1 મિનીટ માં દુર થઇ જશે તમારા માથા નો દુખાવો બસ અજમાવો આ 6 ઘરેલું ઉપાય

માથા ના દુખાવાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાય છે સૌથી ઉપયોગી

માથા ના દુઃખાવા થવાના ઘણા બધા કારણ હોય છે અને આ દુખાવો કોઈ ને પણ થઇ શકે છે. માથા નો દુખાવો થવા પર હંમેશા ઘણા લોકો દવા નું સેવન કરી લે છે. પરંતુ વધારે દર્દ નિવારક દવા ખાવાનું તબિયત માટે સાચું નથી માનવામાં આવતું. તેથી તમને માથા નો દુખાવો થવા પર કોઈ પણ પ્રકારની દર્દ નિવારક દવા ખાવાની જગ્યાએ ઘરેલું નુસખા અજમાવો. આ ઘરેલું નુસ્ખાઓ ની મદદ થી તમારા માથા નો દુખાવો મીનીટો માં દુર થઇ જશે.

કેમ થાય છે માથા માં દુખાવો

માથા માં દર્દ થવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. હા વધારે કરીને લોકો ને તણાવ અને થકાવટ ના કારણે આ દર્દ થાય છે. આજકાલ ના સમય માં વધારે કામ નું પ્રેશર લેવાથી અને વધારે સમય સુધી કામ કરવાથી માથા નો દુખાવો થવા લાગે છે. તેથી તમે કામ નું વધારે પ્રેશર પોતાના ઉપર ના પડવા દો અને દરેક પ્રકારના તણાવ થી દુર રહો.

માથા ના દુખાવાથી રાહત મેળવવાના ઘરેલું નુસખા-

સુકા આદું ની પેસ્ટ

ઠંડી ની ઋતુ માં ઠંડી હવા માથા પર લાગવાના કારણે હંમેશા માથા માં દર્દ થવા લાગે છે. ઠંડી ની ઋતુ માં માથા માં દર્દ હોવા પર તમે સુંઢ એટલે સુકા આદું માં પાણી મેળવીને એક પેસ્ટ બનાવી લો અને પછી આ પેસ્ટ ને પોતાના માથા પર લગાવી લો. થોડાક સમય પછી આ પેસ્ટ ને સાફ કરી લો. તમારા માથા નું દર્દ થોડાક જ સમય માં ગાયબ થઇ જશે. આદું ના પાવડર ના સિવાય તમે તજ નો પાવડર પણ ઉપયોગ કરી શકે છે અને તજ પાવડર માં પાણી મેળવીને તેની પેસ્ટ તૈયાર કરીને, પોતાના માથા પર લગાવી શકો છો.

લીંબુ અને ગરમ પાણી

લીંબુ નો ર્સ નીકાળીને તેને હલકા ગરમ પાણી ની સાથે પી લો. તમને તરત જ માથા દર્દ થી રાહત મળી જશે. ઘણી વખત પેટ માં ગેસ થવા ના કારણે પણ માથા માં દર્દ ની સમસ્યા થઇ જાય છે અને એવામાં લીંબુ અને ગરમ પાણી ને પીવાથી ગેસ દુર થઇ જાય છે અને માથા દર્દ બરાબર થઇ જાય છે. તમે ઈચ્છો તો લીંબુ અને ગરમ પાણી ની અંદર મધ, ખાંડ અથવા મીઠું પણ મળી શકે છે.

લવિંગ અને મીઠા નું મિશ્રણ

લવિંગ અને મીઠા ના મિશ્રણ નું સેવન કરવાથી આ દર્દ થી રાહત મેળવી શકાય છે.. મીઠા ની અંદર હાઈગ્રસ્કાપીક ગુણ મળે છે જે માથા ના દુઃખાવા ને દુર કરવાનું કાર્ય કરે છે. તમે બસ થોડોક લવિંગ નો પાવડર અને મીઠું લઇ લો અને તેમને સારી રીતે મેળવી લો. હવે તમે એક ગ્લાસ ગરમ દૂધ ની સાથે આ મિશ્રણ ને ખાઈ લો. તમે ઈચ્છો તો આ મિશ્રણ ને દૂધ માં મેળવીને પણ લઇ શકો છો.

લીંબુ ની ચા

લીંબુ ની ચા પીવાથી પણ માથા નું દર્દ ગાયબ થઇ જાય છે. તેથી જ્યારે પણ તમને માથા માં દર્દ હોય તો તમે લીંબુ વાળી ચા પી લો. ત્યાં જો તમને લીંબુ ની ચા નથી પીવાની તો તમે તેની જગ્યા પર આદું અને લવિંગ વાળી ચા પણ પી શકો છો. આ ચા થી પણ તમને આરામ મળી જશે.

તુલસી અને આદું નો રસ

તમે કેટલાક તુલસી ના પાંદડા લઇ લો અને તેમને સારી રીતે પીસી લો અને તેમનો રસ નીકાળી લો. આ રીતે તમે આદું નો રસ પણ નીકાળી લો. આ બન્ને વસ્તુઓ ના રસ ને તમે મેળવી લો અને પી લો. આદું અને તુલસી ના રસ ને પિતા જ તમારા માથા નું દર્દ ભાગી જશે અને તમને રાહત મળી જશે.

તેલ થી માલીશ

માથાના દુખાવો થવા પર તેલ ની માલીશ કરવાથી આ દર્દ થી રાહત મળી જાય છે. તમે ઈચ્છો તો નારિયેળ અથવા પછી લવિંગ ના તેલ થી પોતાના માથા ની માલીશ કરી શકો છો. નારિયેળ ના તેલ થી માથા ની માલીશ કરવાથી પહેલા તમે તેને હલકું ગરમ કરી લો. આ રીતે લવિંગ ના તેલ ને પણ તમે ગરમ કરીને જ પોતાના માથા પર લગાવો. જો તમે લવિંગ ના તેલ થી પોતાના માથા ની માલીશ નથી કરવા માંગતા તો તમે કેટલાક લવિંગ ને લઈને તેમને ગરમ કરી લો. સારી રીતે લવિંગ ને ગરમ કર્યા પછી તમે તેને એક કપડા માં બાંધી લો અને પછી તેને સુંઘતા રહો. લવિંગ ને સુંઘવાથી તમારૂ દર્દ એકદમ પૂરું થઇ જશે.

ઉપર જણાવેલ નુસ્ખાઓ ના સિવાય તમે લસણ નો રસ પીને, પોતાના પગ ને ગરમ પાણી માં રાખીને અથવા પછી ફુદીના નું તેલ સુંઘીને પણ પોતાના માથા દર્દ થી રાહત મેળવી શકાય છે. ત્યાં આ નુસ્ખાઓ ને અજમાવ્યા પછી પણ તમારા માથા નું દર્દ દુર નથી થતું તો તમે ડોક્ટર થી સંપર્ક કરો.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.