વધુ ચા પીનારા લોકો ને થાય છે આ હાનિકારક બિમારીઓ,ચાના ચાહક હોવ તો થઇ જાવ સાવચેત

મસાલાવાળી ચા થી દિવસભરનો થાક તો દુર થાય છે અને ભૂખ પણ ઓછી લાગે છે.ચા ખૂબ આરામ આપે છે,વરસાદી વાતાવરણમાં પકોડા સાથે પણ ચાની મજા ઉઠાવાય છે. ચા ઘણી બધી વસ્તુઓમાં ફાયદો આપે છે અને જ્યારે આખો દિવસ થાકીને ઘરે આવે છે,તો તેને ચાના સૌથી વધુ જરૂર પડે છે અને ખરેખર જ્યારે કોઈ વ્યક્તિને થોડો તાણાવ અથવા દુખાવાનો અનુભવ થાય છે,તો ચા એક દવાની જેમ કામ કરે છે.અને વધુ ચા પીનારા લોકો માટે આ હાનિકારક બિમારીઓ થઇ શકે છે,જો તમારે પણ આ બિમારીઓથી બચવુ છે તો તમારે આ સમાચાર જરુર વાંચવા જોઈએ.

વધુ ચા પીનારા લોકો ને આ હાનિકારક બિમારીઓ થઈ શકે છે

ઘણા લોકોને આદું અને તુલસી વાળી ચા ખૂબ ગમે છે પણ આ ચાના પણ ઘણા નુકસાન છે. કેટલાક લોકો માટે આ ચા એટલી જોખમી છે જેનાથી તેમના શરીર પર ખરાબ અસર પડે છે. જો તમે અનિયંત્રિત રીતે ચા પીતા હો,તો તે તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. આજે આપણે તમને વધારે ચા પીવા માટે જોખમી બિમારીઓ વિશે જણાવીશું.

સ્લીપ ડિસઓર્ડર અને ડ્યુરેટીક ઇફેક્ટ

ચામાં કેફીન ખૂબ વધારે પ્રમાણમાં હોય છે જેના કારણે ડ્યુરેટીક ઇફેક્ટનું જોખમ વધે છે.ઉપરાંત, નિંદર ના આવવાની પણ ગંભીર બીમારી થઈ શકે છે.

કોન્સ્ટિપેશન
ચામાં થિયોફિલિન વાળુ કેમિકલ મળી આવે છે જે પેટમાં જાય છે અને એસીડિટી પેદા કરે છે. જેના કારણે તે આપણા પાચનતંત્રને ખરાબ અસર થાય છે અને તેના કારણે કબજિયાત ની તકલીફ પણ થઈ શકે છે.અેવુ ઘણા લોકોનું માનવું છે કે વહેલી સવારે ચા પીવાથી પેટ સારી રીતે સાફ થાય છે જ્યારે વધારે પ્રમાણમાં ચા પીવાથી કબજિયાત ની તકલીફ વધે છે.

ઍંગ્જાયટી અને રેસ્ટલેસસનેસ
કેફીન આપણા મૂડને સારુ કરવા માટે ખૂબ જ સારી દવા છે પરંતુ તેનાથી આપણા શરીર પર કંઈક સારી અને ખરાબ અસર પણ થાય છે. ચાનુ વધુ સેવન કરવાથી તમને ઊંઘની તકલીફ,બેચેની, ચિંતા અને હ્રદયની ગતિમાં વધારો થઇ શકે છે.

મિસકૈરેજ થવાનુ જોખમ
ગર્ભવતી સ્ત્રીઓને ચા બિલકુલ ન પીવી જોઈએ, કારણ કે તેમાં કેફીનની માત્રા વધારે હોય છે અને તેના કારણે બાળકના વિકાસમાં ઘટાડો થાય છે અથવા કોઈ નુકસાન પહોંચે છે.આવા કિસ્સાઓમાં ક્યારેક ક્યારેક ગર્ભપાતનું જોખમ પણ વધે છે.

પ્રોસ્ટેટ કેન્સર


ઘણા લોકો દરેક કલાકે ચા પીતા હોય છે અને તેનાથી વધુ ખરાબ અસર થાય છે તેમના શરીરની કેટલાક ખાસ ભાગો પર પડે છે. એક સંશોધનમાં પણ જાણવા મળ્યું છે કે જે પુરુષો વધુ પ્રમાણમાં ચાનુ સેવન કરે તો,તેમને પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ સૌથી વધારે થાય છે.

હદય સાથે જોડાયેલી બિમારીઓ
ચામાં કેફીન વધુ પ્રમાણમાં જોવા મળે છે અને તે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ માટે બરાબર નથી. જે લોકોને હૃદયની બિમારી હોય છે,તેમને ચા પીવાની જરૂર નથી નહીંતર તેમને હૃદયની બિમારીઓ ફરીથી થઈ શકે છે.ચાનુ અોછુ સેવન સારું છે, પણ વધારે પીવાથી તમે રોગથી ઘેરાય શકો છો.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.