ગુરૂવારના દિવસે કરો પીળા રંગ ના આ વિશેષ ઉપાય, પૈસાના તંગી થશે દુર

ગુરુવારે પીળા રંગનુ મહત્વ સમજી જશો,તો જંદગી સુખ સમૃદ્ધિથી ભરાઇ જશે.ફક્ત આ સરળ ઉપાય અજમાવી જુઓ.

ગુરુવાર ને ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવ નો દિવસ કહેવાય છે.જીવન માં સફળતા અને નિષ્ફળતા દરેકને મળે છે.આવામાં લોકો પોતાના દુખ દૂર કરવા માટે અલગ અલગ ઉપાયો અજમાવે છે, પરંતુ ગુરુવારે કરવામાં આવેલાં ઉપાયો તેમને ભગવાન વિષ્ણુ સાથે સાથે ગુરુના આશીર્વાદ પણ અપાવે છે.અને આમ પણ પીળા રંગનુ બૃહસ્પતિવારે વિશેષ મહત્વ છે.તેનાથી સંબંધિત ઉપાયો કરવાથી, ગુરુના આશીર્વાદ વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ લાવે છે અને અનેક પ્રકારની મુશ્કેલીઓનો અંત આવે છે અને જીવનને સુખદ બનાવે છે.

આવો જાણીએ પીળા રંગના સરળ એવા ઉપાયો છે જેને અજમાવી તમે તમારા જીવન માથી ગરીબી દૂર કરી શકશો,અને સમૃદ્ધિ લાવવામાં પણ ઉપયોગી સાબિત થશે.

તમે જાણો છો કે પીળો રંગ ભગવાન વિષ્ણુ નો રંગ છે.આ રંગ બૃહસ્પતિ દેવ નો પણ પ્રિય છે.તેથી ગુરુવારના દિવસમાં નહાઇ ને,પીળા રંગનાં કપડાં પહેરો અને ભગવાન બૃહસ્પતિની યથાવત પૂજા કરો. પૂજા દરમિયાન ભગવાન શ્રીહરિ એટલે કે વિષ્ણુજીને પણ પીળા રંગનાં ફૂલ ચડાવો.તમે કરેણના ફૂલ પણ તમારા દેવને અર્પિત કરી શકો છો. વિધીવત્ત પુજ‍ પછી પીળા રંગની મિઠાઈ નો પ્રસાદ પણ વિતરિત કરો.

ભોજન મા પણ ચણની દાળ જરુર બનાવો અને પહેલા ભગવાનને અર્પિત કરો અને પછી તેને જમી લો.સાંજના સમયે ચંદનથી બૃહસ્પતિ દેવનુ તિલક કરો અને બૃહસ્પતિદેવ ના મંત્ર નુ ઉચ્ચારણ કરો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.