શારદીય નવરાત્રી ના દરમિયાન વાંચી લો આ સરળ મંત્ર, થઇ જશે દરેક કામના પૂરી

નવરાત્રી નું પર્વ આજ થી શરુ થઇ ગયું છે અને આ પર્વ ના દરમિયાન માતા દુર્ગા ની પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે નવરાત્રી ના નવ દિવસ માં દુર્ગા ની પૂજા કરવાથી સમસ્ત મનોકામના પૂર્ણ થઇ જાય છે અને માં ની કૃપા ની પ્રાપ્તિ થાય છે. ત્યાં નવરાત્રી ના દરમિયન કેવી રીતે પૂજા કરવામાં આવે અને કયા મંત્રો નો જાપ કરવાનો લાભદાયક હોય છે તેની જાણકારી આ રીતે છે-

નવરાત્રી ની પૂજા વિધિ

નવરાત્રી ના દિવસે તમે સવારે ઉઠીને સ્નાન કરી લો અને તેના પછી પૂજા માટે પ્રસાદ બનાવી લો. પછી તમે માં ની ચોકી ની સ્થાપના કરો અને ચોકી ની પાસે જ કળશ પણ સ્થાપિત કરી દો. ચોકી પર માં ની મૂર્તિ ની સ્થાપના કર્યા પછી તમે એક દેસી ઘી નો દીપક પ્રગટાવી લો.

માં દુર્ગા થી જોડાયેલ પાઠ ને વાંચો અને પાઠ પૂરો થઇ ગયા પછી માં દુર્ગા ની આરતી કરી લો.

તમે રોજ આ રીતે નવરાત્રી ના દરમિયાન માં ની પૂજા કરો અને આઠમાં દિવસે હવન કરીને કન્યાઓ ને ભોજન કરાવી દો.

ભય થાય દુર

જો તમને કોઈ વસ્તુ નો ભય છે અને તમે તે ભય થી મુક્તિ મેળવવા ઈચ્છો છો તો તમે દુર્ગા માં ની પૂજા કર્યા પછી ‘ॐ हं हनुमतये नम:’ મંત્ર નો જાપ કરી લો. આ મંત્ર ને તમે 101 વખત વાંચો. આ મંત્ર વાંચવાથી ભય થી મુક્તિ મળી જાય છે અને દુર્ગા માં ની સાથે સાથે હનુમાનજી ની કૃપા પણ બની જાય છે.

કાર્ય થાય જલ્દી પૂરું

જો તમારું કોઈ કાર્ય પૂરું નથી થઇ રહ્યું અને કાર્ય પુરા થવામાં અવરોધ પેદા થઇ રહ્યો છે, તો તમે નવરાત્રી ની પૂજા ના દરમિયાન નીચે જણાવેલ મંત્ર નો જાપ જરૂર કરો. આ મંત્ર ને વાંચવાથી કાર્ય પૂરું થવામાં જે પણ મુશ્કેલીઓ આવી રહી છે તે બધી દુર થઇ જશે. એટલું જ નહિ આ મંત્ર ને વાંચવાથી ધનલાભ પણ થાય છે.

પદ્માવતી માતા નો મંત્ર :- ‘ॐ पद्मावती पद्मनेत्रे ह्रीं श्रीं लक्ष्मी प्रदायिनी मम् सर्व कार्य सिद्धि कुरु-कुरु ॐ पद्मावत्यै नमो नम:।’

ચિંતા થાય દુર

કોઈ પ્રકારની ચિંતા થવા પર તમે નીચે જણાવેલ મંત્ર નો જાપ કરી લો. આ મંત્ર ને વાંચવાથી દરેક પ્રકારની ચિંતા દુર થઇ જાય છે અને તમને દરેક પરેશાની નો હલ મળી જાય છે.

‘ॐ गं गणपतये नम:’

વિદેશ જવા માટે

જો તમે વિદેસ જવા માટે ખુબ મહેનત કરી રહ્યા છો પરંતુ સફળ નથી થઇ રહ્યા તો તમે નીચે જણાવેલ મંત્ર નો જાપ નવરાત્રી ના નવ દિવસો ના દરમિયાન કરો. આ મંત્ર નો જાપ કરવાથી વિદેશ જવામાં જે રુકાવટ આવી રહી છે તે પૂરી થઇ જશે.

‘ॐ श्रीं क्लीं, ह्रीं ऐं आं श्रीं महायक्षिणी सर्वैश्वर्य प्रदर्ण्ड नम:।

ઉપર જણાવેલ બધા મંત્ર બહુ જ શક્તિશાળી મંત્ર છે અને તમે આ મંત્રો નો જાપ જરૂર કરો. નવરાત્રી ના દરમિયાન આ મંત્રો ને વાંચવાનું ઉત્તમ ફળ આપે છે અને આ મંત્ર વાંચવાથી માં ની કૃપા બની જાય છે. આ મંત્રો નો જાપ તમે માળા પર કરી શકો છો અને આ મંત્ર તમે ઓછા થી ઓછુ 101 વખત વાંચો.

નોંધ: તમે આ લેખ અનોખો ગુજ્જુ  ના માધ્યમ થી વાંચી રહ્યા છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે Share કરજો.

આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશેજે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો સમય લઈને ને જણાવો કે આ માહિતી સારી લાગી કે નહિ. ?
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ