ચંદ્રગ્રહણ ના સમયે ભૂલથી પણ ના કરો આ કામ, મળશે અશુભ ફળ

2019 ને પહેલું ચંદ્રગ્રહણ 21 જાન્યુઆરી એ પડી રહ્યું છે. ભારતીય જ્યોતિષ ના મુજબ ચંદ્રગ્રહણ બહુ જ ખાસ સમય માનવામાં આવે છે. પૂર્ણિમા ની રાત્રે ઘટવાના કારણે પ્રકૃતિ માં ઘણા પ્રકારના બદલાવ દેખવા મળે છે. ચંદ્રગ્રહણ માં સૌથી વધારે ખ્યાલ સુતક ના સમય રાખવામાં આવે છે. સુતક ના સમયે મનુષ્યો માટે ઘણા પ્રકારના નિયમ બનાવવામાં આવ્યા છે જેનું તેમને પાલનન કરવું જોઈએ. તમને જણાવીએ ચંદ્રગ્રહણ ના સમયે શું ના કરવું જોઈએ અને કઈ વાત ની સાવધાની રાખવી જોઈએ.

શું હોય છે ચંદ્રગ્રહણ નો સુતક સમય

સુતક કાળ ને ચંદ્રગ્રહણ ના લિહાજ થી અશુભ સમય માનવામાં આવે છે જે ગ્રહણ ની સાથે શરૂ થાય છે અને ગ્રહણ પૂરું થતા જ પૂરું થઇ જાય છે. સુતક કાળ ને સારું નથી માનવામાં આવે છે અને એવા સમયે માં કંઇક કામ છે જે બિલકુલ ના કરવું જોઈએ. આ સમય માં ખાવાનું બનાવવું, ભગવાન ની મૂર્તિ ને અડવું, ખાવાનું બનાવવું જેવા કામ ની મનાઈ હોય છે. હા વૃદ્ધ, રોગી અને બાળકો પર તેનો કોઈ પ્રભાવ નથી હોતો.

દાન છે જરૂરી

ચંદ્રગ્રહણ ના સમયે ત્રણ સુકા નારિયેળ અને સવા કિલો સતનાજા દાન માં આપો. ગ્રહણ પૂરું થયા પછી દાન કરવું બહુ જ જરૂરી માનવામાં આવે છે. જો તમારી કુંડલી માં ચંદ્રગ્રહણ નો દોષ હોય તો પોતાના જીવનકાળ માં દરેક પૂર્ણ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ ના સમયે સૂર્ય અથવા ચંદ્રમાં નું દાન કરવું જોઈએ. તેનાથી તમારા ગ્રહ ના દોષ કાપે છે. આ દાન માં કાળા તલ, સફેદ તલ, કાળી અડદ અને ઘઉં નું દાન કરવાનું બરાબર માનવામાં આવે છે. કોઈ એક ગ્રહણ પર તુલા રાશિ ના લોકો દાન જરૂર કરો.

ભોજન કરો ઓછુ

ચંદ્રગ્રહણ ના સમયે ત્રણે સમયે ભોજન ના કરવું જોઈએ. જો વડીલ છે, બાળક છે અથવા પછી રોગી છે તો દોઢ પ્રહર સુધી ખાવાનું ખાઈ શકે છે. જે ખાવામાં કુશ અથવા તુલસી નું પાંદડું નાંખી દે છે. તે ખાવાનું ખાવા લાયક રાખે છે. ગ્રહણ ની સૌથી શરૂઆત હોય તો તલ અથવા કુશ થી મળેલ જળ નો ઉપયોગ ના કરવું જોઈએ. જ્યારે ગ્રહણ નો સમય શરૂ થાય તો ખાવાનું પીવાનું તે સમય માટે છોડી દેવું જોઈએ. તુલસી અથવા શમી ના વૃક્ષ ને ના અડવું જોઈએ.

ધારદાર વસ્તુ નો પ્રયોગ ના કરો

જ્યારે ગ્રહણ નો સમય શરૂ થાય તો ધારદાર વસ્તુઓ થી પોતાને દુર કરી લેવા જોઈએ. કાતર-ચપ્પુ જેવા કોઈ પણ સામાન નો ઉપયોગ ના કરવો જોઈએ. કોઈ ને કોઈ પણ પ્રકારની તકલીફ ના આપવી જોઈએ. અહીં સુધી કે ગ્રહણ ના સમયે કોઈ પણ ભગવાન નો ફોટા ને ના અડો. સુતક ના સમયે ભૂલથી પણ પૂજા ના કરો મતલબ મંદિર ના દરવાજા બંધ રાખો. જો વડીલ રોગી અથવા બાળકો નથી તો ભોજન ના કરો.

પ્રેગનેન્ટ સ્ત્રીઓ રાખો ખ્યાલ

ગર્ભાવસ્થા ના સમયે પ્રેગનેન્ટ મહિલાઓ ને પોતાનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. પોતાના રૂમ માં બેસીને ભગવાન ના ભજન અથવા મંત્ર નો જાપ કરો. ગ્રહણ હટી ગયા પછી ઘર ની સારી રીતે સફાઈ કરો અને પુરા ઘર માં અગરબત્તી નો ધુમાડો જરૂર દેખાડો. ચંદ્રગ્રહણ ના પછી પિતૃઓ ને યાદ કરો અને તેમના નામ પર દાન આપો. ગ્રહણ પછી શિવ ની પૂજા કરો છો તો સારું માનવામાં આવે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.