દિવાળી ની રાત્રે આ 7 ઉપાય કરવાથી દુર થાય છે બધા કષ્ટ, નોકરી માટે કરો આ ઉપાય

આ વખતે દિવાળી નું પર્વ પુરા દેશ માં 27 ઓક્ટોમ્બર એ મનાવવામાં આવશે. દિવાળી નો તહેવાર અમાસ ના દિવસે પડે છે. આ દિવસે કાર્તિક અમાસે પડી રહી છે. આજે અમે તમને કેટલાક એવા ઉપાયો ના વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે દિવાળી ની રાત્રે કરવામાં આવે છે અને આ ઉપાયો ને કરવાથી જીવન માં આવી રહેલ બધી સમસ્યાઓ નો અંત થઇ જશે. આ પૂરો મહિનો શુભ હોય છે અને અમાસ ની રાત્રે કરેલ ઉપાય વ્યક્તિ ના જીવન માં શુભતા લાવે છે. ધર્મ શાસ્ત્ર ની માનીએ તો જો વ્યક્તિ આ ઉપાય પૂરી શ્રદ્ધા ની સાથે કરે તો તેના બધા દુખ દુર થઇ જાય છે અને તેને ખુશીઓ જ ખુશીઓ મળે છે.

પુણ્ય પ્રાપ્તિ

અમાસ ના દિવસે માછલી ને ખાવાનું ખવડાવવું જોઈએ. આં દિવસે લોટ ની નાની નાની ગોળીઓ બનાવીને અને તેને માછલીઓ ને ખવડાવો. આ ઉપાય સવારે અને સાંજ ના સમયે કરો. જે વ્યક્તિ અમાસ ની રાત્રે આ ઉપાય કરે છે તેને પુણ્ય ની પ્રાપ્તિ થાય છે અને ઘર પર ખરાબ નજર પણ નથી લાગતી.

શુભતા માટે

જો તમે ઈચ્છો છો કે ઘર માં બધું શુભ થાય, બધું મંગળ રહે અને અમંગળ ની છાયા ના પડે તેથી દિવાળી ની રાત્રે આ ઉપાય જરૂર કરો. દિવાળી ની રાત્રે બધા પોતના પોતાના ઘર માં પૂજા કરે છે અને જો કોઈ કારણ વશ તમે આ પૂજા માં અત્યાર સુધી સામેલ ના થઇ શક્યા તો આ વર્ષે જરૂર પૂજા કરો. પરિવારજનો ની સાથે મળીને પૂજા કરવા પર વિશેષ ફળ મળે છે.

હનુમાનજી ની પૂજા

દિવાળી ના દિવસે માતા લક્ષ્મી અને શ્રી ગણેશ ને પૂજવામાં આવે છે. પરંતુ આ દિવસે અમાસ થવાના કારણે હનુમાન ચાલીસા નો પણ પાઠ કરવો જોઈએ. એવું કરવા પર વિશેષ ફળ મળે છે. સવારે નહાઈ-ધોઈને હનુમાન ચાલીસા નો પાઠ કરો અને હનુમાનજી ને લાડુ નો ભોગ લગાવો. પછી થી તેને પ્રસાદ ના રૂપે ગ્રહણ કરો. જો તમે આ દિવસે ચમેલી ના તેલ નો દીવો તુલસીજી ની પાસે લગાવશો તો બહુ લાભ થશે.

પાપ કર્મ થી મુક્તિ

આ દિવસે લોકો પોતાના પાપ ની માફી માંગે છે. આ દિવસે કીડીઓ ને ખાંડ મળેલ લોટ ખાવાને આપવાનું શુભ માનવામાં આવે છે. ખાંડ મળેલ આ લોટ ને કોઈ વૃક્ષ ની નીચે નાંખો કીડીઓ આપમેળે પોતાનું ભોજન કરી લેશે. કહે છે કે આ દિવસે નાના જીવો ને ભોજન કરાવવાથી પાપ દુર થઇ જાય છે અને સારા ફળ ની પ્રાપ્તિ થાય છે.

બેરોજગાર કરે આ ઉપાય

મહેનત કરવા છતાં અસફળ છો તો દિવાળી ની રાત્રે કરેલ આ ઉપાય થી જરૂર તમારી નોકરી લાગશે. એક લીંબુ લો અને સવારે ના સમય જ તેને ધોઈને પોતાના ઘર ના મંદિર માં રાખી દો. પછી રાત ના સમયે આ લીંબુ ને બેરોજગાર વ્યક્તિ ના માથા થી 7 વખત ઉતારો. તેના પછી આ લીંબુ ને લંબાઈ માં 4 ભાગ માં કાપી લો. છેવટે કાપેલ લીંબુ ના ચારે ભાગ ને કોઈ ચોકડી પર જઈને ચારે દિશાઓ માં ફેંકી દો. નોકરી નો શુભ સમાચાર જલ્દી મળશે.

ધનલાભ માટે ઉપાય

કારોબારીઓ ની પાસે જો પૈસા નથી રોકાઈ રહ્યા તો તેના માટે દિવાળી ની રાત્રે 5 લાલ રંગ ના ફૂલ લો અને આ ફૂલો ને 5 સળગતા દીવાની સાથે પાણી માં વિસર્જિત કરી દો. ભગવાન થી આરાધના કરો કે તમારા બધા અટકેલ કામ જલ્દી પુરા થઇ જાય. થોડાક જ દિવસો માં ફર્ક નજર આવશે.

ભૂખ્યા ને ભોજન કરાવો

ખુશીઓ વહેંચવાથી વધે છે. આ દિવસે ભૂખ્યા અને ગરીબ લોકો ને ભોજન કરાવવું જોઈએ. થઇ શકે તો ગરીબો ને દાન આપો. તમારા દાન થી કોઈ ના જીવન ની કાળી અમાસ રોશની થી ભરાઈ જશે. આસપાસ રહેવા વાળા ગરીબો માં મીઠાઈ વહેંચો. ગરીબો ને દાન આપવાથી બહુ પુણ્ય મળે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.