આ દિવસે આવે છે કડવા ચોથનુ વ્રત,જાણો પૂજાની રીત

પરણીત મહિલાઓ દ્વારા દર વર્ષે કડવા ચોથનું વ્રત રાખવામાં આવે છે.માન્યતા છે કે કડવા ચોથાના દિવસે વ્રત કરવાથી પતિની આયુષ્ય વધે છે.કડવા ચોથનુ વ્રત નિર્જલા વ્રત હોય છે અને આ દિવસે ચંદ્રમાની પૂજા પછી જ અન્ન ગ્રહણ કરાય છે. કરવા ચોથનુ હિંદુ ધર્મમાં ખુબ મહત્વ છે અને તે વ્રત દરેક પરણીત મહિલાઓનો રાખે છે.

આ વર્ષે ક્યારે આવે છે કડવા ચોથનુ વ્રત

આ વર્ષ કરવા ચોથા 17 મી ઓક્ટોબરના દિવસે આવી રહ્યુ છે.તેથી તમે 17 તારીખે તમે આ વ્રત કરો. કડવા ચોથના દિવસે પૂજાની રીત કઇ છે અને આ દિવસે શુ કરવુ શુભ હોય છે અને શુ અશુભ હોય છે,તે માહિતી નીચે મુજબ છે

કડવા ચોથના વ્રતની પુજા વિધિ

કરવા ચોથના દિવસે સાંજે 5 વાગ્યે પૂજા કરવામાં આવે છે અને આ પૂજાના સમયગાળા દરમિયાન મહિલાઓ કડવા ચોથના વ્રતથી જોડાયેલી કથા વાંચે છે. કથાના વાંચન પછીની ચાંદ નિકળવાની રાહ જોવાય છે. ચાંદો નિકળ્યા પર ચંદાને જળ અર્પિત કરવામાં આવે છે અને તે પછી પતિના હાથે પાણી પીને વ્રત તોડવામાં આવે છે.

કડવા ચોથના દિવસે કરો આ શુભકામ-

કડવા ચોથના દિવસે પૂજાના સમયે લાલ,ગુલાબી અને પીલે રંગના કપડા પહેરવા જોઇએ અને શૃંગાર કરવો જોઇએ.

આ દિવસે લગ્નના કપડા પહેરવા પણ શુભ મનાય છે.કડવા ચોથના દિવસે પતિના હાથથી પાણી પીને તે પછી જ અન્ન ખાવુ જોઇએ.આ દિવસે જો તમારા પતિ કોઇ કારણો સર તમારી સાથે ન હોય તો તમે પતિનો ફોટો જોઇને પણ વ્રત પુર્ણ કરી શકો છો.કડવા ચોથના દિવસે આ વ્રતથી જોડાયેલી કથા વાંચો અને માતા પાસેથી તમારા પતિના લાંબા આયુષ્ય માટે કામના કરો.આ દિવસે વહુને તેની સાંસુને વસ્ત્રો અને મિઠાઇ ભેટ તરીકે આપવા જોઇએ અને સાંસુ પાસેથી આશિર્વાદ લેવા જોઇએ.ચંદ્રમાની પૂજા સમયને દિપક કરીને તે દિપકથી પતિની આરતી પણ કરો.આ દિવસ તમે મંગળસૂત્ર અવશ્ય પહેરો અને હાથો પર મહેંદી પણ લગાવો.આ દિવસે તમે નવા કપડા પર ધારણા કરવા સાથે તમે લાલ રંગની બંગડી અવશ્ય પહેરો.

કડવા ચોથના દિવસે શુ કરવાથી થાય છે અશુભ

કડવા ચોથના દિવસે સફેલ, નીલા અને કાળા રંગના કપડા ના પહેરો.કારણ કે આ દિવસે તે અશુભ હોય છે.
કડવા ચોથની પૂજા કર્યા પહેલાં કંઇ પણ ન ખાઓ.તમારા મન માં ખરાબ વિચારો ન લાવો.કોઈનુ બૂરુ ના કરો અને આ દિવસે કોઈને પણ નિંદર માથી ન જગાડો.કડવા ચોથના દિવસે કાતર અથવા લોઢાથી બનેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો અશુભ ફળ આપે છે.આ ઉપરાંત આ દિવસે નખ અને વાળ કાપવા પણ અશુભ હોય છે.

જો તમે આખો દિવસ ભૂખ્યા ન રહી શકો તો તમે કડવા ચોથની કથા વાંચ્યા પછી પાણી,ચા અથવા કોફી પી શકો છો.કોઈ પણ પ્રકારની બીમારી થવા પર તમે આ વ્રત ના રાખો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.