પરીક્ષા માં સારા માર્ક્સ લાવવા માટે વિદ્યાર્થીઓ અજમાવો આ સાત ઉપાયો

શિક્ષા મેળવવી એ બધા ના જીવન ની પહેલી પ્રાથમિકતા છે અને હર કોઈ તેના જીવન માં શિક્ષા મેળવવા માટે ખુબજ મહેનત કરે છે.દિવસ રાત એક કરી અને બધાજ બાળકો ભણવામાં લાગી જાય છે.જેથી તેઓ સારા માર્ક્સ લાવી શકે અને પોતાનું નામ આગળ લાવી શકે.જોકે દરેક બાળક સારા માર્ક્સ લાવી શકતું નથી અને લાખ મહેનત પછી પણ તેની કિસ્મત પરીક્ષા સમયે તેનો સાથ આપતી નથી અને કેટલાક એવા પણ બાળકો છે જે ઓછી મહેનત કરી અને વધારે અંક લઈ આવે છે.

જે બાળકો ની કિસ્મત તેનો સાથ ભણવામાં આપતી નથી તેઓ નીચે જણાવેલ ઉપાયો ને કરે,તો તેઓ સારા માર્ક્સ મેળવી શકે છે અને કોઈપણ પરીક્ષા ને ખુબજ સરળતા થી પાસ કરી શકે છે.

સારા માર્ક્સ મેળવવા ના ઉપાયો

સાચી હોવી જોઈએ ભણવાના સ્થાન ની દિશા

બાળક ઘર માં જે જગ્યા એ ભણવા બેસે છે તે જગ્યા ની દિશા ઉત્તર અને પૂર્વ દિશા ની વચ્ચે હોવી જોઈએ.આજ દિશા તરફ મો રાખી અને બાળક બેસે તો તેને બધીજ વસ્તુઓ જલ્દી થી સમજાઈ જાય છે.

કરો મંત્ર નો જાપ

રોજ સવારે ઉઠી અને ‘ગુરુ ગૃહ ગઈ પઢન રઘુરાઈ,અલ્પ કાલ વિદ્યા સબ આઈ’ મંત્ર નો જાપ કરવાથી ભણવામાં સારી અસર પડે છે અને કામયાબી મળે છે.આ મંત્ર નો જાપ કરવાનો ઉત્તમ સમય સવારે સાત વાગ્યા નો છે.

કરો સરસ્વતી મા ના જાપ

માં સરસ્વતી ની પૂજા કરવાથી વિદ્યાર્થી ઉપર માતા સરસ્વતી ની કૃપા બનેલી રહે છે અને બાળકો ને માતા થી જ્ઞાન પ્રાપ્ત કરવાની શકતી મળે છે.વિદ્યાર્થીઓ રોજ સવારે ઊઠીને માતા ને યાદ કરી અને ” ॐ ऐं ह्रीं श्रीं वाग्देव्यै सरस्वत्यै नमः ” મંત્ર નો જાપ કરો.જે પછી તેને જલ્દી જ જ્ઞાન હાસિલ થવા લાગશે.

ગાય ને ખવરાવો રોટલી

ગાય ને ગુરુવાર ના દિવસે રોટલી ખવરાવવાથી પણ વિદ્યાર્થી નું મન ભણવામાં લાગેલું રહે છે અને તેને પેપર માં સારા માર્ક્સ આવે છે.જો વિદ્યાર્થી પાસે ગાય ને રોટલી ખવરાવવા નો સમય ન હોય તો બસ ગાય ને ખવરાવવા માં આવતી રોટલી ને ખાલી હાથ લગાવી દે અને એ રોટલી ને ગાય ને ખવરાવવા માં આવે તો પણ ફળ મળે છે.

ભગવાન ને લગાવો ભોગ

ભગવાન શ્રી ગણેશ ની પૂજા કરવાથી વિદ્યાર્થી ના મગજ માં સારી અસર પડે છે અને વિદ્યાર્થી ને ભણવામાં કોઈ સમસ્યા ઓ રહેતી નથી.એટલા માટે વિદ્યાર્થી દરરોજ ભગવાન શ્રી ગણેશ ની પૂજા કરે અને તેને લાડુ નો ભોગ અર્પિત કરે.

માથા ઉપરથી સરસવ ફેકો

કોઈપણ પરીક્ષા માં જતા પહેલા વિદ્યાર્થી પોતાના ઘર ના દરવાજા પર ઉભા રહી અને તેના માથા ઉપરથી થોડી પીળી સરસવ ફેંકે.આમ પેપર આપવા જતા વિદ્યાર્થીઓ દહીં અને સાકર ખાઈ અને નીકળે.

સૂર્ય ને દો અર્ધ્ય

વિદ્યાર્થી જો દરરોજ ભગવાન સૂર્ય ને અર્ધ્ય આપે તો તે તેના માટે ખુબજ સારું છે અને તેને ભણવા માટેની ઉર્જા મળે છે.વિદ્યાર્થી ને બસ દરરોજ સવારે ઉઠી અને સૂર્ય ભગવાન ને જોઈ અને તેને પાણી ચઢાવવા નું રહેશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.