સોમવાર થી લઈને રવિવાર સુધી, ઘર ના કિચન માં આ વસ્તુઓ બનાવવી રહે છે શુભ

મિત્રો દરેક લોકો ને ખાવા પીવાનો બહુ શોખ હોય છે. ઘર ની બધી સ્પેશ્યલ વસ્તુઓ કિચન માં જ બનાવવામાં આવે છે. તેમ તો આપણે હંમેશા પોતાના મુડ અને મરજી થી દરરોજ કંઈ પણ બનાવી લે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ ના મુજબ જો અઠવાડિયા ના અલગ અલગ દિવસે કંઇક ખાસ વસ્તુઓ કિચન માં પકવવામાં આવે તો આ ઘણું શુભ હોય છે. આ વાત ને ધ્યાન માં રાખતા આજે અમે તમને દરેક દિવસ ના હિસાબ થી એક ખાસ ડીશ ના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સોમવાર: જેવું કે તમે બધા જાણો છો આ દિવસ શિવજી નો દિવસ હોય છે. શિવજી ને ખાવા પીવા નો બહુ શોખ છે. એવામાં તમને સોમવાર ના દિવસે કોઈ ખાસ પ્રકારના પકવાન બનાવવા જોઈએ. આ દિવસે કોઈ એવી સ્પેશ્યલ ડીશ બનાવો જે તમે ફક્ત ખાસ મોકા પર જ બનાવો છો. તેને બનાવ્યા પછી શિવજી ને તેનો ભોગ લગાવવાનું ના ભૂલો.

મંગળવાર: આ દિવસ હનુમાનજી નો હોય છે. હનુમાનજી ને ચણા બહુ પસંદ હોય છે. એવામાં તમને આ દિવસે ચણા ની શાકભાજી બનાવવી જોઈએ. તેના માટે તમે કાબુલી ચણા પણ ઉપયોગ કરી શકો છો. તેમ તો આ શાકભાજી ની સાથે તમે ઈચ્છો તો પૂરી પણ બનાવી શકો છો. હનુમાનજી ને મંગળવાર ના ચણા નો ભોગ લગાવવો ઘણું શુભ માનવામાં આવે છે.

બુધવાર: આ ગણેશજી નો દિવસ હોય છે. આ વાત તો બધા જાણીએ છીએ કે ગણેશ જી ને મોદક કેટલા પસંદ હોય છે. એવમાં આ દિવસે ઘર માં લાડુ બનાવવા ઘણા શગુન વાળા હોય છે. આ દિવસે સવારે સવારે લાડુ બનાવીને તમે ગણેશ જી ને ભોગ લગાવો. તમારો પૂરો દિવસ સારો જશે.

ગુરુવાર: આ દિવસે સત્યનારાયણ વિષ્ણુ ની વિશેષ પૂજા થાય છે. એવામાં ગુરુવાર એ તમે ખીર જરૂર બનાવો. ખીર ની સાથે સાથે તમે ઈચ્છો તો મીઠા ભાત (ચોખા) પણ બનાવી શકો છો. મીઠા ભાત વિષ્ણુજી ના પ્રિય છે. તેમને તેનો ભોગ લગાવવા પર પુરા ઘર નું કલ્યાણ થાય છે.

શુક્રવાર: આ લક્ષ્મીજી નો દિવસ હોય છે. આ દિવસે ઘર માં તમે કોઈ પણ સામગ્રી બનાવી શકો છો. પરંતુ એક વાત નું ધ્યાન રાખો કે શાકભાજી અથવા અન્ય સામગ્રી માં તમે લસણ અને ડુંગળી નો ઉપયોગ ના કરો. લક્ષ્મી જી ને લસણ અને ડુંગળી પસંદ નથી હોતા તેથી તેને શુક્રવાર ના દિવસે શાકભાજી માં નાંખવાથી બચો. લસણ ડુંગળી વગર થી બનાવેલ ખાવાનો ભોગ લક્ષ્મી જી ને લગાવવાથી પૈસા ની આવક વધે છે અને તેમનો આશીર્વાદ પણ મળે છે.

શનિવાર: આ શનિદેવ નો દિવસ હોય છે. જેવું કે તમે બધા જાણો છો શનિદેવ ને તેલ પસંદ હોય છે એવામાં આ દિવસે તમે તેમને તેલ માં ફ્રાઈ કરેલ કોઈ સ્પેશ્યલ ડીશ બનાવીને ચઢાવી શકો છો. તેમ તો આ દિવસે તમે કંઈ પણ બનાવો તેને થઇ શકે તો કાગડા ને પણ થોડોક જરૂર નાંખી દો. કાગડો શનિદેવ નું વાહન હોય છે. શનિવારે તેને ઘર માં બનાવીને ખાવાનો થોડોક ભાગ આપવો શુભ માનવામાં આવે છે. તેનાથી પરિવાર પર કોઈ પણ મુસીબત નથી આવતી.

રવિવાર: આ સૂર્યદેવ નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ઘર માં કોઈ પણ સફેદ વસ્તુ બનાવવી શુભ હોય છે. એવામાં તમે ભાત, ખીર, સફેદ મીઠાઈ, અથવા કોઈ અન્ય સફેદ સામગ્રી બનાવી શકો છો. તમે જે પણ બનાવો તેને થોડોક કોઈ સફેદ જાનવર અથવા પક્ષી ને પણ ખવડાવી દો. આ શુભ હોય છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.