ગણેશ ચતુર્થીની પૂજાના સમયે ન કરો આ ભૂલ, નહીંતર ગણેશજી થઇ જશે નારાજ

ગણેશોત્સવ 2 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે જે 12 સપ્ટેમ્બર સુધી ચાલવાનો છે.ગણેશોત્વના સમયે દરેક ગણપતિ બાપ્પાની પૂજા કરે છે અને ગણપતિ બાપ્પાને તેમના ઘરે લાવીને તેમની સેવા કરે છે.એવું કહેવાય છે કે ગણેશોત્સવના સમયે ઘરમાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાથી બપ્પા પ્રસન્ન થાય છે અને જીવનના તમામ વિઘ્ન અને બાધાઓ ક્ષણોમાં દૂર કરે છે.તેટલુ જ નહીં સાચા મન થી બાપ્પા પાસે જે માંગવામાં આવે તે પણ બાપ્પા જરુર આપે છે.

જોકે ગણપતિ બાપ્પાની પૂજા સમયે ઘણી સાવધાની રાખવી પણ જરુરી છે.જો પૂજા કરતા સમયે આપણાથી કોઇ ભૂલ થાય તો બાપ્પા નારાજ થઇ શકે છે તો આવો જાણીએ કે કેવી રીતે ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થીના સમયે શ્રી ગણપતિજી ની પૂજા વખતે કઇ કઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇઅે.

પૂજા સમયે ન કરો આ ભૂલો

તમારા ઘરમાં હંમેશાં ગણપતિજીની સફેદ રંગની મૂર્તિ જ તમે સ્થાપિત કરો અને તે મૂર્તિ લેતા પહેલા જોઇ લો,કે તે ક્યાયથી તુટેલી ન હોવી જોઇએ.

મૂર્તિ તમે તેવા સ્થાન પર સ્થાપિત કરો કે જે સ્થાન પર હંમેશાં રોશની આવતી હોય.
ગણપતિજીની પૂજા સમય તમે નીલા અથવા કાળા રંગના કપડાં ન પહેરો.

બાપ્પાની પૂજા સમયે તમે ક્યારેય પણ તુલસીના પાંદડાનો ઉપયોગ ન કરો છો અને તેમના ભોજનની અંદર પણ તુલસીના પાંદડા ન નાખો.બાપ્પાને તુલસીના પાંદડા ના ચડાવવા પાછળ એક કથા જોડાયેલી છે અને આ વાર્તા મુજબ તુલસીજીને ગણપતિજીએ લગ્નનો પ્રસ્તાવ આપ્યો હતો.જે તેમણે ઠુકરાવી દીધો હતો તે પછી ગણપતિજી એ તેમને શ્રાપ આપ્યો હતો અને તેથી ગણપતિજીની પૂજામાં તેનો ઉપયોગ નથી થતો.
ગણેશજીની મૂર્તિ તમે એ રીતે સ્થાપિત કરો જે રીતે તમને તેમની પીઠના દર્શન ન થાય.કારણ કે તેમની પીઠના દર્શન કરવાથી જીવનમાં દરીદ્રતા આવે છે. તદુપરાંત તમે એક સાથે બે ગણપતિજીની મૂર્તિ ઘરમાં રાખશો નહીં.

આ રીતે કરો પૂજા

તમે ગણેશજીની પૂજા કરો ત્યારે તમે જેટલી વધુ હોઇ શકે તેટલી દુર્વા ઘાસ ચઢાવો.તેવુ કહેવામાં આવે છે કે દુર્વા ઘાસ ગણેશજીને ચડાવવી શુભ હોય છે તેનાથી જીવનમાં સુખ આવે છે અને તમારા જીવનની દરેક મનોકામના પૂર્ણ થઇ જાય છે.

તમે ગણેશજીને મોદકનો પ્રસાદ જરૂર ચડાવો કારણ કે ગણેશજીને મોદક ખુબ પ્રિય છે અને તે ખાઇને તે પ્રસન્ન થઇ જાઇ છે.

બાપ્પાની પૂજાના સમયે તમે તેમને લાલ રંગનો સિન્દુર પણ લગાવો.

ગણેશજીની પૂજા તમે ત્રણ ટાઇમ કરો સવાર, બપોર અને સાંજ કરો. સવારના સમયે તમે ફક્ત ગણપતિજી ને ફક્ત ફૂલો જ અર્પિત કરી શકો છો.

Story Author: Team Anokho Gujju

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: