આખરે શા માટે મનાવાય છે મહાશિવરાત્રી, તમને ખબર નહી હોય તેની પાછળ ની આ બે વાર્તાઓ

  • God

આપણા દેશમાં દરેક સમયે કોઈ નથી કોઈ તહેવાર આવે જ છે અને દરેક પર્વ, શ્રદ્ધા અને પૂજા નુ કોઈ ને કોઇ મહત્વ હોય જ છે.ભારતમાં મહાશિવરાત્રી પણ ધૂમધામથી ઉજવાય છે અને આ વર્ષે આ 4 માર્ચે છે. આ દિવસે લોકો મહાદેવના નામ પર ઉપવાસ રાખે છે અને ભગવાન શિવને ફળ-ફૂલ અર્પણ કરે છે, શિવલિંગ પર દૂધ અને પાણી પણ અર્પણ કરે છે. આ દિવસે મહાદેવનું પૂજન થાય છે. જો કે તમારા મનમાં પણ આ પ્રશ્ન આવતો હશે કે આખરે મહાશિવરાત્રી શા માટે ઉજવાય છે અને તેને મહાશિવરાત્રી નું નામ શા માટે આપ્યું છે.તો ચાલો તમને જણાવી મહાશિવરાત્રી ઉજવવાનુ કારણ.

જ્યારે નિલકંઠ થયા મહાદેવ

જ્યારે સમુદ્ર મંથન થવાનું હતું ત્યારે અસૂરો અને દેવતાઓ વચ્ચે દરેક વાતનુ યુદ્ધ ચાલતુ હતુ. મંથનથી હાથી ઘોડા સોનાની બધી જ વસ્તુઓ ને વહેંચી દેવામા અવી, પરંતુ અસૂરો અને દેવો વચ્ચે વાસ્તવિક વિવાદ તો અમૃતને લઇને હતો.જે પણ તેનુ પાન કરે છે તે અમર બને છે,તેના એક પણ ટીપાને કોઈ બેકાર થવા દેતુ નથી.મંથન માં અમૃત બહાર નીકળતા પહેલાં ઝેર નીકળી ગયું. ઝેરની આ અગ્નિની જ્વાળાઓ સમગ્ર આકાશમાં ફેલાતા અખા જગતને તેમના મા સામેલ કરવા લાગી.દેવતા ઋષી-મુની બધા ડરવા લાગ્યાં અને ડરેલા તેઅો શિવ પાસે મદદ માટે ગયા.ભોળાનાથે ને સમસ્યાનું નિદાન કરવા માટે પોતે જ ઝેર પી ગયા અને તેને કંઠમાં રોકી લીધુ.આ જ કારણથી શિવને નીલકંઠ કહેવાય છે.

મહાદેવે આ મોટી વિપત્તિનુ પળભર મા સમાધાન કર્યુ અને ગળામાં ઝેરની શાંતિ માટે તે રાતે ચંદ્રની ચંદીની માં બધા દેવોએ રાતભર શિવજીનું ગુણગાન કર્યું. અને તેમની ઉપાસના કરી આ મહા રાત્રીને શિવરાત્રિનું નામ આપવામાં આવ્યું અને પછી તેને મહાશિવરાત્રીનું નામ આપવામાં આવ્યું. આ દિવસે જે પણ વ્યક્તિ શિવ માટે ઉપવાસ કરે છે તેની પૂજા પાઠથી મહાદેવ ખુશ થાય છે અને તેના પર પોતાની કૃપા રાખે છે.

જ્યોતિર્લિંગ ના રુપમાં પ્રગટ થયા શિવજી

મહશિવરાત્રી મનાવવાની પાછળ હજી એક વાર્તાની વખાણાય છે.એકવાર બ્રહ્મા અને વિષ્ણુ માં આ વાત અંગે વિવાદ થયો હતો કે બંને માંથી કોણ મોટો છે. વિવાદ વધવા લાગ્યો તો જગત ત્રાહિમ મચવા લાગ્યું. દેવતા-ઋષિ મુનિઓએ શિવ પાસે જઇ ને સમાધાન કરવા પ્રાર્થના કરી અને તેમને વિનંતી કરી કે કોઈ પણ રીતે આ વિવાદનો અંત આવે. ત્યારબાદ શિવજી જ્યોતિર્લિંગ ના રુપ મા પ્રગટ થયા.આ લિંગનો ન તો કોઈ શરુઆત હતી અને ન તો કોઈ અંત હતો.

બ્રહ્મા અને વિષ્ણુ આ લિંગ જોઈને ન સમજી શક્યા કે આ શું વસ્તુ છે. ભગવાન વિષ્ણુ સુકર નુ રૂપ ધારણ કર્યું અને બ્રહ્માઅે હંસ રૂપ ધારણ કરી ઉપરની તરફ ગયા અેટલા માટે કે તે જાણી શકે કે ક્યાંથી આ લિંગની શરૂઆત થઈ અને ક્યાં તેને અંત છે.જ્યારે બન્ને આ જાણવામા અસમર્થ રહ્યા ,તો તેઓએ હાથ જોડ્યા.તે જ સમયે અોમ નો અવાજ સંભળાયો. બ્રહ્મા અને વિષ્ણુ બન્ને હેરાન રહી ગયા. પછી તેઓએ જોયું કે લિંગની જમણી તરફનું કદ, ડાબા તરફ અને મધ્યમાં મકર છે અને તેમા શુદ્ધ રત્નશીલ ભગવાન શિવ દેખાય છે. આ દ્રશ્યને જોઈને બ્રહ્મ અને વિષ્ણુ ખૂબ પ્રસન્ન થયા અને શિવની પૂજા કરવાનું શરૂ કર્યું. પ્રથમ વખત જ્યોતિર્લિંગના રૂપમાં દેખાયા તેથી તે રાત્રી ને મહાશિવરાત્રીના રૂપમા ઉજવવામાં આવે છે.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: