દ્રૌપદી ની લાજ બચાવવાની પાછળ આ હતું કારણ, નથી જાણતા હોય બીજું કારણ

મહાભારત ના યુદ્ધ ના વિશે બધા એ વાંચ્યું અને દેખ્યું હશે. તે સંસાર માં થયેલ અત્યાર સુધી નું સૌથી મોટું યુદ્ધ હતું જે ધર્મ અને અધર્મ માટે લડવામાં આવ્યું હતું. એક એવું યુદ્ધ જેમાં શત્રુ જ ભાઈ હતા અને ભાઈ જ શત્રુ. આ યુદ્ધ ના થવા પાછળ ઘણા કારણ હતા. તેમાંથી એક મોટું કારણ હતું પાંડવો ની પત્ની દ્રૌપદી. એક કહાની આ પણ પ્રચલિત છે કે દ્રૌપદી નું જ્યારે ચીર હરણ થયું તો તેમની લાજ ની રક્ષા ભગવાન શ્રી કૃષ્ણ એ કરી હતી હા તેના પાછળ પણ બે કારણ હતા.

દ્રૌપદી બહુ જ ખુબસુરત રાજકુમારી હતી અને અર્જુન એ તેમની સાથે સ્વયંવર રચાવ્યો હતો. જ્યારે અર્જુન સ્વયંવર રચાવીને પાછા ફર્યા તો પોતાની માં થી કહ્યું કે દેખો- અમે ભિક્ષા માં શું લાવ્યા છીએ. ધ્યાન માં મગ્ન કુંતી ના મોં થી નીકળી ગયું કે જે પન્ન લાવ્યા હોય તેને 5 ભાઈઓ માં વહેંચી લો. આ સાંભળતા જ બધા ચોંકી ગયા કે માં એ કેવી વાત કહી દીધી. તેના પછી તે માં નું કહ્યું ટાળી નહોતા શકતા દ્રૌપદી એ પાંચે ભાઈઓ થી લગ્ન કરી લીધા.

પાંડવ જ્યારે એક વખત ફરી સત્તા માં પાછા ફર્યા તો તેમનાથી ગાદી છીનવવા માટે શકુની એ ચૌસર ની રમત ગોઠવી. યુધિષ્ઠીર ને ચૌસર ની રમત પ્રિય તો હતી, પરંતુ તે તેમાં જીતી નહોતા શકતા. બધાને લાગ્યું કે આ કૌરવો ની તરફ થી જાળ બીછાવવામાં આવી છે, પરંતુ યુધિષ્ઠિર ના માન્યા અને તેમને આમંત્રણ સ્વીકાર કરી લીધું.

રમત ના દરમિયાન યુધિષ્ઠિર પોતાની સત્તાની સાથે પોતાની ભાઈઓ ને પણ હારી ગયા. જ્યારે એક છેલ્લો દાવ બચ્યો તો તેમને જીત ની લાલચ માં દ્રૌપદી ને પણ દાવ પર લગાવી દીધી. રમત માં કૌરવો ની જીત થઇ. તેના પછી પોતાના અપમાન નો બદલો લેવા માટે દુર્યોધન એ દુશાષન ને આદેશ આપ્યો કે દાસી દ્રૌપદી ને વાળ થી ખેંચતા અહીં લઇ આવો.

દુશાષન એ દ્રૌપદી ની સાથે જંગલીઓ જેવો વ્યવહાર કરતા તેને વાળ ખેંચતા લઇ આવ્યો. ભરેલી સભા માં તેને દ્રૌપદી ની સાડી ઉતારવાની શરૂ કરી. તે સમયે સભા માં ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, ધ્રુતરાષ્ટ્ર બધા હાજર હતા, પરંતુ કોઈ એ આ પાપ થતા ના રોક્યું. તેના પછી દ્રૌપદી એ પોતાની લાજ ની રક્ષા માટે ભગવાન કૃષ્ણ ને યાદ કર્યા. દુશાસન ચીર ખેંચતા ખેંચતા થાકી ગયો, પરંતુ કૃષ્ણ ની કૃપા થી સાડી ની લંબાઈ ઓછી જ ના પડી.

ભગવાન કૃષ્ણ એ દ્રૌપદી ની લાજ તેવી જ રીતે બચાવી જેવી કોઈ પણ ભાઈ પોતાના બહેન ની લાજ બચાવે. હા તેની પાછળ પણ દ્રૌપદી ની મહાનતા હતી. એક વખત દ્રૌપદી ગંગા માં સ્નાન કરી રહી હતી. એક સાધુ ત્યાં સ્નાન કરવા માટે આવ્યા. નદી ના વેગ થી સાધુ ના કપડા વહી ગયા. તે સમયે દ્રૌપદી એ પોતાની સાડી તેમને લપેટવા માટે આપી દીધી તેના પછી સાધુ એ તેમને આશીર્વાદ આપ્યા. એક કથા આ પણ છે કે શ્રીકૃષ્ણ જ્યારે શિશુપાલ નો વધ કર્યો તો ચક્ર થી તેમની આંગળી કપાઈ ગઈ. દ્રૌપદી થી આ દેખાયું નહિ એન પોતાની સાડી નો કિનારો ફાડતાં તેમને શ્રીકૃષ્ણ ની ઈજા પર કપડું બાંધી દીધું. તેના પર શ્રીકૃષ્ણ એ કહ્યું કે હું તારી સાડી નું ઋણ એક દિવસ જરૂર અદા કરીશ.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: