી ઘડિયાળ દેખી હશે જે 12 વગાડે છે. જરાક વિચારો કે તમારી ઘડિયાળ બીજા થી અલગ હોય અને તેમાં 12 વાગતા ના હોય તો. હવે તમે વિચારી રહ્યા હશો કે એવું થઇ શકે છે શું. હા, એવું થાય છે સ્વીત્ઝરલૅન્ડ ના સોલોથર્ન શહેર માં જ્યાં એક એવી પણ ઘડિયાળ છે, જેમાં ક્યારેય 12 વાગતા જ નથી. તેના પાછળ ની સચ્ચાઈ હેરાન કરવા વાળી છે.

આ શહેર ના ટાઉન સ્ક્વેર પર એક ઘડિયાળ લાગી છે. તે ઘડિયાળ માં કલાક ના ફક્ત 11 અંક જ છે. તેમાંથી નંબર ગાયબ છે. તેમ તો અહીં પર વધારે ઘણી ઘડિયાળ છે, જેમાં 12 નથી વાગતા. આ શહેર ની સૌથી મોટી ખાસિયત છે કે અહીં ના લોકો ને 11 નંબર થી ઘણો લગાવ છે. અહીં ની જે પણ વસ્તુઓ છે, તેમની ડીઝાઈન 11 નંબર ના આસપાસ જ ફરતા રહે છે. તમને જાણીને હેરની થશે કે આ શહેર માં ચર્ચ અને ચેપલો ની સંખ્યા 11-11 જ છે. તેના સિવાય સંગ્રહાલય, ઐતિહાસિક ઝરણા અને ટાવર પણ 11 નંબર ના છે.

અહીં ના સેન્ટ ઉર્સુસ ના મુખ્ય ચર્ચ માં પણ 11 નંબર નું મહત્વ તમને સાફ દેખાઈ દેશે. આ ચર્ચ પણ 11 વર્ષ માં જ બનીને તૈયાર થયું હતું. અહીં ત્રણ સીડીઓ નો સેટ છે અને દરેક સેટ માં 11 પંક્તિઓ છે. તેના સિવાય અહીં 11 દરવાજા અને 11 ઘંટડીઓ પણ છે. અહીં ના લોકો ને 11 નંબર થી એટલો લગાવ છે કે તે પોતાના 11 માં જન્મદિવસ ને ખાસ રીતે સેલીબ્રેટ કરે છે. આ અવસર પર આપવા વાળી ગીફ્ટ પણ 11 નંબર થી જ જોડાયેલ હોય છે.

11 નંબર ના તરફ લોકો ને એટલા લગાવ ના પાછળ એક સદીઓ જૂની માન્યતા છે. કહે છે કે એક સમય માં સોલોથર્ન ના લોકો ઘણા મહેનત કરતા હતા, પરંતુ તેમ છતાં તેમના જીવન માં ખુશીઓ નોહતી. થોડાક સમય પછી અહીં ની પહાડીઓ થી એલ્ફ આવવા લાગ્યા અને તે લોકો નો ભરોસો વધવા લાગ્યો. એલ્ફ ના આવવાથી ત્યાં ના લોકો ના જીવન માં ખુશહાલી આવવા લાગી. એલ્ફ ના વિશે જર્મની ની પૌરાણિક કહાનીઓ માં સાંભળવા મળે છે. કહે છે કે તેમના પાસે અલૌકિક શક્તિઓ હોય છે અને જર્મન ભાષા માં એલ્ફ નો અર્થ 11 થાય છે. તેથી સોલોથર્ન ના લોકો એ એલ્ફ ને 11 નંબર થી જોડી દીધો અને ત્યાર થી અહીં ના લોકો એ 11 નંબર ને મહત્વ આપવાનું શરુ કરી દીધું.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: