કઈ પરિસ્થિતિઓ માં અડધો ઝુકાવવામાં આવે છે રાષ્ટ્રીય ધ્વજ? નહિ જાણતા હોય તેનું કારણ

જો તમારા મન માં પણ આ પ્રશ્ન છે તો તમને જરૂર જાણવું જોઈએ કે કઈ પરિસ્થિતિઓ માં અડધો ઝુકાવવામાં આવે છે રાષ્ટ્રીય ધ્વજ?

ભારતીય જનતા પાર્ટી ના વરિષ્ઠ નેતા, ગોવા ના મુખ્યમંત્રી અને દેશ ના પૂર્વ રક્ષા મંત્રી મનોહર પરીર્કર નું 17 માર્ચ ની સાંજે પેન્ક્રિયાટીક કેન્સર ના કારણે નિધન થઇ ગયું. 63 વર્ષ ની ઉંમર માં મનોહર જી ને આ બીમારી લાંબા સમય થી હતી. એવામાં પીએમ એ રાષ્ટ્રીય શોક ની ઘોષણા કરી અને પુરા દિવસે દિલ્લી ના બધા સરકારી ભવનો માં રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવી દેવામાં આવ્યો. પરંતુ શું તમે જાણો છો કઈ કઈ પરિસ્થિતિઓ માં રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવવામાં આવે છે? જો તમારા મન માં પણ આ પ્રશ્ન છે તો તમને જરૂર જણવું જોઈએ કે કઈ પરિસ્થિતિઓ માં અડધો ઝુકાવવામાં આવે છે રાષ્ટ્રીય ધ્વજ? અસલ માં રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવવો રાષ્ટ્રીય અથવા રાજકીય શોક નું પ્રતિક માનવામાં આવે છે. આ કોઈ પણ વ્યક્તિ ના નિધન અથવા કોઈ દુર્ઘટના ના કારણે મારેલ વ્યક્તિઓ ની તરફ સંવેદના વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય થી રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવી દેવામાં આવે છે.

કઈ પરસ્થિતિઓ માં અડધો ઝુકાવવામાં આવે છે રાષ્ટ્રીય ધ્વજ?

જ્યારે રાષ્ટ્રીય ધ્વજ અડધો ઝુકાવવામાં આવે છે તો તેને પહેલા પુરી ઉંચાઈ માં ઉપર ઉઠાવવામાં આવે છે તેના પછી ધીરે ધીરે અડધો ઝુકાવી દેવામાં આવે છે. જો કોઈ ભવન પર રાષ્ટ્રીય ધ્વજ ની સાથે બીજા કોઈ દેશ અથવા સંસ્થા નો ધ્વજ સ્થિર રહે છે તો એવી પરિસ્થિતિ માં ફક્ત રાષ્ટ્રીય ધ્વજ ને જ અડધો ઝુકાવવામાં આવે છે, જ્યારે બીજા બધા સામાન્ય ઉંચાઈ પર રહે છે. હવે તમને જણાવીએ કે કયા મોકા પર એવું કરવામાં આવે છે…

1. ભારત ના રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ અથવા પ્રધાનમંત્રી નો પોતાના કાર્યકાળ ના સમયે નિધન થવા પર રાષ્ટ્રીય શોક ના પ્રતિક ના રૂપ માં પુરા દેશ માં બધા સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવવામાં આવે છે.

2. ભારત ના મુખ્ય ન્યાયાધીશ અથવા લોકસભા અધ્યક્ષ ની મૃત્યુ પર રાજકીય શોક ના પ્રતીકના રૂપ માં દિલ્લી ના બધા સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવવામાં આવે છે. તેના સિવાય સંબંધિત વ્યક્તિ ના રાજ્ય માં પણ સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવવામાં આવે છે.

3. સર્વોચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશ અને કેન્દ્રીય મંત્રી ના નિધન પર સંબંધિત વ્યક્તિ ના કાર્યાલય અને સંબંધિત વ્યક્તિ ના રાજ્ય માં સરકારી ભવનો પર રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવવામાં આવે છે.

4. જો કોઈ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ ના રાજ્યપાલ, ઉપ-રાજ્યપાલ, લેફ્ટીનેંટ ગવર્નર, મુખ્યમંત્રી અથવા ઉચ્ચ ન્યાયાલય ના મુખ્ય ન્યાયાધીશ ના મૃત્યુ પર સંબંધિત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માં રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવી દેવામાં આવે છે, જ્યારે ઉચ્ચ ન્યાયાલય ના ન્યાયાધીશ અથવા કોઈ મંત્રી ના નિધન પર તેનાથી જોડાયેલ વ્યક્તિ ના જીલ્લા માં રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવવામાં આવે છે.

5. જો કોઈ વિદેશી ગણમાન્ય વ્યક્તિ ના મૃત્યુ પર ગૃહ-મંત્રાલય દ્વારા પ્રાપ્ત નિર્દેશો ના મુજબ રાજકીય શોક ના રૂપ માં રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવી દેવામાં આવે છે.

6. જો કોઈ રાજ્ય ના પ્રમુખ અથવા કોઈ સરકારી અધિકારી ના મૃત્યુ વિદેશ માં થાય છે તો તે દેશ માં ભારતીય દુતાવાસ માં રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવવામાં આવે છે.

આ મોકા પર પણ થાય છે તિરંગા નું સમ્માન

1. જો કોઈ ખાસ વ્યક્તિ નું મૃત્યુ ગણતંત્ર દિવસ એટલે 26 જાન્યુઆરી, સ્વતંત્રતા દિવસ એટલે 15 ઓગસ્ટ, ગાંધી જયંતી એટલે 2 ઓક્ટોમ્બર અથવા કોઈ રાજ્ય ના રાજકીય અવકાશ ના દિવસે થાય છે તો પછી પુરા દેશ અથવા કોઈ રાજ્ય માં રાષ્ટ્રીય ધ્વજ ને ઝુકાવવામાં નથી આવતો, પરતું ફક્ત તે ઈમારત પર સ્થિત રાષ્ટ્રીય ધ્વજ ને અડધો ઝુકાવવામાં આવે છે, જે ઈમારત માં તેમનો પાર્થિવ શરીર રાખેલ હોય છે.

2. કોઈ સામાન્ય નાગરિક ના પાર્થિવ શરીર પર રાષ્ટ્રીય ધ્વજ ને લપેટવું રાષ્ટ્રીય સમ્માન અધિનિયમ, 1971 નું ઉલ્લંઘન છે. એવું કરવા પર તેનાથી સંબંધિત વ્યક્તિઓ નું ત્રણ વર્ષ ની જેલ અથવા દંડ થઇ શકે છે.

3. કોઈ રાજનેતા, સૈન્યકર્મી અથવા કેન્દ્રીય અર્ધસૈનિક બળ ની અંત્યેષ્ટિ ના મોકા પર રાષ્ટ્રીય ધ્વજ ને અર્થી અથવા તાબૂત ના ઉપર લપેટતા સમયે આ વાતનો ખ્યાલ રાખવાનો હોય છે કેસરિયા રંગ માથા ની તરફ હોવો જોઈએ.

4. કોઈ વ્યક્તિ ને સળગાવવા અથવા દ્ફ્નાવવાથી પહેલા રાષ્ટ્રીય ધ્વજ ને તે વ્યક્તિ ના શબ થી હટાવી દેવામાં આવે છે, એવું તેથી કારણકે રાષ્ટ્રીય ધ્વજ થી જોડાયેલ નિયમો ના હિસાબ થી રાષ્ટ્રીય ધ્વજ ને ના તો શબ ની સાથે દફનાવવા જોઈએ અને ના જ સળગાવવા જોઈએ.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.