ફેબ્રુઆરી મહિના માં આ 5 ગ્રહ કરવા જઈ રહ્યા છે રાશી પરિવર્તન, 12 રાશી પર પડશે તેનો પ્રભાવ

ફેબ્રુઆરી મહિનો શરુ થઇ ગયો છે અને આ મહિના ના શરુ થતા જ ઘણા બધા ગ્રહ પોતાની રાશી બદલવા જઈ રહ્યા છે. ગ્રહો ના આ રાશી પરિવર્તન થી લોકો ના જીવન માં ઘણા પ્રકારના બદલાવ દેખવા મળશે. આ મહિના 9 માંથી 5 ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ અને શુક્ર પોતાની રાશી બદલી રહ્યા છે. ગ્રહો ના આ રાશી પરિવર્તન ની અસર બધા 12 રાશીઓ પર દેખવા મળશે. આ ગ્રહો ના આ રાશી પરિવર્તન 2 ફેબ્રુઆરી થી શરુ થઇ જશે.

ફેબ્રુઆરી મહિના માં થવાનું છે આ ગ્રહો નું રાશી પરિવર્તન

શુક્ર ગ્રહ

બે ફેબ્રુઆરી ની રાત્રે શુક્ર ગ્રહ પોતાની રાશી બદલવા જઈ રહ્યા છે અને આ ગ્રહ કુંભ રાશી માંથી નીકળીને મીન રાશી માં પ્રવેશ કરશે. કેટલાક દિવસો સુધી મીન રાશી માં રહ્યા પછી શુક્ર ગ્રહ ફેબ્રુઆરી મહિના ની 28 તારીખ એ ફરી થી રાશી પરિવર્તન કરશે અને મેષ રાશી માં પ્રવેશ કરશે.

ચંદ્ર ગ્રહ

આ મહીને ચંદ્ર ગ્રહ પણ પોતાની રાશી બદલી રહ્યો છે અને આ ગ્રહ 2 ફેબ્રુઆરી ની રાત્રે મેશ રાશી થી નીકળીને વૃષભ રાશી માં પ્રવેશ કરશે. ત્યાં 5 ફેબ્રુઆરી ની સવારે ચંદ્ર ગ્રહ વૃષભ રાશી થી નીકળીને મિથુન રાશી માં પ્રવેશ કરી લેશે. જ્યોતિષો ના મુજબ ચંદ્ર ગ્રહ તેના પછી દરેક અઢી દીવસ માં રાશી બદલતો રહેશે.

મંગળ ગ્રહ

7 ફેબ્રુઆરી એ મંગળ ગ્રહ ધનુ રાશી માં પ્રવેશ કરશે. આ સમયે આ ગ્રહ વૃશ્ચિક રાશી માં છે. મંગળ ગ્રહ ના આ પરિવર્તન થી દરેક રાશી પર અસર દેખવા મળશે.

સૂર્ય ગ્રહ

સૂર્ય ગ્રહ 13 ફેબ્રુઆરી એ કુંભ રાશી માં પ્રવેશ કરશે. આ સમયે આ ગ્રહ મકર રાશી માં છે. કુંભ રાશી માં સૂર્ય નું પ્રવેશ કરવા પર કુંભ સંક્રાંતિ મનાવવામાં આવશે, જે 13 ફેબ્રુઆરી ના દિવસે હશે.

બુધ ગ્રહ

આ સમય આ ગ્રહ કુંભ રાશી માં છે અને જ્યોતિષો ના મુજબ 17 ફેબ્રુઆરી એ આ ગ્રહ વક્રી થઈ જશે.

અન્ય બચેલ ગ્રહ પોતાની જ રાશી માં રહેશો અને આ ગ્રહો નું રાશી પરિવર્તન નથી થવાનું. ગુરુ ગ્રહ ધનુ રાશી માં જ રહેશે અને રાશી પરિવર્તન નહિ કરે. શની ગ્રહ આ સમયે મકર રાશી માં છે અને ઘણા વર્ષો સુધી આ રાશી માં જ રહેવાનું છે. રાહુ ગ્રહ મિથુન રાશી અને કેતુ ગ્રહ ધનુ રાશી માં છે.

ગ્રહો ને આ રીતે રાખો પોતાના અનુકુળ

ગ્રહો ના આ રાશી પરિવર્તન થી તમારા જીવન પર કોઈ ખરાબ અસર ના પડે તેના માટે તમે આ ઉપાયો ને કરો.

ચંદ્ર ગ્રહ ની પૂજા કરો અને સફેદ વસ્તુઓ નું દાન શુક્રવાર ના દિવસે કરો.

શુક્ર ગ્રહ માટે શિવલિંગ પર સોમવાર ના દિવસે દૂધ ચઢાવો.

સૂર્ય ગ્રહ માટે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને સૂર્ય ને અર્ધ્ય આપો. એવું કરવાથી આ ગ્રહ તમારા અનુકુળ રહેશે.

મંગળ ગ્રહ ને શાંત રાખવા માટે શિવલિંગ પર લાલ ગુલાબ અને મસુર ની દાળ ચઢાવો.

બુધ ગ્રહ માટે ગણેશજી ની પૂજા કરો અને દરેક બુધવાર ના દિવસે ગણેશજી ને દુર્વા ચઢાવો.

ગુરુ ગ્રહ તમારા અનુકુળ બની રહે તેના માટે શિવલિંગ પર ચણા ની દાળ અને બેસન ના લાડુ ચઢાવો.

શની, રાહુ-કેતુ માટે હનુમાનજી ની પૂજા કરો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.