દૂધ શુદ્ધ છે અથવા મિલાવટી આ પદ્ધતિઓ દ્વારા શોધી કાઢો કે કેટલું શુદ્ધ છે તમારુ દૂધ

દૂધ પીવુ તે સેહત માટે ખુબ ફાયદાકારક થાય છે અને તેને પીવાથી શરીરને ખૂબ લાભ મળે છે. નાના બાળકોથી લઇને વૃદ્ધ લોકો દૂધનુ સેવન કરવું જ જોઈએ.દરરોજ દૂધ પીવાથી બોડીઓ મજબૂત થાય છે અને શરીરને શક્તિ મળે છે.તેથી કહેવામાં આવે છે કે દરેકને રોજ ઓછા મા ઓછું એક ગ્લાસ દૂધનું સેવન કરવું જ જોઈએ.જોકે આજની દુકાનોમાં અને ડેરીમાં વેચાયેલુ દૂધ ખૂબ જ મિલાવટી હોય છે.જે દૂધ પીવાથી શરીરને કોઈ લાભ મળતો નાથી.તેથી તે જરુરી છે કે તમે માત્ર શુદ્ધ દૂધનુ જ સેવન કરવુ જોઇએ.જે દૂધ તમે લો છો,તે શુદ્ધ છે કે નહીં તેની ઓળખ તમે ઘરમાં જાતેજ કરી શકો છો.

કેવી રીતે કરશો દૂધની શુદ્ધતાની ઓળખ ફક્ત એક ટીપા થી ઓળખો

તમે એક પેલેટ લઇ લો અને પછી તે પેલેટ માં દૂધનુ એક ટીપુ મૂકો.પછી આ પેલેટ પર સીધો કરો. આ પેલેટને સીધુ કર્યા પછી જ્યારે દૂધ નીચે તરફ આવે અને સફેદ રંગની એક લીટી બને, તો સમજી લો કે તમારું દૂધ એકદમ શુદ્ધ છે.

કાચની શીશી થી ઓળખો

આજકાલ લોકો દૂધને ઘાટુ કરવા માટે તેમાં પણ ડિટર્જન્ટ પણ મેળવે છે જે કે આરોગ્ય માટે નુકસાનકારક હોય છે.તમે જે દૂધ પીતા હો તેમાં ડિટર્જન્ટની ઓળખ કરવા માટે તમે એક ગ્લાસની શીશી માં દૂધ મૂકો. પછી તમે આ શીશીને ભારપૂર્વક હલાવો. શીશી થી સારી રીતે હલાવ્યા પછી તમે આ શીશી ખોલો. શીશી ખોલીને પછી તે દૂધમાં જો ફીણ આવે તો સમજવું કે તમારા દૂધમાં ડિટર્જન્ટ મિશ્રણ છે.

દૂધને સૂંઘી જુઓ

દૂધમાંથી આવતી સુગંધ દ્વારા પણ દૂધની શુદ્ધતા વિશે ખબર પડી શકે છે.દૂધની શુદ્ધતા વિશે જાણવા માટે તમે માત્ર તેને સૂંઘો. જો દૂધ માં થી સાબુ ની સુગંધ આવે તો સમજી લો કે જે દૂધ તમે પી રહ્યા છો તે શુદ્ધ નથી.

હાથની મદદથી

તમે દૂધના થોડાક ટીપા તમારા હાથમાં લો અને પછી તમારા હાથ ઘસો. જો તમારું દૂધ એકદમ ચોખ્ખું હશે તો તમારા હાથમાં ચિકણાપણુ આવશે.ત્યાં જ જો અશુદ્ધ દૂધ હોય તો કોઈ પણ પ્રકારનું ચિકણાપણુ અનુભવશે નહીં.

દૂધના રંગ થી

દૂધનો રંગ જોઈને પણ તેની શુદ્ધતા વિશે ખબર પડે છે. તમે ફક્ત દૂધને ગરમ કરો કે તેને થોડો સમય માટે ફ્રિજ બહાર રાખો. થોડા સમય પછી જો તમારા દૂધનો રંગ બદલાયો હોય અને તે પીળા રંગનુ લાગતુ હોય તો સમજી લો કે તમારું દૂધ શુદ્ધ નથી. તે જ સમયે જો દૂધનો રંગ સફેદ જ રહે, તો તેનો અર્થ છે કે તમારું દૂધ એકદમ શુદ્ધ છે અને તેમાં કોઈ મિશ્રણ નથી. આ જ રીતે શુદ્ધ દૂધને જો ઉકાળવામા આવે તો પણ તેનો રંગ સફેદ જ રહે છે. જે શુદ્ધ દુધનુ પ્રમાણ છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: