શું તમને ખબર છે એક લીટર માં કેટલી એવરેજ આપે છે પ્લેન,નથી ખબર તો ચાલો જાણીએ..

તમને ઘણીવાર લોકો ને પોતાની બાઇક અથવા કાર ખરીદતા જોયા હશે,તો લોકો એક સવાલ જરૂર પૂછે છે કે ભાઈ માઇલેજ કેટલી આપે છે? હકીકત માં આ માણસાઈ નો વિચાર છે કે લોકો સૌથી પહેલા તેના ફાયદા વિશે વિચારે છે,એટલા માટે તેઓ ગાડી લેતા સમયે જરૂર પૂછે છે.શુ કરવું એ દિવસો માં વધતા પેટ્રોલ ડીઝલ ના ભાવ ના કારણે આ ચિંતા પણ વધી ગઈ છે.

હવાઈજહાજ ની યાત્રા

મિડલ કલાસ પરિવારો ના લોકો ને પૂછો તો વિમાન માં બેસવું એ બધાનું સપનું હોય છે અને તેઓ કોઈ હવાઈ યાત્રા કરે છે તો એની પહેલા તેઓ ખુબજ તૈયારી કરે છે.જ્યારે કેટલાક લોકો એવા પણ છે જેના માટે હવાઈ જહાજ ટેમ્પો અથવા રીક્ષા બરાબર હોય છે.સવારે દિલ્લી થી મુંબઇ,બપોરે મુંબઇ થી અમદાવાદ અને સાંજે અમદાવાદ થી ફરી દિલ્લી માં આવી જાય છે.

કેટલી આપે છે એવરેજ

શુ તમારા મન માં ક્યારેય એવો સવાલ આવ્યો છે કે આખરે વિમાન એવરેજ કેટલી આપે છે? જો તમારા મન માં આ સવાલ ના આવ્યો હોય તો કોઈ વાત નહીં પણ અમુક જિજ્ઞાસુ ના મન માં આ સવાલ જરૂર આવ્યો હશે કે વિમાન એટલું ફાસ્ટ ઉડે છે તો તે એક લીટર માં કેટલું દૂર જતું હશે.

1 કિલોમીટર માં આટલુ ઇંધણ

આવો તમને જણાવીએ કે હવાઇજહાજ ની એવરેજ કેટલી છે.બોઇંગ 747 જેવા વિમાનો માં પ્રતિ સેકન્ડ 4 લીટર ઇંધણ ખર્ચ થાય છે.એટલે કે 10 કલાક ની મુસાફરી માં તે લગભગ 144000 લીટર ઇંધણ પી જાય છે.સાથે જ જ્યારે અમે બોઇંગ ની ઓફિશિયલ વેબસાઈટ પર આ વાત ની પુષ્ટિ કરી કે આખરે એ એવરેજ કેટલી આપે છે ત્યારે ત્યાંથી ખબર પડી કે 1 કિમી માટે તે 12 કિમી ઇંધણ લે છે.

સ્પીડ અને યાત્રી

આ જોયા પછી સમજ આવી કે આખરે હવાઇજહાજ ની ટિકીટ આટલી મોંઘી કેમ હોય છે.એની સાથે જ તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બોઇંગ 747 માં એકવાર માં 568 યાત્રી યાત્રા કરી શકે છે.સાથે જ તેની મેક્સિમમ સ્પીડ 900 કિમિ પર કલાક ની હોય છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: