જાણો 30 વર્ષ ની ઉંમર માં લગ્ન કરવા એ શા માટે છે સમજદારી પૂર્વક નો નિર્ણય..

ભારતમાં, લોકો સાથે લગ્ન કરવાના દબાણનો પ્રારંભ 20 વર્ષની ઉંમરે થાય છે.સંબંધીઓથી લઈને પડોશી લોકો સુધી તમે પણ તમારા લગ્નના પ્રશ્નો ને લઈને ચિંતિત ફરો છો.ઘણા લોકો તેમની કારકિર્દી વિશે ખૂબ ચિંતિત હોય છે અને તેઓ લગ્ન કરીને તેઓની નવી જવાબદારિઓ સાથે તેમના જીવન બગાડવા માંગતા નથી.ઘણીવાર એવું થાય છે કે યોગ્ય જીવન સાથીની શોધના લીધે લોકો પણ ઘણા બેબાકળા થઈ જાય છે.

ઘણી વખત લોકોને એવું લાગે છે કે લગ્ન કરવામાં જો વય વધી જાય છે તો લગ્નમાં વધુ મુશ્કેલી પડે છે.30 અથવા 30 પાર કર્યા પછી શું તમારે લગ્નજીવનમાં સમસ્યાઓ છે? 30 વર્ષની ઉંમરમાં લગ્ન કરવા એ વધુ બુદ્ધિશાળી પગલું હોઈ શકે છે.જો તમે 20 વર્ષ થી લઈને 30 વર્ષની વય સુધીમાં લગ્ન કરો છો તો તે તમારા માટે વધુ ફાયદાકારક બની શકે છે.કેવી રીતે જાણો…

1) 20 થી 25 સુધી ની આયુ માં વ્યક્તિ નું પૂરું ધ્યાન કરિયર ઉપર હોય છે.વ્યક્તિ આ સમય દરમિયાન જો લગ્ન કરશે તો તે તેના કરિયર ઉપર ધ્યાન આપી શકશે નહીં.

2) કોઈ પણ વ્યક્તિ માં સમય ની સાથે સાથે પરિપક્વતા વધતી જાય છે.જેમ જેમ વ્યક્તિ મોટો થતો જાય છે તેમ-તેમ તે સમજદાર અને બુદ્ધિવાળો થતો જાય છે.તે બીજા ની ભાવનાઓ ને સારી રીતે સમજી શકે છે અને ખરાબ માં ખરાબ સમય ને પણ સારી રીતે સંભાળી લે છે.

3) 30 વર્ષ સુધીની આયુ માં પહોંચતા વ્યક્તિ એ પણ સુનિશ્ચિત કરવા માં સક્ષમ થાય છે કે તેને કેવો લાઈફપાર્ટનર જોઈએ છે.તેની પસંદ પ્રમાણે તે લાઈફ પાર્ટનર શોધવામાં સક્ષમ બને છે.

4) લગભગ 25 વર્ષ પછી વ્યક્તિ તેનું ભણતર પૂરું કરી ને જોબ ઉપર લાગી જાય છે.જોબ ઉપર લાગ્યા પછી તેના માં આત્મનિર્ભરતા આવી જાય છે અને પછી તે ધીરે ધીરે લગ્ન કરવા માટે સક્ષમ થાય છે.

5) જિંદગી ને સારી રીતે સમજવા માટે જરૂરી છે કે માણસ પોતાની સાથે પણ થોડો સમય વિતાવે અને પોતાની જાત ને આગળ લાવે.આવું કરવાથી તે તેની જાત માં સકારાત્મક ભાવનાઓ લાવી શકશે અને તે તેના સબંધો આગળ વધારવામાં પણ સફળ થશે.

6) જો તમે તમારા લગ્ન મોડા કરો છો તો તેનો એક ફાયદો એ પણ છે કે તમે બીજા ને જોઈને શીખી લો છો અને તમારા જીવન માં થવા જઈ રહી બીજી અન્ય કોઈ ભૂલ ને સુધારી શકો છો.

7) 30 વર્ષ ની ઉંમર માં પહોંચતા વ્યક્તિ ને એ વાત નું સંપૂર્ણ પણે જ્ઞાન આવી ગયું હોય છે કે પૈસા ક્યાં અને કેટલા વાપરવા જોઈએ.20-25 વર્ષ ની ઉંમરમાં સામાન્ય રીતે લોકો વધારે ખર્ચીલા સ્વભાવ ના હોય છે અને 30 પછી એમાં નિયંત્રણ રાખતા પણ શીખી જાય છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Tags: