ગરુડ પુરાણ માં જણાવવામાં આવેલ આ ભૂલો ને કરવાથી બગડી જાય છે જીવન, દુર થઇ જાય છે ઘર ની શાંતિ

ગરુડ પુરણ માં કેટલીક એવી વસ્તુઓ નો જીક્ર કરવામાં આવ્યો છે. જેમના કારણે માણસ નું જીવન બરબાદ થઇ જાય છે અને ઘર-પરિવાર નું સુખ તેમને નથી મળી શકતું. ગરુડ પુરાણ પ્રમુખ 18 પુરાણો માંથી એક છે અને આ પુરાણ માં જણાવેલ વસ્તુઓ ને ધ્યાન માં રાખવાથી માણસ નું જીવન સુખો થી ભરાઈ જાય છે. તો આવો જાણીએ ગરુડ પુરાણ માં જણાવવામાં આવેલ આ વાતો.

સંતાન નું પાલન પોષણ બરાબર રીતે કરો

ગરુડ પુરણ ના પહેલા નિયમ ના મુજબ જે લોકો પોતાની સંતાન નું બરાબર રીતે ધ્યાન નથી રાખતા અને સંતાન ના પાલન પોષણ બરાબર રીતે નથી કરતા. તે માણસનો પરિવાર તબાહ થઇ જાય છે અને એવો માણસ સદા દુખી જ રહે છે. સંતાન નું પાલન પોષણ બરાબર રીતે ના કરવાથી સંતાન આગળ જઈને માતા-પિતા નું સમ્માન નથી કરતી. સાથે જ પરિવાર માં અશાંતિ નો માહોલ બની જાય છે.

લાલચ ના કરો

લાલચ માં આવીને માણસ નું હંમેશા નુકશાન જ થાય છે. લાલચ માં ફસાઈને માણસ પોતાના માટેજ પરેશાની ઉભી કરી લે છે. તેથી લાલચ માં તમે ક્યારેય પણ ના આવો. ધન નું લાલચ કરવાનું ગરુડ પુરાણ માં સૌથી ઘાતક જણાવવામાં આવ્યું છે. ધન નો લાલચ કરવાથી હંમેશા હાની જ થાય છે.

આવક થી વધારે ખર્ચો ના કરો

માણસ ને ક્યારેય પણ પોતાની આવક થી વધારે ખર્ચો ના કરવો જોઈએ. માણસ જેટલું કમાય છે તેને તે હિસાબ થી જ ખર્ચો કરવો જોઈએ. જે લોકો પોતાની આવક થી વધારે ખર્ચો કરે છે અથવા દાન કરે છે. તે લોકો જલ્દી જ ગરીબ થઇ જાય છે અને પોતાની જરૂરતો ને પૂરી નથી કરી શકતા. તેથી પોતાની આવક ના હિસાબ થી જ ખર્ચો કર્યા કરો.

ખોટા સંગત ના લોકો થી રહો દુર

હંમેશા ખરાબ લોકો થી દુરી બનાવીને રાખો. ખરાબ લોકો ની સંગત માં રહેવાથી જીવન પર ખરાબ અસર પડે છે. ખરાબ વિચાર વાળા લોકો જીવન ને દુખો થી ભરી દે છે. એવા લોકો ના વિચાર અમારા પર હાવી થઇ જાય છે અને આ લોકોના સાથે રહીને આપણે પણ ખરાબ કામ કરવા લાગી જાય છે. તેથી હંમેશા એવા જ લોકો થી મિત્રતા કરો. જેમની સંગત સારી હોય અને જેમના વિચાર તમને જીવન માં કંઇક સારું પ્રેરિત કરવા માટે પ્રોત્સાહિત કરે.

ખરાબ ના વિચારો

જે લોકો અન્ય લોકો માટે ફક્ત ખરાબ જ વિચારે છે. તે લોકો નું ક્યારેય પણ ભલું નથી થઇ શકતું. એવા લોકો ના વિચાર તેમના જીવન ને બરબાદ કરી દે છે. માણસ ના વિચાર જેવા હોય છે તેમનું જીવન પણ તે પ્રકારે બને છે. સારા વિચાર વવાળા લોકો સદા ખુશ રહે છે. જયારે ખરાબ વિચાર વાળા લોકો નું જીવન દુખો થી ભરાઈ જાય છે. તેથી પોતાના વિચાર ને ખરાબ ના થવા દો અને હંમેશા બરાબર જ વિચારો.

નકારાત્મક વિચાર રાખો દુર

નકારાત્મક વિચાર જીવન માં પરેશાનીઓ ઉભી કરી દે છે. તેથી પોતાના વિચાર ને નકારાત્મક ના થવા દો. હંમેશા સારા વિચાર જ પોતાના મગજ માં લાવો અને સારું જ વિચારો. સકારાત્મક વિચાર વાળા લોકો નું જીવન ઉર્જા થી ભરાઈ રહે છે અને તેમના સાથે ક્યારેય પણ કંઈ ખરાબ નથી થતું. સાથે જ તેમના આસપાસ નો માહોલ પણ સારો બની રહે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.