આ શિવલિંગની નીચે દબાયેલો છે ‘મણિ’, શિવાલિંગના સ્પર્શથી હાથ બને છે સુન્ન

આપણા દેશમાં ઘણા બધા મંદિરો છે, જેમાં કેટલાક મંદિર ખૂબ વર્ષો જૂના છે અને આ મંદિરોના નિર્માણ રાજાઓ દ્વારા કરાવાયા છે. રાજાઓ દ્વારા ઘણા વર્ષો પહેલા બનાવેલા આ મંદિર આજે પણ સલામત હાજર છે.આપણા દેશના સૌથી પ્રખ્યાત મંદિરોમાંથી એક મંદિર મતંગેશશ્વર મંદિર પણ છે, જે ખૂબ જ વિશેષ છે. કારણ કે આ મંદિરમાં બનેલા શિવલિંગને સ્પર્શ કરવાથી હાથ એકદમ ઠંડા થાય છે.આ મંદિર ખજૂરરાહો માં છે અને ખજૂરાહોમાં હાજર બધા અન્ય મંદિરોમાં તે સૌથી વધુ પ્રખ્યાત છે. આ મંદિરમાં એક વિશાળ શિવલિંગ બનાવવામાં આવ્યું છે જે લગભગ અડધા મીટર ઉંચુ છે અને આ શિવલિંગનો વ્યાસ એક મીટરથી વધુ છે.એવું પણ કહેવાય છે કે આ શિવલિંગ જેટલું ઉપર છે તેનાથી ઘણુ વધુ નીચે પણ દબાવવામાં આવ્યુ છે. વાસ્તવમાં ખજૂરાહોમાં ઘણા બધા મંદિરો બનાવવામાં આવ્યા હતા અને આ મંદિરનું નિર્માણ ચંદેલ કાળના રાજાઓએ કરાવ્યા હતા. કહેવાય છે કે ચંદેલ કાળના રાજાઓએ ખજૂરાહો માં કુલ 85 મંદિર બનાવ્યા હતા. પરંતુ હવે અહીં ફક્ત 25 મંદિર જ છે.જેમાંથી મતંગેશ્વર મંદિર સૌથી પવિત્ર અને અત્યંત પવિત્ર મંદિર છે અને સમય સમય પર આ મંદિરમાં ઘણા બધા કાર્યક્રમો યોજવામાં આવે છે.

આખરે કેમ ખાસ છે,મતંગેશ્વર મંદિર

ઇતિહાસ મુજબ ચંદેલ કાલીન રાજાઓ દ્વારા ખજૂરાહોમાં જેટલા પણ મંદિરોનું નિર્માણ થયું હતું તેમાંથી માત્ર અનેક જ,મતંગેશ્વર એક મંદિર હતું,જેને આ રાજાઓએ પૂજાપાઠ કરવા બનાવ્યુ હતુ.આ મંદિરના પૂજારી અનુસાર, આ ખૂબ જૂનુ મંદિર છે અને પ્રચલિત કાળથી આ મંદિરમાં પૂજા પાઠ કરવામાં આવે છે અને આજે પણ આ મંદિરમાં લોકો આવે છે અને ઘણા પ્રકારના પૂજા પાઠ કરે છે.

આ મંદિરથી જોડાયેલ એક માન્યતા મુજબ આ મંદિરનું નામ મતંગેશ્વર રાખવા પાછળ એક મોટુ કારણ છે જે મર્કતમણિ થી છે. એવું માનવામાં આવે છે કે રાજા ચંદ્ર દેવએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું, ત્યારે શિવલિંગ વાળી જગ્યા નીચે મર્કત મણિ દબાવવામાં આવી હતી.રાજા ચંદ્રદેવને લાગે છે કે આ મણિને દબાવવાથી તેમના રાજ્યનું રક્ષણ થશે.

મરકત મણિ બહુ જ ખાસ પ્રકારનું મણિ હતું અને આ મણિનો ઉલ્લેખ મહાભારતમાં પણ કરવામાં આવ્યો છે. મહાભારત અનુસાર, આ મણિ યુધિષ્ઠિરે એક મૂર્તિમાં જડ્યો હતો. અને આ મૂર્તિને રાજા ચંદ્ર દેવે શિવાલિંગ ની નીચે દબાવવામાં આવી છે.જેના પગલે આ શિવલિંગ ઠંડું રહે છે અને અહીં જે પણ આવે છે તે શિવાલિંગને સ્પર્શ કરે છે તો તેમના હાથ સૂન થાય છે.દર વર્ષે આ મંદિરમાં શિવલિંગના દર્શન કરવા અને તેમનો સ્પર્શ કરવા માટે હજારો લોકોની સંખ્યા આવે છે. તે જ મંદિરથી જોડાયેલ એક અન્ય કથા અનુસાર, આ મંદિરમાં જ શિવજી અને દેવી પાર્વતીજીના લગ્ન પણ થયા હતા અને દર વર્ષે મહાશિવરાત્રી ના દિવસે આ મંદિરમાં દૂર દૂરથી લોકો આવે છે.

Story Author: Team Anokho Gujju
દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: