ભગવાન શિવ ની પૂજા માં ભૂલથી પણ ન કરો આ ફૂલ નો ઉપયોગ,ક્રોધિત થઈ જશે મહાદેવ..

મહાશિવરાત્રી નું પર્વ ખુબજ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ વર્ષે આ પર્વ 4 માર્ચ ના દિવસે આવી રહ્યું છે.બધીજ વિષમ પરિસ્થિતિ ઓ માંથી આપણને બચાવવા વાળા શિવે સમુદ્રમંથન વખતે ઝેર પોતાના ગળા માં રોકી લીધું હતું તેનાથી તેઓ નીલકંઠ કહેવાણા હતા.તેઓનો જ્વાળાઓ શાંત કરવા માટે રાત આખી દેવી દેવતાઓ એ ગુણગાન ગાયા હતા.એજ રાત ને મહાશિવરાત્રી કહેવામાં આવે છે.આ દિવસે આપણે ભગવાન શિવ ની આરાધના કરીએ છે શિવજી ને પ્રસન્ન કરવાના બધાજ ઉપાયો અજમાવીએ છીએ.ભગવાન શિવ ને પ્રસન્ન રાખવા હોય તો ભૂલથી પણ જે ફૂલ ભગવાન શિવ ને અપ્રિય છે તે ચઢાવવા ન જોઈએ તો ચાલો જાણીએ કે આજના લેખ માં શુ છે તમારા માટે વિશેશ.

કેતકી નું ફૂલ છે શિવજી ને અપ્રિય

આ સૃષ્ટિ માં બધુજ ભગવાન નું બનાવેલું છે,મનુષ્ય જાનવર,વૃક્ષ પણ આમા ની કેટલીક વસ્તુઓ એવી પણ છે જે ભગવાન ને અ પ્રિય છે અને તેને ભૂલથી પણ ભગવાન ને ન ચઢાવો બાકી મહાદેવ ક્રોધિત થઈ જશે.ભગવાન શિવ ની પૂજા માં ક્યારેય કેતકી ના પુષ્પ નો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે મહાદેવ ને અપ્રિય ફૂલ છે એના પાછળ ની પણ એક કહાની છે ચાલો જોઈએ..

એક કથા પ્રમાણે સૃષ્ટિ ના રચયિતા બ્રહ્મા અને તેને ચલાવવા વાળા ભગવાન વિષ્ણુ માં એ વાત ની ચર્ચા થવા લાગી કે બન્ને માં મોટું કોણ છે.આ માં શિવજી એ શિવલિંગ નું રૂપ ધારણ કર્યું અને એ જાણવા ગયા કે તેઓ નો અંત ક્યારે છે ને શરૂઆત ક્યાં છે.બ્રહ્મા વિષ્ણુ બને શિવલિંગ ના ઉપર નીચે ગયા પણ કોઈ છેડો મળ્યો નહીં.બ્રહ્મા જી નીચેથી શિવલિંગ વિશે જાણકારી શોધી રહ્યા હતા.તેને કઈ જ ખબર પડી રહી ન હતી ત્યાં તેઓ ની નજર અચાનક કેતકી પુષ્પ પર પડી જે તેની સાથે ચાલી રહ્યું હતું.

પૂજા માં નિષેધ છે કેતકી અને આ સામાન

તેઓ એ કેતકી પુષ્પ ને કહ્યું કે તે ખોટું કહી દે કે તેઓ ને ખબર પડી ગઈ છે કે શિવલિંગ નો આદિ અંત ક્યાં છે.એ પછી બ્રહ્મા એ શિવજી ને કહ્યું કે તેઓ ને ખબર પડી ગઈ છે ને પછી કેતકી પાસે અસત્ય બોલાવી લીધું.ત્રિકાળજ્ઞાની શિવે બ્રહ્મા નું એ અસત્ય પકડી લીધું અને ક્રોધિત થઈ અને બ્રહ્મા ના એ માથા ને કાપી નાખ્યું જે ખોટું બોલ્યું હતું કેતકી ને પણ કાઢી ને ફેંકી દીધું ને આજે પણ તેનો ઉપયોગ શિવ ની પૂજા માં કરવામાં આવતો નથી.

મહાશિવરાત્રી ની પૂજા ના સમયે આ વાતો ને ખાસ ધ્યાન માં રાખવી એ ખુબજ જરૂરી છે.આ દિવસે ભૂલથી પણ કાળા વસ્ત્રો ના પહેરવા એવું માનવામાં આવે છે કે શિવજી ને કાળા કપડાં અને કાળો રંગ બિલકુલ પણ પસંદ નથી.સાથે શિવજી નવા પૂજા માં શંખ થી જળ અને તુલસી પણ ન ચઢાવવા જોઈએ.ભગવાન શિવ નો દૂધ થી અભિષેક કરવામાં આવે છે,પણ નારિયેળ પાણી થી અભિષેક ન કરવો.સાથે જ મહિલાઓ એ શિવલિંગ ને હાથ લગાવવો નહિ.આ વાતો ને ખાસ ધ્યાન માં રાખવી જોઈએ બાકી જો શિવજી ક્રોધિત થઈ ગયા તો તેઓ ના ક્રોધ માંથી કોઈ બચાવી શકશે નહિ.

Story Author: Team Gujarati Times

દોસ્તો, આર્ટિકલ ગમ્યો ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ share કરો.

Tags: