ભૂલ થી પણ ના કરો આ કામ પાકો દોસ્ત પણ બની જશે દુશ્મન..

એક સાચો મિત્ર એ જ હોય છે, જે મુશ્કેલી ના સમયે મદદ કરવા આવશે. જ્યાં મિત્રતામાં પ્રેમ છે ત્યાં લડાઈ-ઝઘડા પણ છે.ઘણી વખત મિત્રો વચ્ચે એવી પણ લડાઈ થાય છે કે સંબંધ તૂટી જાય છે.જ્યારે હકીકત માં એકજ વ્યક્તિ ભૂલો કરે છે, જેના કારણે મિત્રો વચ્ચે ઝઘડા થાય છે.

પાક્કી દોસ્તી બની રહે તે માટે વાસ્તુ શાસ્ત્ર ની કેટલીક વાતો ધ્યાન માં રાખવી જોઈએ.

1) વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર ના મુખ્ય પ્રવેશદ્વાર ની આસપાસ મેલા કે ગંદા કપડાં ન રાખવા જોઈએ.એને કારણે સબંધો માં પવિત્રતા આવે છે.

2) વાસ્તુશાસ્ત્ર અનુસાર એકબીજા નું એંઠું ભોજન ના ખાવું જોઈએ.આવું કરવાથી તમારી મિત્રતા સદાય ના માટે કાયમ રહે છે અને જો એંઠું ભોજન ખાશો તો મિત્રતા ઝડપ થી તૂટી શકે છે.

3)ઘરની છત પર ભંગાર અથવા બિનજરૂરી સામાન રાખવાનું ટાળો. આ સ્થળ સંબંધો પર પણ અસર પાડશે.આ સ્થાને આ બધી સામગ્રી રાખવાથી પરિવારના સભ્યોનાં સંબંધો પર ખરાબ અસર પડી છે.

4) તમારા મિત્રો નો રૂમાલ અથવા અત્તર ક્યારેય વાપરશો નહીં. આ વસ્તુઓ વાપરવાથી મિત્રતા ઘટે છે અને અમુક વખતે ઝઘડો પણ થઈ જાય છે.

5) આ સિવાય મિત્રો સાથે કાળા રંગ ની વસ્તુઓ ની લેવડ દેવડ પણ ક્યારેય ન કરવી.કાળો રંગ અશુભ માનવામાં આવે છે તેનાથી રાહુ ઉતેજીત થાય છે.આમ તમારી દોસ્તી માં વિક્ષેપ પણ આવી શકે છે.

6) શનિવાર ના દિવસે મિત્રો સાથે લેવડ દેવડ અને ચર્ચા કરવામાં ધ્યાન રાખવું જોઈએ.કારણ કે આ દિવસે કારણ વગર પણ મિત્રો સાથે અણબનાવ બની શકે છે.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો

આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.