કુંવારી કન્યાઓને કરો આ વસ્તુઓ નું દાન, સપ્ટેમ્બર મહિનામાં બદલાઈ જશે કિસ્મત!

દાન ના મહિમાને દરેક ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવે છે અને તેનાથી માત્ર શુભ પરિણામો જ નહીં પણ આધ્યાત્મિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે.દાન પણ ઘણા પ્રકારના હોય છે.એવું કોઈ નથી જેના જીવનમાં કોઈ ને કોઈ સમસ્યા ન હોય પણ જો સમસ્યાઓ હોય તો તેનો ઉકેલ પણ ચોક્કસ હોય છે.

લોકો પોતાની સમસ્યાઓ દૂર કરવા માટે વિવિધ પ્રકારના પગલાં લે છે, તેઓ કેટલીકવાર સખત મહેનત કરે છે અને કેટલીકવાર વિભિન્ન રીતે પૂજાપાઠ કરે છે.ઘણા લોકો તો તેમના જીવનમાં આવતી સમસ્યાના નિદાન માટે મહાકાળી ની પૂજા કરે છે.

પૂજા પછી દાન નું છે પવિત્ર મહિમા.

કાર્તિક કૃષ્ણ દશમી પર મહાકાળી ની પૂજા અને દાન ને સૌથી ફળદાયી માનવામાં આવે છે.મહાકાળી દેવી ને બધા દેવી દેવતાઓમાં પૂજનીય અને અનેક સિદ્ધિ પ્રદાન કરનાર દેવી તરીકે ઓળખવામાં આવે છે અને તેમની આરાધના કરવામાં આવે છે.

પૌરાણિક કથાઓમાં આનું વર્ણન કરાયું છે કે કૃષ્ણ પક્ષ અને દસમી તિથિ દશમહાવિદ્યા ને સમર્પિત માનવામાં આવે છે અને મહાકાળી દશમહાવિદ્યા માંથી પ્રથમ મહાવિદ્યા માનવામાં આવે છે.તમારી માહિતી માટે જણાવીએ કે દશમહાવિદ્યા માંથી પ્રથમ મહાવિદ્યા મહાકાળી માં ને પ્રાપ્ત છે.

એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે આ વિશેષ પૂજા હંમેશા પશ્ચિમ દિશામાં મો રાખી ને મહાકાળીની દશોપચાર પૂજા કરવી.સરસવના તેલનો દીવો પ્રગટાવ્યા બાદ લોબાન થી ધૂપ કરવી તથા તેજપત્ર ચઢાવાનું ના ભૂલશો.

આ પછી સૂરમા નો ચઢાવો કરો અને લવિંગ, નારિયેળ, મરચાં, બદામ ચઢાવો અને રેવડી ધરાઈ ને 108 વખત જાપ કરવો.આ બધું કર્યા પછી રેવડી કુમારિકાઓને પ્રસાદ તરીકે આપો.આમ કરવાથી તમારી સામે આવતી બધી મુશ્કેલીઓનો અંત આવશે.

જેમ કે બધા જાણે છે આદિ સમયની શરૂઆતથી માં પાર્વતીને આદિશક્તિ ના રૂપ માં ઓળખ પ્રાપ્ત છે અને મહાકાલ શિવ સાથે મહાકાળી નું રૂપ ધારણ કરેલ છે.માન્યતા મુજબ મહાકાળી અને મહાકાલ નું સાચા મન થી ઉપાસના કરનાર નું કાળ પણ ખરાબ નથી કરી શકતું.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.