ખંડિત શિવલિંગની આ રીતે પૂજા કરવી પણ હોય છે શુભ,વાંચો શિવલિંગથી સંબંધિત માહિતી

શ્રાવણનો મહિમા ખૂબ જ વિશેષ અને ખાસ હોય છે અને આ મહિના દરમિયાન કરવામાં આવતી પૂજાના ફળ મળે છે.શ્રાવણ મહીનો ભગવાન શિવજી સાથે જોડાયેલો છે અને આ મહિના દરમિયાન શિવ ભગવાનની પૂજા થાય છે.એવું માનવામાં આવે છે કે આ મહિનામાં જ શિવ ભગવાન અને પાર્વતી માતાના લગ્ન થયા હતા.એવી માન્યતા છે કે શ્રાવણના મહિના દરમિયાન વ્રત રાખી અને શિવ ભગવાન પર જળ અર્પણ કરવાથી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.આ વર્ષે આ મહિનો 1 ઓગસ્ટથી શરૂ થાય છે અને આ મહિનો 30 ઓગસ્ટ સુધી ચાલશે અને તમે આ દરમિયાન ભગવાન શિવની પૂજા કરો.

આ રીતે કરો ભગવાન શિવની પૂજા

ઘણા લોકો મંદિરમાં જઇને શિવલિંગ પર જળ ચડાવે છે,જ્યારે ઘણા લોકો ઘરમાં જ શિવલિંગ પર જળ ચડાવે છે.જો તમે પણ તમારા ઘરમાં શિવલિંગ રાખવા માંગો છો તો આ મહીનો ઘર માં શિવલિંગ સ્થાપિત કરવા માટે શ્રેષ્ઠ છે.ઘરમાં શિવલિંગ રાખતા સમયે કઇ-કઇ બાબતોનુ ધ્યાન રાખવી જોઈએ તેનાથી મહત્વપૂર્ણ માહિતી આ પ્રમાણે છે.

ના રાખો વધુ મોટુ શિવલિંગ

મંદિરમાં તમે લોકો સામાન્ય રીતે મોટુ શિવલિંગ જ જોઇ શકશો.પરંતુ જ્યારે તમે તમારા પૂજા ઘરમાં શિવલિંગની સ્થાપના કરો તો આ વાતનુ ધ્યાન રાખો કે શિવલિંગનું કદ વધારે મોટું ન હોય.પુરાણ અનુસાર મુજબ ઘરમાં માત્ર નાના જ શિવલિંગ રાખવા જોઈએ.

રોજ કરો પૂજા

ઘરમાં એક વખત શિવાલિંગ સ્થાપિત કર્યા પછી તમે તેની પૂજા રોજ કરો,અને શિવલિંગ પર જળ જરુર ચડાવો.તે ઉપરાંત સાંજના સમયે શિવલિંગની સામે એક ઘીનો દીવો પણ કરો અને આરતી કરો.

શિવલિંગ નથી થતુ ખંડિત

દેવી-દેવતાઓની મૂર્તિ જો તૂટી જાય છે અથવા તેઓ ઉપર તિરાડ આવે છે, તો તેમને ખંડીત માનવામાં આવે છે.પરંતુ શિવપૂરાણ મુજબ, શિવલિંગને ક્યારેય પણ ખંડીત નથી માનવામાં આવતુ અને જો શિવલિંગ તૂટી જાય તો પણ તેની પૂજા થાય છે. તેથી જો તમારા ઘરમાં રાખવામાં આવેલ શિવલિંગ જો તૂટી જાય તો પણ તમે તે શિવલિંગની પૂજા વગર કોઈ ભયે કરી શકો છો.

માત્ર ઇશાન ખૂણેમાં રાખો શિવલિંગ

તમે શિવલિંગ માત્ર ઘરના ઇશાન ખૂણે જ રાખો. કારણ કે ઇશાન ખૂણો સૌથી વધુ શુભ ખૂણો હોય છે અને આ ખૂણાને સૌથી પવિત્ર ખુણો માનવામાં આવે છે. ઉપરાંત તમે જે સ્થળ પર શિવલિંગ રાખો છો તે વાતનુ પણ ધ્યાન રાખો કે તે સ્થળ પર તુલસીનો છોડ ન હોય. કારણ કે તુલસીનો છોડ અને શિવલિંગને ક્યારેય એક સાથે રાખવામાં આવતા નથી. શિવલિંગ ની પૂજા કરતી વખતે તમારુ મોઢુ ઉત્તર દિશા તરફ રાખો.

સાથે રાખવામાં આ ભગવાનની મૂર્તિ પણ

શિવલિંગ રાખવાની સાથે સાથે તમે ગણેશજી, માતા પાર્વતી, નંદીની પણ મૂર્તિઓ રાખી શકો છો.અને જ્યારે પણ શિવની પૂજા શરૂ કરો ત્યારે પૂજાના પ્રારંભમાં ગણેશનું નામ લો અને તેમનું પૂજન કરો પછી જ શિવલિંગ પર જળ ચડાવો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: