ચાણક્ય પ્રમાણે આ વસ્તુ ખાવાથી મળે છે વધારે બુદ્ધિ અને તાકાત

આચાર્ય ચાણક્યજી નો જન્મ 371 ઇ.પૂ માં થયો હતો અને તેઓ ખુબજ બુદ્ધિશાળી હતા.તેઓ એ તેની બુદ્ધિ નો ઉપયોગ કરી અને ચંદ્રગુપ્ત ને ભારત નો રાજા બનાવ્યો હતો.કહેવામાં આવે છે કે એકવાર તેઓ નું અપમાન મગધ ના રાજા મહાનંદે કર્યું હતું અને આ અપમાન નો બદલો તેઓ એ રાજ્ય જીતી ને લીધો હતો.તેઓ એ ચંદ્રગુપ્ત ને શક્તિશાળી બનાવી અને મહાનંદ પર હુમલો કર્યો અને એમાં ચંદ્રગુપ્ત ની જીત થઈ.

આચાર્ય ચાણક્ય ની નીતિ

આચાર્ય ચાણક્યના લખાણોમાં તેમની ઘણી નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચાણક્યના વિચારો અને તેમની નીતિઓ સ્વીકારીને, માણસ પોતાના જીવનમાં જે ઇચ્છે છે તે બધું મેળવી લે છે. તેના લખાણોમાં એ પણ ઉલ્લેખ છે કે કેવી રીતે વ્યક્તિનું ડહાપણ વધે છે. સાથે, ચાણક્યએ પણ કહ્યું છે કે લોકો ને કઈ કઈ વસ્તુઓ ખાવાથી અને તેમને હાનિકારક બનાવવાથી લોકોને વધુ મજબૂત બનાવી શકે છે. તેમણે પોતાની બુદ્ધિ અને શક્તિ કેવી રીતે વધારવી તે વિશે એક શ્લોક લખ્યું છે, અને આ શ્લોકમાં તેણે વર્ણન કર્યું છે કે શું સાચું છે અને શુ ખોટું છે.

ચાણક્ય નીતિ નો શ્લોક આ પ્રમાણે છે.

सद्यः प्रज्ञाहरा तुण्डी सद्यः प्रज्ञाकरी वचा ।

सद्यः शक्तिहरा नारी सद्यः शक्तिकरं पयः ॥

આ શ્લોક પ્રમાણે કઈ કઈ વસ્તુઓ માણસ માટે સાચી છે અને કઈ નથી એ આ પ્રકારે છે..

કુંદરુ

આચાર્ય ચાણક્ય પ્રમાણે કુંદરુ ની શાકભાજી માણસ માટે લાભદાયી હોતી નથી અને માણસે તે શાક નું સેવન ન કરવું જોઈએ.આચાર્ય ચાણક્ય ની નીતિ માં કહેવામાં આવ્યું છે કે જો માણસ તેનું સેવન કરે છે તો તેની બુદ્ધિ પર તેની અસર પડે છે અને તે ખાવાથી માણસ ની બુદ્ધિ નષ્ટ થઈ જાય છે.આમાટે તેનું સેવન ન કરવું જોઈએ.

વચ

મગજ ને તેજ કરવા માટે વચ એટલે કે સ્વીટ ફ્લેગ નું સેવન કરવું જોઈએ અને તે ખાવાથી માણસ ની બુદ્ધિ નો વિકાસ ઝડપથી અને સારી રીતે થાય છે.તેના સેવન ની સલાહ આચાર્ય ચાણક્ય પોતાના શ્લોક માં કરે છે.આ માટે બુદ્ધિ વધારવા માટે તમે વચ નું સેવન કરી શકો છો.

મહિલા

મહિલા ને આચાર્ય ચાણક્યે તાકાત માટે સારી જણાવી નથી અને આચાર્ય અનુસાર મહિલા સાથે સબંધ ચાલતા માણસ ની તાકાત ખતમ થવા લાગે છે એવું જણાવ્યું છે.

દૂધ

શરીર માં તાકાત લાવવા માટે માણસ ને દૂધ નું સેવન કરવું જોઈએ અને શ્લોક માં આચાર્ય ચાણક્યે દૂધ નું સેવન કરવાની સલાહ આપી છે.એટલા માટે જે લોકો પણ શરીર ને મજબૂત અને બુદ્ધિ ને મજબૂત બનાવવા માંગે છે તેઓ દૂધ નું સેવન દરરોજ કરો.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.