શું તમારે સફળતા જોઈએ છે ? તો વાર પ્રમાણે ભગવાન ને ચડાવો આ ફૂલ..

પ્રકૃતિ અને મનુષ્ય નો સબંધ જુના જમાનાથી જ રહ્યો છે.આ બન્ને એકબીજા વગર અધૂરા માનવામાં આવે છે. એના કારણે તો હિંદુઓ માં પૂજા માં વૃક્ષો ના પાન,ફળ વગેરે નો ઉપયોગ કરવામાં આવે છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ફૂલો નો ઉપયોગ પૂજા સહિત જ્યોતિષશાસ્ત્ર માં પણ થાય છે.જેવી રીતે અઠવાડિયા ના દરેક દિવસો એક ગ્રહ સાથે જોડાયેલા છે એવીજ રીતે એ ગ્રહ એક ફૂલ સાથે જોડાયેલા છે.જો તમે અઠવાડિયા ના દરેક અલગ અલગ દિવસે અલગ અલગ ફૂલ તમારી પાસે રાખો તો તે તમારા જીવન માં રોનક લાવી શકે છે.તમારા કાર્ય માં કોઈ પણ પ્રકાર ની કોઈ રૂકાવટ આવતી નથી.આજે અમે તમને આ લેખ દ્વારા ક્યુ ફૂલ ક્યાં વારે રાખવું એ જણાવવા જઈ રહ્યા છીએ.

સોમવાર


તમને જણાવી દઈએ કે સોમવાર એ ચંદ્ર નો દિવસ હોય છે અને ચંદ્ર એ મનુષ્ય ના મન નું પ્રતીક માનવામાં આવે છે.તે કલ્પના અને વિચારશક્તિ નું પ્રતિનિધિત્વ કરે છે.જો તમે આ લેવેન્ડર નું ફૂલ તમારા કુળ દેવતા ને ચઢાવો અથવા તમારી પાસે રાખો તો આ દિવસે તમને ઘણું સુખ પ્રદાન થશે.

મંગળવાર

તમને જણાવી દઈએ કે મંગળવાર એ મંગળ ગ્રહ નો દિવસ છે.મંગળ નો રંગ લાલ છે એટલા માટે લાલ રંગ નું ફૂલ તમારી પૂજા માં રાખવાનું ના ભૂલો જો તમે આવું કરો છો તો તમને કોઈ પણ પ્રકાર ની ક્યારેય મુશ્કેલી નડતી નથી.તમારા બધાજ સંકટ દૂર રહેશે અને તમે ખુદ ને ઉર્જાવાન અનુભવશો.

બુધવાર

બુધવાર નો દિવસ એ બુધ ગ્રહ નો દિવસ કહેવાય છે જો તમે આ દિવસે લિલી અથવા કુમેદ ના પુષ્પો તમારી પાસે રાખો તો તેનાથી તમારો માનસિક તણાવ દૂર થાય છે.જો તમે આ ફૂલો ને તમારી પાસે રાખશો તો સકારાત્મક ઊર્જા તમારી સાથે જ રહેશે.

ગુરુવાર

ગુરુવાર નો દિવસ દેવગુરુ બૃહસ્પતિ ને સમર્પિત હોય છે.જો તમે આ દિવસે તમારી પાસે કોઈપણ રીતે કમળ નું ફૂલ રાખશો તો તમારો દિવસ સુખદ રીતે પસાર થશે.અધ્યાત્મ સાથે સબંધ વધશે.તેની સાથે જ તમારા અંદર સારા વિચારો આવશે અને સાથે સાથે નિર્ણય લેવાની ક્ષમતા પણ વધશે.

શુક્રવાર

તમને જણાવી દઈએ કે પ્રેમ અને ભૌતિક સુખ સુવિધાઓ થી ભરેલો શુક્ર ગ્રહ છે જેનો દિવસ શુક્રવાર ને માનવામાં આવેછે.જો તમે આ દિવસો માં તમારી પાસે જાંબલી રંગ નું ફૂલ રાખશો તો વાતાવરણ શુદ્ધ બને છે અને તેની સાથે જ તમારામાં સાહસ પણ આવે છે.

શનિવાર

શનિવાર નો દિવસ ન્યાય ના દેવતા શનિનો દિવસ છે.જો તમે આ દિવસે મોર્નિંગ ગ્લોરી ફૂલ તમારી પાસે રાખો તો તેનાથી ખુશીઓ નું મોજું ફરી વળે છે.દુર્ઘટનાઓ ની સંભાવનાઓ પણ તળે છે.

રવિવાર

તમને જણાવી દઈએ કે રવિવાર નો દિવસ એ સૂર્ય દેવ ને સમર્પિત હોય છે.આ દિવસે ગુલનાર અથવા ગુડહલ જેવા ફૂલો તમારી પાસે રાખો તો તેનાથી બધાજ સંકટ દૂર રહે છે.તમે જે પણ કાર્યો માં કામ કરશો એ નિર્વિઘ્ને પૂર્ણ થશે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.